અનહેલ્ધી ડાયટ, અનએક્ટિવ લાઈફસ્ટાઇલ અને વધતો તણાવ કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. આજનો માનવી એવું ઇચ્છે છે કે ઓછા સમયમાં અને સરળતાથી પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન થઇ જાય. અને આ લેખ દ્વારા અમે તમને સરળ ઉપાય બતાવીશું આવા જ એક સરળ ઉપાય માં તમે ગોળનું સેવન કરી શકો છો.
ગોળ અત્યંત લાભકારી છે. ગોળ કુદરતી રીતે જ ગળ્યો છે. તેને તમે પોતાના ડાયટમાં અનેક પ્રકારે પ્રયોગ કરી શકો છો. તમે વેટ લોસ કરવાના અનેક પ્રયત્નો કર્યા હશે. પરંતુ જ્યારે નવશેકા પાણીમાં ગોળ નો ટુકડો નાખીને સવારમાં ખાલી પેટે પીશો તો તમને બે ઘણો ફાયદો થશે. બોડીનું વેટ પરફેક્ટ બનાવી રાખવા માટે તમે નવશેકા પાણીમાં ગોળના ટુકડોને ખાઓ અને આ થોડા દિવસ કરો પછી તેના લાભ જુઓ. વેટ લોસ કરવા માટે ગોળ અત્યંત ગુણકારી છે. આવો જાણીએ નવશેકા પાણીમાં ગોળ ના ફાયદા અને કેવી રીતે કરવું તેનું સેવન.
ગોળ માં હાજર પોષક તત્વ:- ગોળમાં આયર્ન હાજર હોય છે જેનાથી શરીરમાં લોહીની કમી થતી નથી. ગોળમાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ પોષક તત્વોમાં વિટામીન બી1, બી6, સી, મેગ્નેશિયમ, આયર્ન, ઉર્જા, સુગર, કાર્બોહાઈડ્રેડ, પોટેશિયમ, સોડિયમ વગેરે નો સમાવેશ થાય છે. આ પોષક તત્વો શરીરમાં અનેક પ્રકારે લાભ પહોંચાડે છે.
નવશેકા પાણી સાથે ગોળ ખાવાના ફાયદા:- સવારમાં નવશેકા પાણી સાથે ગોળ ખાવાથી પાચનશક્તિ સારી થાય છે. એસીડીટીની સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો તમે ગરમ પાણીમાં ઘોળીને પી શકો છો કબજિયાતની સમસ્યામાં પણ આ ઉપાય કારગત નીવડે છે. અને વજન ઓછું થાય છે. જો તમે સવારમાં એક ગ્લાસ ગરમ પાણી નું સેવન કરો છો તો તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. પરંતુ જો એક ટુકડો ગોળનો પણ નાખીને મેળવીને પીવો છો તો એના અનેક ઘણા ફાયદા વધી જાય છે.
નવશેકું પાણી અને ગોળ આપણા શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આ પાણી પીવાથી કિડની સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે, તથા આના સેવનથી ડાયજેશન ની પ્રક્રિયા પણ ઝડપી બને છે. નવશેકા પાણી સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં ઉપલબ્ધ ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે. આ શરીરને ડીટોક્સઇફાઈ કરે છે.
ગોળને ગરમ પાણી સાથે મેળવીને ખાવાથી કે પછી એકલા ગોળ ને આમ જ ખાઇ લેવો અને તેની ઉપર ગરમ પાણી પી લેવું તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા બૂસ્ટ થશે. શરીરને શાંત કરે છે. સાથે જ ઓક્સિડેટિવ તણાવ થી લડે છે.
આ રીતે બનાવો ગોળ વાળું પાણી:- એક ગ્લાસ ગરમ પાણી લો તેમાં એક ટુકડો ગોળનો મેળવો. આ સ્વાસ્થ્યવર્ધક પીણાને સવારમાં ખાલી પેટે પીવો. અને દર રોજ પીવાનું શરૂ કરી દો. થોડાક જ મહિનાઓમાં બેલી ફેટ ઓછું થવા લાગશે. અને શરીરમાં અન્ય લાભ પણ દેખાશે. તેના સિવાય તમે ગોળ ની રોટલી, ગોળ ની ચીકી, ગોળ વાળી ખીર, ગોળ વાળી ચા અને હલવો જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ પણ ખાઈ શકો છો. જો તમે ગરમ પાણીમાં ગોળ મેળવીને પીવા ન માંગતા હોવ તો તમે ગોળ એમ જ એકલો ખાઈ શકો છો. સવારમાં ગરમ પાણી પીવાથી પેટ સાફ થાય છે.
ગોળ ખાવાના ફાયદા:- ગોળમાં વિટામીન સી હોવાથી આ રોગ પ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે. ગોળ ખાવાથી લીવરમાંથી ઝેરીલા પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે કારણ કે આમાં માઇક્રોનુટ્રીએંટ્સ હોય છે જે એન્ટી ટોક્સિક અસર કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો, એનિમિયા થાય છે, જેનાથી શરીરમાં થાક અને કમજોરી આવી જાય છે.
એનિમિયા શરીરમાં આયર્નની ઉણપ થી થાય છે. ગોળ ખાવાથી તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ નું નિર્માણ થાય છે. અને આ સમસ્યાથી છુટકારો મળે છે. જો તમને બ્લડપ્રેશર હાઇ રહે છે અથવા વધારે લો રહેતું હોય તો તમે ગોળ ખાઈ શકો છો. ગોળમાં આયર્ન હોવાના કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
નોંધ – પ્રસ્તુત લેખમાં જણાવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. આનુ સેવન કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.