મિત્રો શિયાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે વિશેષ રૂપે ધ્યાન આપવું પડે છે. આ ઋતુમાં શરીરને ગરમાઓ મળે તેવી ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. એવામાં જો તમે દરરોજ ગોળના એક ટુકડા નું સેવન કરો છો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગોળની તાસીર ગરમ હોય છે અને ગોળ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
શિયાળાની ઋતુમાં ગોળનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે, સાથે જ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. કારણ કે ગોળમાં પ્રોટીન, વિટામીન b12, કેલ્શિયમ, આયર્ન જેવા અનેક તત્વો ઉપલબ્ધ હોય છે, જે તમને અનેક રોગોથી બચવામાં મદદ કરે છે. તો આવો વિસ્તારપૂર્વક જાણીએ શિયાળામાં દરરોજ ગોળ ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
શિયાળામાં દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરવાથી થાય છે આ સાત પ્રકારના ફાયદા:-
1) શરદી-ઉધરસ:- શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ ની સમસ્યા એક સામાન્ય સમસ્યા હોય છે. પરંતુ શરદી ઉધરસ થવા પર જો તમે ગોળનું સેવન કરો છો તો આ ફાયદાકારક રહેશે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તેથી જો તમે કાળા મરીની સાથે ગોળનું સેવન કરો છો તો તેનાથી શરદી અને કફની સમસ્યાથી છુટકારો મળે છે.
2) સાંધાના દુખાવા:- શિયાળાની ઋતુમાં સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે. પરંતુ સાંધાનો દુખાવો થવા પર જો તમે આદુ અને ગોળનું સેવન કરો છો તો તેનાથી સાંધામાં થતા દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.
3) પાચનતંત્ર:- શિયાળાની ઋતુમાં પાચન થી જોડાયેલી અનેક સમસ્યાઓ થાય છે.પરંતુ શિયાળામાં જો તમે દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરો છો તો તેનાથી પાચન ક્રિયા સુધરે છે જેનાથી પાચન થી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે
4) લોહીની કમી:- શરીરમાં લોહીની કમી થવા પર જો તમે દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરો છો તો ફાયદાકારક રહે છે. કારણકે તેમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે લાલ રક્ત કોષિકાઓ (Red Blood Cells)ના નિર્માણમાં મદદ કરે છે. જેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને લોહીની કમી દૂર થાય છે.
5) ત્વચા:- શિયાળાની ઋતુમાં ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓ થાય છે. પરંતુ શિયાળામાં જો તમે દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરો છો તો આ તમારા માટે ફાયદાકારક રહેશે. કારણકે તેના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને ટોક્સિન્સ બહાર નીકળે છે જેનાથી ત્વચાથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા માં નિખાર પણ આવે છે.
6) બ્લડ સર્ક્યુલેશન:- શિયાળામાં લગભગ બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે. પરંતુ શિયાળામાં તમે દરરોજ ગોળના એક ટુકડા નું સેવન કરો છો તો આ ફાયદાકારક છે. કારણ કે તેના સેવન થી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.
7) હાડકા:- શિયાળાની ઋતુમાં જો તમે દરરોજ એક ટુકડો ગોળનું સેવન કરો છો તો આ હાડકા માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાથી જોડાયેલી બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ શરીરને કાયમ માટે અંદર થી રાખે છે એકદમ સ્વસ્થ, ફીટ અને મજબુત…
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay