આયુર્વેદમાં ઘીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ઘી માં વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટી એજિંગ ગુણ હાજર હોય છે. સ્કિન ને કોમળ બનાવી રાખવામાં તમારી મદદ કરે છે. ઘી ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના લાભ થાય છે. ઘી વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને હેલ્ધી ફેટ નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘી મા વિટામિન ઈ નો સારો સ્ત્રોત હોય છે. વિટામિન ઈ મા એંટી ઓક્સીડેંટ હોય છે. વિટામિન ઈ નો એન્ટીઓક્સીડેન્ટ ગુણ મોતીયો, સંધિવા અને કેન્સર જેવા જોખમોને ઘટાડવામાં ઘણો જ લાભકારી છે. આયુર્વેદ પ્રમાણે ઘી માંથી બનાવેલો ખોરાક અને શાક ખાવાથી તમને વધારે પ્રમાણ માં શરીર માટે જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ થાય છે.
ભારતીય મસાલાઓ ખાવાનો તો સ્વાદ વધારે જ છે પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક ઘણા લાભકારી છે. એવો જ એક મસાલો કાળા મરી છે જેના દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને સારી રીતે જાળવી શકીએ છીએ. કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન, અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડીકલ ને પ્રભાવહીન કરે છે, જેનાથી તમે કેન્સરથી બચી શકો છો. કાળા મરી થી સ્વાસ્થય ને ઘણા લાભ થાય છે, એવું માનવામાં આવે છે કે કાળા મરીમાં પીપેરીન નામનું તત્વ પ્રાપ્ત થાય છે જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને અટકાવે છે.
આયુર્વેદમાં ઘી અને કાળા મરીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવા સાથે કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ શરીરમાં અલગ અલગ રીતે લાભ પ્રદાન કરે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આ બન્ને વસ્તુઓનો એક સાથે ખાવાથી તેના લાભ અનેક ઘણા વધી જાય છે. ઘી અને કાળા મરી એક સાથે ખાવાથી આંખોની રોશની વધારવામાં સહાયક બને છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શરદી ખાંસી, ઈમ્યુનિટી પાવર ને મજબૂત બનાવવામાં અને સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે. ચાલો જાણીએ આનાથી બીજા કયા કયા લાભ થાય છે.
સૂકી ઉધરસ થી મળે આરામ:- સૂકી ઉધરસ થી આરામ મેળવવા માટે એક ચમચી દેશી ઘી માં અડધી ચમચી કાળા મરી પાવડર મેળવીને ખાવ. કાળા મરીની ગરમીથી ઉધરસમાં રાહત થશે. શિયાળાની ઋતુ અને કોરોનાની મહામારી આ બન્ને સ્થિતિમાં ઉધરસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઉધરસ ના ઈલાજ માટે આમ તો કેટલીક દવાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ તમે ઘી અને કાળા મરીનો સહારો લઈ શકો છો.
ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદગાર :- શિયાળાની ઋતુ અને કોરોના મહામારી ને ધ્યાનમાં રાખતા ઈમ્યુનિટી સિસ્ટમ ને મજબૂત બનાવવાની ખૂબ જ જરૂરી છે. કાળા મરી અને ઘીનું સેવન ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. નિયમિત રૂપે આ બન્નેનું સેવન કરવાથી વાયરસથી પણ લડી શકાય છે.
આંખો ની રોશની વધારવા સહાયકારી:- ઘી વિટામિન એ નો સારો સ્ત્રોત છે, જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પગના તળીયામાં ઘી લગાવવાથી લઘુદ્રષ્ટિ માં સુધારો થાય છે. તેના સિવાય તમે ઘી ના થોડાક ટીપા માં કાળા મરીનો પાવડર મેળવીને દરરોજ સેવન કરો. આ રીતે નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી આંખોની રોશની વધારી શકાય છે.
હૃદય ને સ્વસ્થ રાખવામાં સહાયકારી:- આ બન્ને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી એન્જીયોજેનેસીસ ને વધારો મળે છે આ એક એવી પ્રક્રિયા છે જેનાથી રક્તવાહિનીઓ ને ઉત્ત્પન્ન કરવાની મઁજુરી મળે છે. આ બન્ને બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરે છે. આમ ઘી અને કાળા મરી નું મિશ્રણ હૃદય ના સ્વાસ્થ્ય ને મજબૂત બનાવવામાં સહાયકરી છે.
સાંધાનો દુખાવો દૂર કરે:- શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. આનાથી રાહત મેળવવા માટે ઘી અને કાળા મરી નું સેવન કરવું જોઈએ. તેના માટે કાળા મરીને શેકીને ઘી સાથે સેવન કરવું જોઈએ. આ મિશ્રણ શુગર લેવલ ને પણ નિયનત્રણ માં રાખે છે.
પાચન તંત્ર મજબૂત બનાવે:- કાળા મરીમાં ડીટોક્સીફાઈન્ગ ગુણ હોય છે જયારે ઘી માં હેલ્દી ફેટી એસિડ હોય છે. આજ કારણે આ બન્ને વસ્તુનું એકસાથે સેવન કરવાથી શરીરમાં જમા થતો કચરો બહાર નીકળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આમ ઘી અને કાળા મરી બન્ને ઔષધિય ગુણોનો ભંડાર છે.
પિત્ત ના ઈલાજ માટે સહાયકારી:- આ એક ચામડી નો રોગ છે, જેનાથી શરીર પર ચકામાં થઈ જાય છે. તેના કારણે શરીર પર લાલ રંગ ની ફોલ્લીઓ થઈ જાય છે અને તેમાં સતત ખંજવાળ આવે છે. આ પિત્ત ના રોગને શિરવા પણ કહેવાય છે. આનાથી રાહત મેળવવા માટે એક ચમચી ઘી માં અડધી ચમચી કાળા મરી પાઉડર મેળવીને રોજ સવારે નરણા કોઠે સેવન કરવું. જો સતત 3 મહિના સુધી આ ઉપાય કરતા રહેશો તો વધુ સારુ પરિણામ જોવા મળશે.
નોંધ – આ લેખ સામાન્ય જાણકારી માટે છે આ કોઈ પણ પ્રકારે દવા કે ઈલાજ નો વિકલ્પ ના હોઈ શકે. વધુ જાણકારી માટે ડૉક્ટર નો સંપર્ક કરવો.