ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. માર્કેટમાં અત્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ મળે છે. તેવામાં અંજીર અને કિસમિસનું સેવાન એકસાથે કરવાથી તમારા શરીરમાં અનેક ફાયદા થાય છે. અંજીર અને કિસમિસમાં પ્રાપ્ત થતા પોષક તત્વો શરીરને અનેક બીમારીઓમાં રાહત પ્રદાન કરે છે. આ બંનેને એક સાથે ખાવાથી તમને બે ગણો ફાયદા મળે છે.
અંજીરમાં એન્ટિઓક્સિડન્ટ, ઝીંક, મેગ્નેશિયમ, ફાઇબર, આયર્ન, પ્રોટીન અને કોપર જેવા પોષક તત્વો પૂરતી માત્રામાં હોય છે તેમજ કિસમિસમાં પણ આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન બી 6 પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે. અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે અને શરીરને પૂરતી માત્રામાં પોષણ પણ મળશે.
અંજીર અને કિસમિસ ખાવાના ફાયદા:- અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી શરીરને અસંખ્ય ફાયદા થાય છે. આનું એકસાથે સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં ફાયદો મળે છે, સાથે જ ડેન્ગ્યુ, ટાઇફોઈડ જેવા તાવમાં પણ અંજીર અને કિસમિસ ખાવું ફાયદા કારક છે. અંજીરમાં હાજર વિટામિન અને મિનરલ્સ શરીરની અનેક બીમારીઓના ઈલાજ માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં અંજીર અને કિસમિસનો ઉપયોગ ઔષધિના રૂપે કરવામાં આવે છે. અંજીર અને કિસમિસને એક સાથે ખાવાથી સ્વાસ્થ્યને આ ફાયદા થાય છે. ટાઈફોઈડ અને ડેન્ગ્યુના તાવમાં અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી ખૂબ જ રાહત મળે છે. તાવ આવવા પર ડોક્ટર પણ દર્દીઓને અંજીર અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. શરીરમાં લોહીની કમી કે એનિમિયાની સમસ્યામાં અંજીર અને કિસમિસ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અંજીર અને કિસમિસમાં આયર્નની પર્યાપ્ત માત્રા શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં ફાયદાકારી છે. વજન ને સંતુલિત રાખવા માટે પણ અંજીર અને કિસમિસ ને એક સાથે ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. આમાં હાજર ગુણ શરીરની ઇમ્યુનિટી વધારવા અને બીમારીઓથી લડવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે.
અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી હાડકા માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે જે હાડકાં માટે અત્યંત ફાયદાકારક હોય છે. લોહીમાં પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી અત્યંત ફાયદો થાય છે. માસપેશીઓને મજબૂત બનાવવા માટે અંજીર અને કિસમિસ એક સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આમાં હાજર પ્રોટીન માસપેશીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બાળકોના સારા વિકાસ માટે પણ અંજીર અને કિસમિસ એકસાથે સેવન કરવાથી અત્યંત ફાયદાકારક છે. અંજીર અને કિસમિસમાં હાજર જરૂરી વિટામીન અને મિનરલ બાળકો માટે ખૂબ જ જરૂરી હોય છે.
અંજીર અને કિસમિસ એક સાથે કેવી રીતે ખાવું?:- અંજીર અને કિસમિસને એક સાથે અનેક રીતે ખાઇ શકાય છે. દરરોજ સવારના સમયે અંજીર અને કિસમિસને પલાળીને ખાઈ શકાય છે. તેના સિવાય તમે એક ગ્લાસ દૂધમાં બે અંજીર અને પાંચ થી છ કિસમિસને નાખીને સરસ રીતે ઉકાળો, ઉકળ્યા બાદ ઠંડુ થાય એટલે તેને પી લો. બાળકોને દૂધમાં અંજીર અને કિસમિસ ઉકાળીને આપવું વધારે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે.
અંજીર અને કિસમિસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તમે અંજીર અને કિસમિસનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. જો તમે ડાયાબિટીસની સમસ્યા કે ખાનપાનથી જોડાયેલી કોઈ અન્ય બીમારીથી પીડિત હોવ તો અંજીર અને કિસમિસને એકસાથે ખાતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લેવી અંજીર અને કિસમિસ બંનેની તાસીર ગરમ હોય છે તેથી આનુ સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…