જાણીતા ન્યુટ્રિશનિસ્ટ નું કહેવું છે કે દરરોજ દેશી ઘી અને ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને ચહેરો ચમકે છે. હોર્મોન્સ અને શારીરિક શક્તિને મજબૂત કરવાનો આ દેશી ઉપાય છે. ગોળ અને ઘી ના આ કોમ્બિનેશનને જમ્યા બાદ લેવું જોઈએ. બપોરનું ભોજન જમ્યા બાદ ગોળ અને ઘી ખાઈને ભોજનને વિરામ આપો. શું તમે આનો ક્યારેય ટ્રાય કર્યો છે? તો જરૂરથી ટ્રાય કરો. સ્કિન માટે પણ ખૂબ સારું છે. આ કોમ્બિનેશન આયર્ન અને જરૂરી ફેટી એસિડથી ભરપૂર છે. આ માત્ર તમારું ગળ્યું ખાવાની ઈચ્છા જ પૂરી નથી કરતું પરંતુ હોર્મોન્સ અને શારીરિક શક્તિ ને પણ બૂસ્ટ કરે છે.
ગોળ ના ફાયદાઓ:-
હાડકા મજબુત બનાવે છે:- વિશેષરૂપે જેમને સાંધાનો દુખાવો હંમેશા રહે છે તેમના માટે ગોળ ખાસ ફાયદાકારક છે. હાડકાંને મજબૂતી પણ આપે છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત કરવામાં સહાયક હોય છે. જો શિયાળામાં સાંધાના દુખાવામાં વધારે તકલીફ હોય તો આદુ ના ટુકડાને ગોળના ટુકડા સાથે ખાઓ આમ કરવાથી ઘણો ફાયદો થશે.
શરીરને તાકાત આપે છે:- ગોળ શરીરને તૈયારીમાં જ તાકાત આપે છે. જો તમને થાક અને કમજોરી જેવું મહેસૂસ થાય ત્યારે ગોળ ખાઓ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. વિશેષ વાત એ છે કે ગોળ જલદી પચી જાય છે અને એનર્જી લેવલને વધારી દે છે. એટલા માટે તમને જ્યારે પણ થાક લાગે તો ગોળ ખાવ. જો કે ડાયાબિટીસના રોગીઓ ને ગોળ ની ચરી પાડવાની હોય છે.
આયર્નની ઉણપ થશે દૂર:- ગોળ ખાવાથી શરીરમાં ક્યારેય આયર્નની ઉણપ નહી આવે. વિશેષરૂપે જે લોકો એનિમિયાથી પીડાય છે તેઓએ હંમેશા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો. તેનાથી તેમને ફાયદો થશે.
ત્વચાને ચમકદાર બનાવે છે:- ત્વચા માટે ગોળ ફાયદાકારક હોય છે. ગોળ લોહીમાં રહેલા ખરાબ ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી લોહી ચોખ્ખું થઈ જાય છે અને ત્વચામાં ચમક આવી જાય છે. સાથે સાથે ખીલ અને કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે.
શરદી ઉધરસમાં મળશે આરામ:- ગોળ ની તાસીર ગરમ હોય છે એટલા માટે જ્યારે કોઈને શરદી ખાંસી થઈ હોય તો તેમને જરૂરથી ગોળ ખાવો જોઈએ. જોકે કાચો ગોળ ન ખાવો. ખાંડની જગ્યાએ ગોળ નાખીને ચા પીવી.
અસ્થમાના રોગી જરૂરથી ખાય:- અસ્થમાના રોગી માટે ગોળ ફાયદાકારક હોય છે. આ એન્ટી એલર્જીક હોવાના કારણે અસ્થમાના રોગીને રાહત મળે છે અને શરીરના તાપમાનને પણ કંટ્રોલમાં કરે છે.
દેશી ઘી ના ફાયદા:- દરરોજ એક ચમચી ઘી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. દેશી ઘી હૃદયની નળીઓ બ્લોક થતાં બચાવે છે. આમા બે પ્રકારના વિટામિન હોય છે. આ વિટામિન હાડકા સુધી કેલ્શિયમને પહોંચાડવાનું કામ કરે છે. ઘી માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. દેશી ઘી માં ફેટ બહુ ઓછા પ્રમાણ માં હોય છે. એટલા માટે આ સાચી રીતે વજન વધારવામાં મદદરૂપ થાય છે આના ઉપયોગથી તમારી ત્વચા એકદમ મુલાયમ અને ચમકદાર બનશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay