મિત્રો લોકોને એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આવી ઠંડી અને વાયરસના મોસમમાં પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કેવી રીતે કરવો? કોરોના નો ખતરો હવે પાછો મન્ડરાવા લાગ્યો છે અને ઉપરથી શિયાળાની ઠંડી. એવામાં ઘણા લોકો આ વાયરસથી બચવા માટે અને ઠંડીમાં બીમાર ના પડે એટલા માટે કેટલાય ઉપચારો શોધવામાં મથ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે માત્ર સ્વસ્થ શરીર જ નહીં પણ સારી રોગપ્રતિકારક શક્તિ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. જો તમારું શરીર ખૂબ જ કમજોર હોય અને થાક નો અહેસાસ કરતા હોય તો શિયાળામાં ખજૂરના લાડુ તમારા માટે ફાયદાકારક બની શકે છે. તો મિત્રો ખજૂરના લાડુ ખાવાના કયા ફાયદા છે તે આપણે આગળ જાણીએ.
શિયાળામાં ખજૂર ખાવું દરેક રીતે ફાયદાકારક છે તેને તમે ચાહે દૂધ સાથે ખાવ કે સવારમાં બ્રેકફાસ્ટમાં સેવન કરો તેના ફાયદા ઘણા છે. તમે ખજૂરના લાડુ પણ બનાવી શકો છો. ખજૂર અને ખજૂરના લાડુમાં ફરક માત્ર એટલો જ છે કે ખજૂર ખાવાથી તમને જેટલા લાભ મળે છે તેનાથી વધારે ફાયદા ખજૂરના લાડુમાં છે, કારણ કે ખજૂર ના લાડુમાં બીજા પણ ઘણા ફાયદાકારક ફૂડ સામેલ કરવામાં આવે છે. જેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.
ખજૂરના લાડુ ખાવાના ફાયદા:-
1) ઇમ્યુનિટી વધારે:- શિયાળાની ઋતુમાં ખજૂરના લાડુ તમારી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવે છે. ખજૂર ના લાડુમાં ઝીંક અને વિટામીન એ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જેના કારણે તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
2) થાક અને કમજોરી દૂર કરે:- જે લોકોનું શરીર ખૂબ જ નબળું હોય, થાક અને આળસનો અહેસાસ થતો હોય, તેમને ખજૂરના લાડુ જરૂર ખાવા જોઈએ. તેનાથી તેમની શરીરની તાકાત વધશે અને એનર્જી લેવલ પણ વધશે. કારણ કે આમાં પ્રોટીન, આયર્ન અને ઘણા બધા મિનરલ ઉપલબ્ધ હોય છે.
3) પાચનતંત્ર મજબૂત બનાવે:- ખજૂરના લાડુ પાચનતંત્રને મજબૂત બનાવે છે.કારણ કે તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે ડાયજેશન સિસ્ટમને સારી બનાવે છે. આ પેટથી જોડાયેલી સમસ્યાઓ જેમકે કબજિયાત અને ગેસને દૂર કરવામાં પણ મદદ કરે છે.
4) સારું કોલેસ્ટ્રોલ વધારે:-શિયાળામાં નિયમિત રૂપે ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં સારો કોલેસ્ટ્રોલ વધે છે. જેથી કરીને હૃદયના રોગોની સંભાવના ઓછી રહે છે. આમાં કુદરતી સુગર હોય છે જે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે.
5) હાડકા મજબૂત બનાવે:- સાંધા જકડાવવા અને કમજોર હાડકા ને મજબૂત બનાવવા માટે પણ તમે ખજૂરના લાડુ ખાઈ શકો છો. તેમાં કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે સાથે જ હાડકાથી જોડાયેલી બીમારીઓને પણ દૂર કરે છે.
ખજૂરના લાડુ બનાવવાની રીત અને સામગ્રી:- 200 ગ્રામ ખજુર, નાળિયેર, કાજુ, બદામ, કિસમિસ, દેશી ઘી, 1 કપ લોટ. સૌપ્રથમ ખજૂરમાંથી ઠળિયા કાઢી લો અને ખજૂરને મિક્સરમાં સરસ રીતે પીસી લો. ત્યારબાદ તેમાં બધા ડ્રાયફ્રુટ સરખી માત્રામાં લઈને દેશી ઘીમાં સરસ રીતે શેકી લો. ખજૂર ને પણ દેશી ઘીમાં શેકો. ત્યારબાદ લોટને પણ દેશી ઘીમાં શેકી લો. હવે આ બધી વસ્તુઓને એક સાથ લઈને સરસ રીતે મિક્સ કરી લો અને તેને લાડુનો આકાર આપો. આમાં તમને અલગથી ખાંડ નાખવાની જરૂર નહીં પડે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay