આપણા ડાયટમાં અનેક પ્રકારના શાકભાજી અને સલાડ સામેલ હોય છે. આ સલાડમાં એક કાકડી છે જે આ ગરમી ની ઋતુમાં સૌથી વધારે ખવાય છે. ગરમીની મોસમમાં લોકો થેલી ભરીને બજારમાંથી કાકડી ખરીદીને લાવે છે. આના હળવા, તાજા સ્વાદ સાથે ભરપૂર પ્રમાણમાં પાણી રહે છે. જેના કારણે આને સલાડ, રાયતું કે આમ જ મીઠા સાથે પણ ખાઈ શકાય છે. આ ઠંડુ હોવાથી જલ્દી પચી પણ જાય છે. આના સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. કાકડીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. આનો ઉપયોગ સામાન્ય રીતે ખાવાની સાથે બ્યુટી પ્રોડક્ટના રૂપમાં પણ કરી શકાય છે.
આમ તો કાકડીમાં અનેક પ્રકારના પોષક તત્વો હાજર હોય છે પરંતુ આમાં કેલરી, ચરબી, કોલેસ્ટેરોલ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. સરળતાથી ગરમીના દિવસોમાં મળવા વાળું આ ફળ કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી જેવી જીવલેણ બીમારીઓથી લડવામાં શરીરને મદદ કરે છે. કાકડીમાં વિટામીન બી, વિટામીન એ અને લીગ્નન્સ સહિત એન્ટીઓક્સીડેન્ટ ની એક પૂરી રેન્જ સામેલ હોય છે. એક અભ્યાસ પ્રમાણે લીગ્નન્સ વાળા ખાદ્ય પદાર્થ હૃદયરોગ અને અનેક પ્રકારના કેન્સરના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.1) ડિહાઇડ્રેશન:- કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાની સાથે આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે,જે ગરમીમાં શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. સ્વસ્થ આતરડા બનાવી રાખવાના, કબજિયાતને રોકવામાં, કિડનીમાં પથરી થી બચાવવામાં અને સ્વસ્થ પાચનતંત્ર માટે હાઇડ્રેટ રહેવું જરૂરી છે.
2) હાડકા:- કાકડીમાં ઉપસ્લબ્ધ વિટામિન કે અને કેલ્શિયમ હાડકાને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
3) કેન્સર:- કાકડીમાં ઉચ્ચ સ્તર ના કડવા સ્વાદ વાળા પોષક તત્વો હોય છે, જેને કુકુરબીટાસીન કહેવાય છે. એક લેખ પ્રમાણે કુકુરબીટાસીન કેન્સર કોશિકાઓ ને પુનઃ ઉત્પન્ન કરતા અટકાવીને કેન્સરને રોકવામાં મદદ કરે છે.
4) હૃદય:- કાકડીમાં ઉપલબ્ધ ફાયબર કોલેસ્ટ્રોલના પ્રમાણને સંતુલિત કરવાની સાથે કાર્ડિયોવેસ્ક્યુલર સંબંધી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
5) ડાયાબિટીસ:- ડાયાબિટીસને નિયંત્રિત કરવા અને રોકવામાં કાકડી મુખ્ય ભૂમિકા ભજવે છે. આમાં એવા પદાર્થો હોય છે જે બ્લડ શુગરને ઘટાડે છે. એક અધ્યયન પ્રમાણે કાકડી ના છોડા ખાવાથી ઉંદરોમાં મધુમેહના લક્ષણો ઓછા જોવા મળ્યા, આવું તેના એન્ટીઓક્સિડેન્ટ્સ ગુણના કારણે હોઈ શકે છે
6) ત્વચા:- કાકડીમાં ઉપલબ્ધ પોષક તત્વ ત્વચાના સ્વાસ્થ્યમંદ બનાવી રાખવાનું કામ કરે છે. તેના રસમાં ઔષધીય ગુણ હોય છે ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરે છે. તેની સાથે જ હાથ પગની ફાટેલી ત્વચાને કોમળ અને હેલ્ધી બનાવે છે.
7) સોજો:- શરીરમાં સોજા ના કારણે કેટલીક અન્ય પ્રકારની બીમારીઓ ઉદભવી શકે છે. આંતરિક સોજો થવાના કારણે હૃદય સંબંધી બીમારી, ડાયાબિટીસ, ઓટોઇમ્યુન કન્ડિશન, ઉન્માદ અને કેન્સર જેવી ગંભીર સમસ્યા થવાનું જોખમ રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay