મિત્રો આપણા ભારતમાં દરેક રાજ્યની પોતાની વિશિષ્ટ વાનગીની ખાસ વિશેષતા હોય છે. આવી વિશિષ્ટ વાનગીઓ એટલી પ્રખ્યાત થઈ જાય છે કે આખા ભારતમાં તો વખણાય છે પરંતુ અમુક દેશોમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ જાય છે. તેવી જ એક દક્ષિણ ભારતની વિશિષ્ટ નાળિયેર ની ચટણી દરેક લોકો ખૂબ જ હોશ થી ખાય છે. નાસ્તામાં કે ભોજન સાથે પણ ખાઈ શકાય છે.
નાળિયેર ના તાજા ફ્લેવરથી આ ચટણી નો સ્વાદ વધારે વધી જાય છે. નાળિયેરમાં ફાઇબર અને ફલોરીક એસિડ ની માત્રા હોય છે જેનાથી શુગર લેવલ નિયંત્રિત રહે છે અને સ્વાસ્થ્યમાં કોલેસ્ટ્રોલ અને બીપીનું સ્તર નિયંત્રિત રહે છે. આજે આપણે આ લેખમાં નાળિયેરની ચટણી અને તેના ફાયદા તથા ચટણી બનાવવાની રીત વિશે જાણીશું.
નાળિયેર ની ચટણી ના ગુણ:- નાળિયેરની ચટણીમાં ફેટની માત્રા લગભગ બે ગ્રામ હોય છે.કેલેરીની વાત કરીએ તો તેમાં લગભગ 40 થી 50 કેલેરી હોઈ શકે છે. એક વાડકી ચટણીમાં લગભગ બે ગ્રામ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, સોડિયમ વગેરે હાજર હોય છે. આ ચટણીને બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. જો ચટણીમાં દહીં મેળવ્યું હોય તો તેને એક કે બે દિવસથી વધારે ઉપયોગ ન કરવો. નાળિયેરની ચટણીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે જાણીશું આવા નાળિયેર ની ચટણી થી થતા પાંચ પ્રકારના લાભ.
1) પાચનમાં સુધારો:- સારા ડાયજેશન માટે નાળિયેરની ચટણીનું સેવન ફાયદાકારક છે. નાળિયેરની ચટણીમાં ફાઇબરનું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. તેનું સેવન કરવાથી ગેસ, પેટમાં દુખાવો, કબજિયાત વગેરે સમસ્યાઓ દૂર કરી શકાય છે.
2) લોહી વધારે:- શરીરમાં લોહીની ઉણપ કે એનીમિયાનો શિકાર થયા હોવ તો તમે નાળિયેરની ચટણીનું સેવન કરી શકો છો. નાળિયેરની ચટણી ખાવાથી આયર્નની કમી દૂર થાય છે અને શરીરમાં લોહી વધે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ નાળિયેરની ચટણીનું સીમિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
3) ઇમ્યુનિટી વધારે:- નાળિયેરની ચટણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. નાળિયેરની ચટણીમાં વિટામિન, ખનીજ, કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં હોય છે. નાળિયેરની ચટણીનું સેવન હૃદયના દર્દીઓ માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. આનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આનુ સેવન કરવાથી મેટાબોલિઝમના રેટમાં પણ સુધારો થાય છે.
4) વજન ઘટાડે:- નાળિયેર ની ચટણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે તમે પણ બજારમાં અથાણું અને ચટણી ખાવાના શોખીન હોવ તો તમને ખબર જ હશે કે આનુ સેવન કરવાથી વજન ઝડપથી વધવા લાગે છે. આ વિકલ્પો ની જગ્યાએ નાળિયેર ની ચટણી ખાશો તો વજન ઘટાડવામાં સરળતા રહેશે. આ ચટણીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
5) બ્લડ પ્રેશર નિયંત્રિત થાય:- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે નાળિયેરની ચટણીનું સેવન ફાયદાકારક હોય છે. નાળિયેરની ચટણીમાં એન્ટી બેકટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે તેનું સેવન કરવાથી ઇન્ફેક્શનથી પણ બચાવ થાય છે.
નાળિયેરની ચટણી બનાવવાની સામગ્રી અને રીત:- રાઈ, મીઠી લીમડો, લાલ મરચા લીંબુનો રસ, લીલા મરચા, પાણી, લીલા ધાણા, મીઠું અને નાળિયેર. નાળિયેરની છાલ ઉતારીને તેના નાના ટુકડા કાપી લો. નાળિયેર, લીલા ધાણા, લીંબુનો રસ, મીઠું, લીલા મરચાં અને થોડુંક પાણી નાખીને મિક્સરમાં પીસી લો. ચટણીને બાઉલમાં કાઢીને રાખી લો. વઘાર કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો.
રાઈ તતડી જાય એટલે મીઠી લીમડી અને લાલ મરચાં નાખીને ગેસ બંધ કરી દો. આ વઘાર ને મિશ્રણમાં રેડી દો, હવે સ્વાદિષ્ટ નળિયેર ની ચટણી તૈયાર છે. નાળિયેરની ચટણીનું સેવન બાળકો પણ કરી શકે છે પરંતુ તેમની ચટણીમાં મરચાનું પ્રમાણ ઓછું નાખવું.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay