મિત્રો આપણા રસોડામાં એવા અનેક મસાલાઓ હાજર છે જેમાં ચમત્કારિક ઔષધીય ગુણ ઉપલબ્ધ હોય છે. તેમાંથી જ એક લવિંગ છે. લવિંગમાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે તેમાં વિટામિન, ફાઇબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કાર્બોહાઈડ્રેટ, અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે લવિંગ અને પ્રકારની બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
એક ખબર પ્રમાણે જો સવારમાં ખાલી પેટે લવિંગનું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થાય છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય તો લવિંગનો થોડોક ઉપયોગ કરવાથી પણ તમને ઘણા મોટા લાભ થઇ શકે છે જે મોંઘી દવા ખાવાથી પણ નથી થતા. આવો જાણીએ કે સવારમાં ખાલી પેટે લવિંગ ચાવવાથી કયા કયા સ્વાસ્થ્યને ફાયદા મળે છે.
ખાલી પેટે લવિંગ ચાવવાના ફાયદા :
1) લીવર:- લીવર આપણા શરીરનો એક મુખ્ય ભાગ છે કારણ કે લીવર જ છે જે શરીરના ખરાબ તત્વોને બહાર કાઢે છે અને સાથે જ બીજા અનેક કાર્યોમાં તેનું મહત્વનું યોગદાન હોય છે. જો તમે નિયમિત રૂપે લવિંગનું સેવન કરો છો તો આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.
2) ઇમ્યુનિટી:- શરીરને બીમારીઓથી બચવા માટે જરૂરી છે કે આપણી ઈમ્યુનિટી મજબૂત રહે. લવિંગમાં વિટામીન સી ઉચ્ચ સ્તર માં ઉપલબ્ધ હોય છે અને સાથે જ આ એન્ટી ઓક્સિડેન્ટ થી પણ ભરપૂર હોય છે. સવાર માં ખાલી પેટે લવિંગ ને ખાવામાં આવે તો આ સફેદ રક્ત કોષિકાઓને વધારવામાં મદદ કરે છે અને આપણી રોગપ્રતિકારક ક્ષમતાને સારી બનાવે છે જેથી વાયરલ બીમારીથી પણ બચાવે છે.
3) દાંતનો દુખાવો અને માથાના દુખાવો:- જો તમને દાંતોમાં દુખાવો થતો હોય તો તમારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં એનાલ્જેસિક ગુણ હોય છે જે દાંત ના દુખાવાથી તુરંત જ રાહત પ્રદાન કરે છે. એટલું જ નહીં જો તમને માથામાં દુખાવો થતો હોય તો તમારે લવિંગના તેલને માત્ર સૂંઘી લેવાનું છે તેનાથી દુખાવામાં તુરંત જ રાહત મળે છે. પેઢામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો તમે તેનાથી માઉથ વોશ પણ કરી શકો છો.
4) મોઢાની દુર્ગંધ:- લવિંગ માત્ર દાંતના દુખાવાથી જ છુટકારો નથી અપાવતું પરંતુ આ મોઢામાંથી આવતી દુર્ગંધ ને પણ દૂર કરે છે. મોઢાની દુર્ગંધ ને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે પરંતુ તમે લવિંગથી કુદરતી રીતે મોઢાની દુર્ગંધ ને દૂર કરી શકો છો. લવિંગમાં એન્ટી બેકટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે જો સવારમાં ખાલી પેટે તેને ચાવવામાં આવે તો તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે.
5) હાડકા:- લવિંગના સ્વાસ્થ્યવર્ધક ફાયદાની યાદી ઘણી લાંબી છે. આ આપણા હાડકા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. જો હાડકા કમજોર હોય તો તમારે સવારમાં ઉઠીને બે લવિંગ ચાવી લેવી જોઈએ. જણાવી દઈએ કે લવિંગમાં મેંગેનીઝનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay