દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઋતુ પ્રમાણે મળતા ફળ નો પોતાનો જ આગવો ગુણ હોય છે, પરંતુ ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે અને અત્યંત સ્વાદિષ્ટ પણ હોય છે. જમ્યા બાદ ચીકુનું સેવન કરવામાં આવે તો તે નિશ્ચિત રૂપથી લાભ પ્રદાન કરે છે.
ચીકુના ફળમાં 71% પાણી, 1.5% પ્રોટીન, 1.5% ચરબી અને 25.5% કાર્બોહાઇડ્રેટ હોય છે. તેવામાં વિટામીન એ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે. ચીકુમાં 14 પ્રતિશત શર્કરા હોય છે અને તેમાં ફોસ્ફરસ અને લોહ પણ હોય છે. આજે અમે તમને ચીકુના જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું.
1. આંખો માટે:- ચીકુમાં વિટામિન-એ સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જેના કારણે વૃદ્ધાવસ્થામાં થતી આંખોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.
2. એનર્જીનો સ્ત્રોત:- ચીકુમાં ગ્લૂકોઝનું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે શરીરને તૈયારીમાં ઉર્જા પ્રદાન કરે છે જે લોકો રોજ વ્યાયમ અને કસરત કરે છે તેમને ઊર્જાની ખૂબ જ જરૂરત હોય છે તેથી તેમને દરરોજ ચીકૂનું સેવન કરવું જોઈએ.
3. એન્ટિ ઇન્ફ્લેમેટરી:- ચીકુમાં ટેઇનિન નું સારુ પ્રમાણ ઉપલબ્ધ હોય છે. જેના કારણે એક સારો એન્ટિ-ઇન્ફ્લેમેટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં કહીએ તો ચીકુ કબજિયાત, ડાયરિયા અને એનિમિયા જેવી બીમારીઓથી બચાવે છે. સાથે જ આંતરડાની શક્તિને પણ વધારે છે. હ્રદય અને કિડનીના રોગો પણ થતા અટકાવે છે.
4. કેન્સરના જોખમ:- ચીકુમાં વિટામિન એ અને બી સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, ફાયબર અને અન્ય પોષક તત્વ પણ ઉપલબ્ધ હોય છે જે કેન્સરથી બચાવે છે. વિટામીન એ ફેફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે
5. હાડકા માટે:- ચીકુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે હાડકાં માટે આવશ્યક હોય છે. કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસનું સારું પ્રમાણ હોવાના કારણે હાડકાને વધવામાં અને મજબૂતી આપવામાં ચીકુ અત્યંત લાભદાયક હોય છે.
6. કબજિયાત:- ચીકુમાં ફાઇબર સારા માત્રામાં હોય છે તેથી સારા પ્રમાણમાં રેચક ઉપલબ્ધ હોય છે, જે કબજિયાતથી રાહત આપે છે અને અન્ય સંક્રમણથી લડવામાં શક્તિ આપે છે.
7. ગર્ભાવસ્થામાં:- કાર્બોહાઈડ્રેટ અને આવશ્યક પોષક તત્વોની સારી માત્રા ઉપલબ્ધ હોવાના કારણે આ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ચીકુ અત્યંત ફાયદાકારક છે. ચીકુ ગર્ભાવસ્થા દરમિયાન થતી કમજોરી અને અન્ય તકલીફો જેમકે, ઉબકા, ચક્કર જેવી મુશ્કેલીઓને પણ દૂર કરે છે.
8. હેમોસ્ટેટિક ગુણધર્મો:- ચીકૂમાં હેમોસ્ટેટિક ગુણધર્મોના ગુણ પણ ઉપલબ્ધ હોય છે. મતલબ આ શરીરમાં થતા લોહીના નુકશાનથી પણ બચાવે છે. આ પ્રમાણે ચીકુ બવાસીર અને ઘાવ ને પણ જલ્દી ઠીક કરી દે છે. અને તેના બીજને પીસીને જીવજંતુ કરડવાની જગ્યા પર પણ લગાવી શકાય છે.
9. એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ:- એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ ગુણ પોલિફેનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે ચીકુમાં કેટલાય એન્ટીવાયરલ, એન્ટી પરસિટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે આમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે આ શરીરમાં બેક્ટેરિયાને આવતા અટકાવે છે. વિટામિન સી હાનિકારક મુક્ત કણને નષ્ટ કરે છે, અને પોટેશિયમ, આયર્ન, ફોલેટ અને નિયાસિન પાચન તંત્રને સ્વસ્થ રાખે છે
10. ડાયરિયાથી રહત:- ચીકુ માં એન્ટી ડાયેરીયલ ગુણ પણ ઉપલબ્ધ હોય છે. પાણીમાં ચીકુને ઉકાળીને બનાવવામાં આવેલ ઉકાળાને પીવાથી ડાયરિયા માં આરામ મળે છે. આ બવાસીર અને મરડા થી પણ રાહત પહોંચાડે છે.
11. માનસિક સ્વાસ્થ્ય:- ચીકુ મગજને શાંત રાખવામાં ખૂબ જ મદદગાર છે. આ મગજની તંત્રિકાઓને શાંત અને તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. આ પ્રકારે આ અનિદ્રા, ચિંતા અને તણાવથી પીડિત વ્યક્તિઓ માટે અત્યંત લાભદાયક છે
12. શરદી ઉધરસ:- ચીકુમાં કેટલાક ખાસ તત્વો ઉપલબ્ધ હોય છે જે શ્વસન તંત્રથી કફ અને લાળ દૂર કરીને કફ અને જુની ઉધરસથી રાહત આપે છે. આ પ્રકારે આ શરદી અને ઉધરસથી બચાવે છે.
13. કિડનીની પથરી:- ચીકુના ફળનું બીજ પીસીને ખાવાથી કિડનીની પથરીને પેશાબ દ્વારા બહાર નીકાળી દે છે. આ સાથે જ આ કિડનીના રોગોથી પણ બચાવે છે.
14. વજન ઘટાડવામાં ઉપયોગી:- ચીકુ વજન ઘટાડવામાં અત્યંત લાભદાયક હોય છે. આ ગેસ્ટ્રીક એન્જાઇમ ને નષ્ટ કરીને પાચનતંત્રને મજબૂત બનાવીને સ્થૂળતાથી બચાવે છે.
15. વિષહરણ:- ચીકુ એક મૂત્રવર્ધક ના રુપમાં પણ કાર્ય કરે છે આ શરીરમાંથી પેશાબ દ્વારા ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે
16. દાંતના સળા માં ઉપયોગી:- ચીકુમાં લેટેક્સ તત્વ સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેથી આ દાંતમાં કૈવીટીને ભરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
17. ત્વચા:- ચીકુ તમારી ત્વચાની ચમક જાળવી રાખવા માટે પણ મદદ કરે છે. આમાં વિટામીન-એ ઉપલબ્ધ હોય છે જે તમારી ત્વચાને નમી આપે છે અને જેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને સુંદર બની જાય છે તેથી ચીકુ તમારી ત્વચા માટે લાભદાયક છે.
18. વાળ માટે:- ચીકુના બીજમાંથી કાઢેલું તેલ વાળને મોઇસ્ચરાઇઝ અને સોફ્ટ કરવા અને વાળને નવી ચમક આપે છે. આ વાંકડિયા વાળ માટે ખુબ સારું માનવામાં આવે છે. અને ખૂબ જ જલ્દી શોષાય જાય છે.
19. વાળને ખરતા અટકાવે:- ચીકુના બીજનું તેલ માથાની ત્વચાને પોષણ અને સ્વસ્થ બનાવે છે અને વાળને વધવામાં પણ મદદ કરે છે આ માથામાં થતી બળતરા ના કારણે વાળ ખરતા અટકાવવાના ઉપચાર રૂપે પણ અસરકારક છે.
20. ડેન્ડ્રફ દૂર કરે:- ચીકુના બીજની પેસ્ટ બનાવી લો અને તેમાં એરંડીયાનુ તેલ મેળવી લો ત્યારબાદ આ મિશ્રણને માથાની ત્વચા પર લગાવો અને આગલા દિવસે ધોઈ લો. આનાથી તમારા વાળ ચમકદાર અને ડેન્ડ્રફ દૂર થઇ જશે.
21. કરચલીઓ દૂર કરે:- ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે તેથી આ ઉંમર વધવાની પ્રક્રિયાને રોકવામાં સહાયક છે. કારણ કે આ ફ્રી રેડિકલ્સને સમાપ્ત કરી દે છે અને કરચલીઓને પણ દૂર કરે છે.
22. ત્વચા માટે મલમ:- ચીકુના બીજનું તેલ ત્વચા માટે મલમ ના રૂપે પ્રયોગ કરી શકાય છે. આ બીજ ની છાલને ગરમ કરીને તેનાથી તમે શેક પણ કરી શકો છો.
23. ફંગલ ગ્રોથ થી બચાવે:- ચીકુના છોડનો દૂધીયો રસ ત્વચા પર થયેલી ગાંઠ અને ફંગલને દુર કરવા માટે ઉપયોગ કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay