મિત્રો એવું કહેવાય છે કે જમ્યા બાદ ફળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ફળમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. આવા જ ફળોમાં એક કેળા છે જે અનેક ગુણોનો ખજાનો છે. જમ્યા બાદ કેળુ ખાવાના ફાયદા ઘણા બધા છે, કેળુ એક એવું ફળ છે જે પાક્યા પહેલા લીલું અને પાક્યા બાદ પીળા કે લાલ રંગનું હોય છે.
કેળું બધા ફળો ની અપેક્ષાએ સૌથી વધારે પ્રમાણમાં એનર્જી આપવા વાળું ફળ છે. અને તેમાં વિટામિન, પ્રોટીન અને ઘણા બધા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ દરેક મોસમમાં ઉપલબ્ધ થતું સૌથી સસ્તું ફળ છે. જે અસંખ્ય ગુણોથી પરિપૂર્ણ છે. જમ્યા બાદ કેળું ખાવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ મોટાભાગે આને ખાલી પેટે ન ખાવું જોઈએ. જોકે કેળા ને રાત્રે ખાવાનું યોગ્ય નથી માનવામાં આવતું. તેથી આને સવારના નાસ્તા બાદ કે દિવસના ભોજન બાદ ખાવું જોઈએ.
જમ્યા બાદ કેળા ખાવાના ફાયદા:-
કેળાની ખેતી:-ભારતમાં કેળાની ખેતી સૌથી વધુ મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે. તેના સિવાય ભારતના અન્ય રાજ્યો જેમ કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને અસમમાં પણ કેળાની ખેતી કરવામાં આવે છે.
કેળામાં ઉપલબ્ધ પોષક તત્વો:- કેળામાં કાર્બોહાઇડ્રેટ, સ્ટાર્ચ, પ્રોટીન,ફેટ,કોપર,આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ફાઇબર જેવા ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેના સિવાય કેળામાં વિટામીન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામીન કે, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ,સેલેનીયમ અને ઝીંક ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
જમ્યા બાદ કેળા ખાવાના ફાયદા:-
1) જમ્યા બાદ કેળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે દરરોજ ખાધા બાદ એક થી બે કેળા ખાવાથી આ પાચન ક્રિયાને મજબૂતી પ્રદાન કરે છે. અને પાચન સંબંધથી અનેક રોગોમાં સુરક્ષા પ્રદાન કરે છે. કેળામાં ફાઇબરનું ખૂબ જ પ્રમાણ ઉપલબ્ધ હોય છે તેથી આ ભોજન ની સાથે જલ્દી પચી જાય છે અને પેટમાં એસીડીટી તથા અપચો થતા બચાવે છે.
2) જમ્યા બાદ કેળાનું સેવન કરવાથી કિડની થી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. કેળાથી ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ પ્રાપ્ત કરી શકાય છે. દરરોજ કેળાનું સેવન કરવાથી કિડની સંબંધિત સમસ્યાઓને 50% સુધી દૂર કરી શકાય છે. 3) જમ્યા બાદ કેળું ખાવાથી મેદસ્વિતાપણું ઘટાડી શકાય છે. કેળું ખાવાથી ખાવાનું ઓછું ખવાય છે, જેનાથી મેદસ્વિતા વધવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. જો વધારે ખાવાની જગ્યાએ કેળું ખાશો તો આ મેદસ્વિતા નહીં વધવા દે અને વજનને નિયંત્રિત રાખશે.
4) જમ્યા બાદ કેવું ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી અને શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જળવાયેલી રહે છે. કેળામાં હાજર ડોપામાઇન અને કેટેચીન જેવા એન્ટિઓક્સિડન્ટ શરીરમાં વિવિધ શારીરિક અને માનસિક રોગોથી લડવામાં મદદરૂપ થાય છે. જમ્યા બાદ કેળું ખાવાથી આ ભોજનને ઓગાળીને જલ્દી પચાવવામાં મદદ કરે છે.
5) જમ્યા બાદ કેળું ખાવાથી આ વધારે સમય સુધી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. દરરોજ સવારના નાસ્તા બાદ એક થી બે કેળું ખાવાથી દિવસ દરમિયાન ઉર્જા જળવાયેલી રહે છે. એવા લોકોએ કેળું અવશ્ય ખાવું જોઈએ જે શારીરિક શ્રમમાં વધુ જોડાયેલા રહેતા હોય. તેના સિવાય ભોજન બાદ કેળાથી તણાવ દૂર રહે છે અને સારી ઊંઘ આવે છે.
6) ભોજન બાદ કેળા ખાવાથી નસકોરી ફૂટવી એટલે કે નાકમાંથી અચાનક લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે. દરરોજ ભોજન બાદ બે કલાક પછી દૂધમાં ખાંડ નાખીને તેમાં કેળું નાખીને ખાવું. તેનાથી નસકોરી ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે
7) ભોજન બાદ કેળું ખાવાથી એનીમિયાના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે. કેળામાં એવા અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન ને વધારવામાં મદદરૂપ થાય છે અને લોહીની કમીને પૂરી કરવામાં સહાયક થાય છે. દરરોજ કેળાનું સેવન કરવાથી એનીમિયાના રોગથી બચી શકાય છે.
8) જમ્યા બાદ કેળું ખાવાથી છાતીમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે. દરરોજ સુતા પહેલા કેળા સાથે થોડું મધ મેળવીને ખાવાથી છાતીમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે તેના સિવાય ખાધા બાદ કેળામાં દહીં મેળવીને ખાવાથી આ મોઢાના છાલા ની સમસ્યાને પણ દૂર કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay