શિયાળાની ઋતુ આમ તો લોકોને વધારે પસંદ હોય છે. પરંતુ કેટલાક લોકોને આ ઋતુ માફક ના આવતા વારંવાર બીમાર પડે છે. કલાકો સુધી રાજાઇ માં રહેવું, ગરમાગરમ ખાણી-પીણી થી આ મોસમનો રંગ નિખરી આવે છે. શિયાળાની ઋતુ પોતાનામાં જ મજેદાર છે. પરંતુ દરેક વ્યક્તિ આ ઋતુની મજા માણી રહ્યા હોય એવું જરૂરી નથી, એવા ઘણા લોકો છે કે જે લગભગ બીમાર જ રહેતા હોય છે કે પોતાને ગરમ રાખવુ તેમના માટે મુશ્કેલીરૂપ બની જાય છે. આવા લોકો માટે આયુર્વેદિક ડોક્ટરે કેટલાક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યા છે
આયુર્વેદાચાર્યએ ઠંડીમાં પોતાને ગરમ કેવી રીતે રાખવું તેની આસાન રીત બતાવી છે. તેમને શિયાળાની ઋતુમાં આદુ વાળા પાણીનો ઉપાય બતાવ્યો છે. આ ઉપાયથી તમે બીમારીઓથી પણ બચી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો. આવો, આ ઉપાય વિશે જાણીએ.
કેવી રીતે તૈયાર કરવું આ પાણી:- જો તમારે બીમારીઓથી બચીને રહેવું હોય અને પોતાના શરીરને અંદરથી ગરમ રાખવું હોય તો તમારે સૂકું આદુ એટલે કે સૂંઠ થી આ પાણી તૈયાર કરવું પડશે. જેની રીત નીચે પ્રમાણે છે. સૌથી પહેલાં એક લીટર પાણી લો. ત્યારબાદ આમાં અડધી ચમચી સુકુ આદુ ઉમેરો. જ્યારે તેમાંથી એક તૃતીયાંશ પાણી બળી જાય એટલે કે 750 એમએલ જ પાણી રહે એટલે ગેસ બંધ કરી લો. હવે આને આખો દિવસ થોડું – થોડું પીતા રહો.
આદુના પાણીના ફાયદા:- આ પાણી તમને ઉધરસ અને કફ થી બચાવીને રાખશે. વજનને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. તમારી પાચનક્રિયા વધારે સબળ (સ્ટ્રોંગ) બને છે. આ તમને પેટ ફૂલવું, પેટના દુખાવાની સમસ્યા અને ગેસ જેવી સમસ્યાઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધુ સારી બનાવવા માં મદદ કરે છે.
આયુર્વેદ પ્રમાણે થતા લાભ:- આયુર્વેદ પ્રમાણે સુકાયેલા આદુને સૂંઠ કહેવાય છે. આયુર્વેદ પ્રમાણે તાજા આદુના વિપરીત સુકાયેલું આદું આંતરડાને બંધન કર્તા હોય છે. આ ભૂખને વધારવામાં અને કફનો નાશ કરવામાં ઘણું જ અસરકારક છે. સૂકા આદુનો ઉપયોગ કોઈપણ ઋતુમાં મસાલા ના સ્વરૂપમાં કરી શકાય છે.
સુકાયેલા આદુને પચાવવું અધિક સરળ હોય છે જ્યારે તાજા આદુને પચાવવુ મુશ્કેલ હોય છે. ડોક્ટરના કહેવા પ્રમાણે આ પાણી ની તાસીર અત્યંત ગરમ હોય છે એવામાં જો કોઈ વ્યક્તિને વધારે પડતા રક્તસ્ત્રાવ ની સમસ્યા હોય કે પછી ગરમાવો સહન ન કરી શકતા હોય તેમણે આનું સેવન ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay