મિત્રો દૂધ એ સંપૂર્ણ આહાર છે. નિયમિત રૂપે દૂધ પીવાથી આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. તમે હળદર વાળું દૂધ અથવા ઘી નાખીને દૂધ તો પીધું જ હશે. પરંતુ શું તમે ક્યારેય હળદર અને ઘી આ બંને વસ્તુઓને એક સાથે દૂધમાં નાખીને ક્યારેય પીધું છે? ના પીધું હોય તો જરૂર પીવો કારણકે આમાં અનેક પ્રકારના ફાયદા ઉપલબ્ધ હોય છે.
મિત્રો આયુર્વેદમાં પણ દૂધને હળદર-ઘી નાખીને પીવું એ સ્વાસ્થ્યવર્ધક જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રે સુતા પહેલા જ્યારે તમે એક ગ્લાસ ગરમ હળદર, ઘી વાળું દૂધ પીવો છો તો આ કોમ્બિનેશન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો રાત્રે સુતા પહેલા ગરમ દૂધ પીવાની વાત પણ આયુર્વેદમાં વર્ષોથી કહેવામાં આવી રહી છે, પરંતુ તમે આ કોમ્બિનેશનને ટ્રાય કરીને જુઓ. તો આવો જાણીએ હળદર અને ઘી વાળું દૂધ સ્વાસ્થ્યને કેવા ફાયદા પહોંચાડે છે.
દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાના ફાયદા:-
1) પાચનતંત્ર મજબૂત બનાવે:- એક ખબર પ્રમાણે જે લોકો ને મોટાભાગે પેટની સમસ્યા રહેતી હોય તેઓને દૂધની સાથે ઘી અને હળદરને મેળવીને પીવાથી ફાયદો થાય છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. રોગપ્રતિકારક ક્ષમતા બુસ્ટ થાય છે. કબજિયાતની સમસ્યામાં પણ રાહત પ્રદાન કરે છે. સાથે જ મેટાબોલિઝમ પણ વધારે છે. ઘી, હળદર વાળા દૂધનું કોમ્બિનેશન આવી સ્થિતિમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે
2) સાંધાનો દુખાવો દૂર કરે:- દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ સ્વાભાવિક રૂપે વધારે હોય છે, જે કમજોર હડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે ઘી સાંધામાં ચિકાસ ને જાળવી રાખવામાં મદદ કરે છે. ઘીમાં વિટામીન k2 પણ હોય છે, જે એક મુખ્ય ઘટક છે, જે કેલ્શિયમ ના સારા અવશોષણમાં શરીરની મદદ કરે છે. તમને શિયાળાના દિવસોમાં હાડકા અને સાંધામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો હળદર,ઘી વાળું દૂધ જરૂર પીવો.
3) ત્વચા માં નિખાર લાવે:- ઘી અને દૂધનું સંયોજન ત્વચાને કુદરતી અને ઊંડાણપૂર્વક નમી પ્રદાન કરે છે. આ કોમ્બિનેશન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેની સ્કીન ડ્રાય છે. શિયાળા દરમિયાન તમારી સ્કીન વધુ ડ્રાય રહે છે તો તમારે આનુ સેવન કરવું જોઈએ. ઘી અને દૂધનું નિયમિત સેવનથી ન માત્ર તમારી ત્વચા અંદરથી ચમકે છે પરંતુ ડાઘ અને ડબ્બા પણ દૂર કરવામાં મદદ મળે છે.
4) શરદી-કફ થી છુટકારો:- ગરમી માંથી ઠંડીની ઋતુમાં આવવાથી સામાન્ય શરદી અને ઉધરસ, ગળામાં ખરાશ ની સમસ્યા વધી જાય છે. તેવામાં તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ ઘી, હળદર વાળું દૂધ પીવો. તેનાથી શરદી ઉધરસ થી તુરંત જ રાહત મળશે. તેનાથી બેચેની મહેસૂસ નહીં થાય. ગળામાં ખરાશ ને ઠીક કરે છે. ત્યાં સુધી કે ઉધરસને પણ ખૂબ જ ઓછી કરી દેશે.
હળદર અને ઘી વાળું દૂધ બનાવવાની રીત:- એક પેનમાં એક ચમચી દેશી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એક ગ્લાસ દૂધ નાખી દો. તેને હલાવતા રહો. એક નાની ચમચી કે જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર નાખો. સરસ રીતે મિક્સ કરો. દૂધને ઉકળવા દો. ગેસ બંધ કરીને તેમાં એક મોટી ચમચી ગોળનો પાઉડર મેળવી દો. દૂધને ગળ્યું કરવા માટે તેમાં ખાંડ ન નાખો. દૂધ ને ગ્લાસમાં નાખીને સુતા પહેલા ગરમ જ સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay