ડાયાબિટીસ એક એવો રોગ છે જેનાથી દર્દીને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને ડાયાબિટીસનો રોગ ધીમે ધીમે આખા શરીરને અસર કરે છે. આ બીમારીમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ કરવું અતિ આવશ્યક બની રહે છે. આમાં ડાયટ અને લાઇફ સ્ટાઇલનું વિશેષ રૂપે ધ્યાન રાખવું પડે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અમુક ખાસ પરેજી પાળવાની હોય છે અને રેગ્યુલર સુગરનું ચેકઅપ કરાવવું પડે.
જો તમે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દી છો તો આ એક ગંભીર સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઇલાજ નથી. આ રોગમાં શરીર દ્વારા ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે ગ્લુકોઝને લોહી દ્વારા શરીરની કોશિકાઓ માં મોકલવાનું કામ કરે છે. એટલે કે આ બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. શરીરમાં બ્લડ શુગર વધવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કે યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દી છો તો તમારે બ્લડ સુગર નિયંત્રિત કરવાની રીત શોધવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દવા સિવાય તમારે અમુક એવી ખાવા-પીવાની વસ્તુઓનું સેવન કરવું જેથી બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં મદદ મળે.
એનસીબીઆઈ પર પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓને જમતી વખતે બ્લડ સુગર વધી જાય છે, તેથી તેને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ લીલા રંગના શાકભાજીનું સેવન કરવું જોઈએ. તમે શાકભાજીના રસ પણ પિય શકો છો. લીલા રંગ ના કારેલાનો રસ પીવાથી બે કલાક પછી બ્લડ શુગરનું લેવલ ઓછું થવા માંડે છે.
દરરોજ સવારમાં પીવો કારેલાનો રસ:- અધ્યયનકર્તાઓએ ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દીઓ પર કારેલાના રસની અસર જોઈ. અને તારણ કાઢ્યું કે દરરોજ સવારમાં એક કપ તાજા કારેલાનો રસ પીવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
બે જ કલાકમાં અસર જોવાશે:- અધ્યયનકર્તાઓ પ્રમાણે ઉપવાસ કે જમ્યા બાદ કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર ઓછું થઈ શકે છે. ઉપવાસની બાબતમાં બ્લડ સુગર આઠ કલાક જ્યારે જમ્યાના બે કલાક પછી બ્લડ સુગર માપવામાં આવે છે. આ બંને બાબતમાં કારેલાનો રસ અસરકારક છે.
કારેલાનું શાક પણ લાભદાયક:- કારેલાનું શાક ટાઇપ એક અને ટાઈપ બે બંને પ્રકારના ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. એક ગ્લાસ કારેલાના રસનું સેવન એટલું અસરકારક હોય છે કે શુગરના દર્દીઓને પોતાની દવા ઓછી કરવી પડે છે.
વજન ઓછું કરવામાં ઉપયોગી:- અધ્યયનકર્તાઓ ના કહ્યા પ્રમાણે કારેલાનો રસ બ્લડ શુગરને તો નિયંત્રિત કરે જ છે પરંતુ સાથે સાથે મહિલા અને પુરુષોનું વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે. શરીરના અંગો પર જેમ કે કમર અને નિતંબ પર જામેલી ચરબી ને દૂર કરવામાં અસરકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay