અંજીર જ્યુસ ના ફાયદા:- મુખ્ય વાત એ છે કે અંજીર એક એવું ફળ છે જે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે અંજીર ની જેમ અંજીરના જ્યુસમાં પણ ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક લાભ હોય છે. આ ફળનો આકાર નાનો હોય છે અને તેની અંદર અસંખ્ય પ્રમાણમાં નાના નાના બીજ હોય છે. શું તમે અંજીર ના જ્યુસ વિષે જાણો છો ન જાણતા હો તો અમે તમને જ્યુસ બનાવવા નું બતાવીશું અંજીર નું જ્યુસ માત્ર હેલ્ધી જ નથી હોતું પરંતુ પચી પણ જલ્દી જાય છે. ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કેટલાય પોષક તત્વો હોય છે. અંજીર નું જ્યુસ ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકાય છે. જો તમે અંજીર નો જ્યુસ બનાવવા ઈચ્છતા હોય તો તમારે સૂકા અંજીરને આખી રાત પલાળી રાખવા પડે. ત્યારબાદ સવારે ઊઠીને તેમાં પાણી મેળવીને જ્યુસ બનાવી શકો છો.
અંજીર નું જ્યુસ બનાવવાની રીત:- સમગ્રી – છ તાજા અંજીર, પાણી. અંજીર ને પાણીથી ધોઈ લો અને તેના રેસા કાઢી લો. એના નાના નાના ટુકડા કરીને કાપી લો અને બ્લેડરમાં પીસી લો. હવે આમાં પાણી મેળવીને ફરીથી બ્લેન્ડ કરી લો જો તમે સ્મુદી બનાવવા ઇચ્છો તો તમે એમાં દૂધ મેળવી શકો છો. હવે ગ્લાસમાં કાઢીને પી શકો છો. આના સિવાય જો તમે સૂકા અંજીર નું જ્યુસ બનાવવા ઇચ્છો તો પાંચથી છ સુકા અંજીરને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેમાં પાણી કે દૂધ મેળવીને બ્લેન્ડરમાં કરી લો.
અંજીર ના ફાયદા:-
અનિદ્રાની બીમારીથી છુટકારો:- અંજીર સીધું જ આપણા નર્વસ સિસ્ટમ પર પોતાના પ્રભાવની અસર બતાવે છે. રિસર્ચ પ્રમાણે નર્વસ સિસ્ટમ પર તેનું સિડેટીવ હિપનોટિક પ્રક્રિયા થાય છે. જેનાથી એગ્ઝાઇટી. આધાશીશી અને અનિદ્રાની બીમારીથી છુટકારો મળે છે.
કબજિયાત:- જાણકારોના કહેવા પ્રમાણે ત્રણ અઠવાડિયા સુધી લગાતાર 12 ગ્રામ પ્રતિ કિલોગ્રામ અંજીરના પેસ્ટ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે. અંજીરના જ્યુસમાં પ્રાપ્ય રેચક ગુણ થી કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે. આમાં હાય માત્રામાં ફાઈબર અને લો માત્રામાં ફેટ હોય છે.
પથરીની સમસ્યા માં ઉપયોગી:- બદલાતી ખાણીપીણી, ભાગદોડવાળી લાઈફસ્ટાઇલ ના લીધે કેટલાક લોકો પથરીની બીમારી નો શિકાર બની રહ્યા છે. આ દુનિયામાં ઘણા ખરા લોકો પથરીની સમસ્યાથી પીડાતા હશે. એક અભ્યાસ મુજબ અંજીરમાં એન્ટી યુરોલીથીયેટિક અને ડાયુરેટિક જેવા કેટલાય પ્રકારના તત્વ મળી આવે છે જે પથરીની સમસ્યા માં રાહત આપે છે સાથે જ પથરીને શરીરમાં વધુ મોટી બનતા રોકે છે.
શ્વાસ સંબંધિત બિમારીમાં રાહત:- અંજીરના જ્યુસમાં ફીનોલિક એસિડ મળી આવે છે. સાથે જ જર્ગેનિક એસિડ પણ મળે છે જે શ્વાસ લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે તેનાથી ગળું પણ સાફ રહે છે અને કફ બનતો નથી.
સુગર માં રાહત:- સુગર ના દર્દીઓને અંજીર નું જ્યુસ પીવું જોઇએ આ તેમના માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. આ રક્ત ગ્લુકોઝ લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરે છે. એટલે સુગરની બીમારીમાં રાહત થાય છે.
વજન સંતુલિત રાખવામાં ઉપયોગી:- અંજીર માંથી મળતા ફાઇબરના કારણે ભૂખ લાગે છે અને ખોરાકનું રૂટિન વ્યવસ્થિત બને છે. જોકે આ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે તેનાથી સ્વાસ્થ્ય અને પાચનક્રિયા નું બેલેન્સ રહે છે. તેનાથી શરીરના વજન ને બેલેન્સ રાખવામાં મદદ મળે છે.
ભુલવાની બિમારી માંથી રાહત:- અંજીર જ્યુસમાં વધુ માત્રામાં ફાઇબર, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ પ્રાપ્ત થાય છે સાથે જ ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે આ ઉંમરની સાથે આવવા વાળી ભુલવાની બિમારી માંથી રાહત આપે છે.
મસલ્સ બનાવવા માં મદદરૂપ છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે
નોંધ : પ્રસ્તુત લેખ સામાન્ય જાણકારી માટે જ છે. કોઈપણ પ્રકારની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરના સલાહ સુચન પ્રમાણે કરવું.