ભારતીય મસાલાનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી કરવામાં આવે છે. આ મસાલાઓ આપણા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દૂર કરવામાં અત્યંત અસરકારક હોય છે. આવા મસાલાઓમાં એક લવિંગ છે, જે દરેક રસોડામાં ઉપલબ્ધ હોય છે. લવિંગ બદલાતી ઋતુ દરમિયાન થતી ઉધરસ, શરદી પેટની સમસ્યા કે કોઈપણ પ્રકારના સંક્રમણને દૂર કરવા માટે અત્યંત ફાયદાકારક છે.
આયુર્વેદ પ્રમાણે લવિંગમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ માઇક્રોબીઅલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ગળામાં ખરાશને દૂર કરવામાં અસરકારક હોય છે. તેના સિવાય લીવરના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવામાં, બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને પાચન ને સારું બનાવવાનું પણ કામ કરે છે. એન્ટી ઓક્સિડેન્ટ ગુણની સાથે આમાં એન્ટીવાયરલ અને પીડાનાશક ગુણ પણ હોય છે. જો તમે લવિંગની ચા નો ઉકાળો પીવો તો આનાથી તમે મોસમી બીમારીઓથી પણ પોતાને બચાવી શકો છો.
લવિંગનો ઉકાળો પીવાના ફાયદા:-
1) મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે:- લવિંગનો ઉકાળો પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. જો તમે દરરોજ સવારના સમયમાં લવિંગનો ઉકાળો પીવો છો તો તમારું વજન પણ ઘટશે અને ડાઇજેશન પણ સારું થશે.
2) શરદી-ઉધરસમાં રાહત:- લવિંગમાં એન્ટીવાયરલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે શરદી, કફ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ઉધરસ થવાથી જો તમે લવિંગનો ઉકાળો પીશો તો ગળામાં ખરાશની સમસ્યા દૂર થશે.
3) દાંતના દુખાવામાં રાહત:- જો તમારા દાંતમાં અત્યંત દુખાવો થઈ રહ્યો હોય તો તમે લવિંગની ચા નો ઉકાળો પીવો. આમ કરવાથી તમારો દુખાવો ઓછો થશે અને તમને રાહતનો અહેસાસ થશે. લવિંગમાં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પણ હોય છે જે પેઢાના સોજા ને દૂર કરવામાં ફાયદાકારક હોય છે.
4) ઇમ્યુનિટી બૂસ્ટ કરે:- લવિંગના ઉકાળામાં રોગ પ્રતિકારક ક્ષમતા કે ઇમ્યૂનિટીને શ્રેષ્ઠ બનાવવાની શક્તિ હોય છે જે આપણને ઇન્ફેક્શનના જોખમથી બચાવે છે.
5) પાચનમાં સુધારો કરે:- લવિંગનો ઉકાળો પાચનતંત્રને સારુ બનાવવા માટે અત્યંત ફાયદાકારક છે. કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાને દૂર કરવા માટે તમે લવિંગના ઉકાળાનું સેવન કરી શકો છો
6) સાયનસની સમસ્યા દૂર કરે:- સાયનસના દુખાવામાં આરામ આપવા માટે તમે લવિંગના ઉકાળાનું સેવન કરી શકો છો. આને પીવાથી તમને સાયનસ જેવી ગંભીર સમસ્યામાં ફાયદો થશે. લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં લાળ ને દૂર કરવામાં મદદ કરે છે.
લવિંગ નો ઉકાળો બનાવવાની રીત:- બે કપ જેટલું પાણી એક વાસણમાં નાંખીને ઉકાળો, જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં તમે પાંચ થી છ લવિંગ નાખો, તમે આમાં થોડી ચાની પત્તી પણ ઉમેરી શકો છો. સરસ રીતે ઉકાળીને તેને ગાળીને કપ માં નાખો અને પી લ્યો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)