ડ્રાયફ્રુટ્સ આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારે લાભ પહોંચાડે છે. અને ડ્રાયફ્રૂટ સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. એવામાં એક કાળી કિસમિસ છે જે અનેક ગુણો અને પોષક તત્વોથી ભરપૂર છે. કાળી કિસમિસના ફાયદા વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. કાળી કિસમિસમાં પ્રોટીન, ફાઇબર, શુગર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેથી મોટાભાગના લોકો કાળી કિસમિસને પોતાના ડાયટમાં સામેલ કરે જ છે.
કેટલાક લોકો સવારમાં ખાલી પેટે કાળી કિસમિસ ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો નાસ્તામાં ખાય છે. તેના સિવાય કેટલાક લોકો કાળી કિસમિસને પલાળીને ખાય છે અને તેના પાણીને ફેંકી દે છે. જોકે તમે કાળી કિસમિસને ખાવાની સાથે જ તેનું પાણી પણ પી શકો છો. તમે કાળી કિસમિસના પાણીને સવારમાં ખાલી પેટે પી શકો છો તેનાથી તમને વધારે ફાયદા પ્રાપ્ત થશે.
દરરોજ કાળી કિસમિસનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું બને છે અને રોગોથી બચવામાં મદદ મળે છે. તો આવો આજે આપણે આ લેખમાં ડાયટીશિયન દ્વારા જાણીએ કે ખાલી પેટે કાળી કિસમિસનું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે.
1) એનીમિયા:- કાળી કિસમિસનું પાણી પીવાથી એનિમિયાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે. વળી કાળી કિસમિસમાં આયર્નનું વધુ પ્રમાણ હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને વધારે છે. જ્યારે હિમોગ્લોબિન વધે છે તો એનીમિયા સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે. એનીમિયા થવા પર તમે દરરોજ એક મુઠ્ઠી કાળી કિસમિસ પણ ખાઈ શકો છો.
2) હાઈ બ્લડ પ્રેશર:- આજકાલ હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો તમારું બ્લડ પ્રેશર પણ હાઈ રહેતું હોય તો તમે કાળી કિસમિસનું પાણી પી શકો છો. કાળી કિસમિસમાં પોટેશિયમ વધુ હોય છે. એવા માં કાળી કિસમિસનું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થઈ જાય છે. દરરોજ સવારમાં ખાલી પેટે કિસમિસનું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખી શકાય છે.
3) પાચન:- ખરાબ ખાણીપીણીના કારણે લગભગ લોકો પાચનથી જોડાયેલી સમસ્યાથી પરેશાન રહે છે. જો તમને પણ ગેસ કબજિયાત કે અપચો રહેતો હોય તો તમે દરરોજ સવારમાં ખાલી પેટે કાળી કિસમિસનું પાણી પી શકો છો. કાળી કિસમિસમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબર ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે સાથે જ મળને નરમ બનાવે છે અને મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. આવી સ્થિતિમાં કિસમિસનું પાણી પીવાથી કબજિયાત અને ગેસથી સંપૂર્ણ રીતે છુટકારો મળી શકે છે.
4) ઇમ્યુનિટી:- સ્વસ્થ રહેવા માટે ઇમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે તમે દરરોજ સવારમાં ખાલી પેટે કાળી કિસમિસના પાણીને પી શકો છો. કાળી કિસમિસમાં વિટામીન, મિનરલ અને પ્રોટીન ઉપલબ્ધ હોય છે. આ દરેક પોષક તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.દરરોજ કાળી કિસમિસનું પાણી પીવાથી તમને શરદી, ઉધરસ અને તાવથી પણ આરામ મળે છે.
5) ત્વચા અને વાળ માટે:- કાળી કિસમિસનું પાણી પીવાથી ન માત્ર સ્વાસ્થ્યને લાભ મળે છે પરંતુ આ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. દરરોજ કાળી કિસમિસનું પાણી પીવાથી બોડી ડિટોક્ષ થાય છે, તેનાથી ત્વચામાં નિખાર આવે છે. તેવી જ રીતે વાળને પણ પૂરતું પોષણ મળે છે જેનાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે.
કાળી કિસમિસનું પાણી કેવી રીતે પીવું?:- તમે પણ કાળી કિસમિસના પાણીના ફાયદા વિશે જાણીને તેને જરૂર પિવા ઇચ્છતા હશો પરંતુ તમે વિચારી રહ્યા હશો કે આખરે કાળી કિસમિસનું પાણી કેવી રીતે પીવાય છે? તેના માટે તમે 8 થી 10 કાળી કિસમિસ લો. તેને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. હવે સવારમાં કાળી કિસમિસ ને ખાઈ લો અને સાથે પાણી પણ પી લો.
દરરોજ આવી રીતે કાળી કિસમિસનું પાણી પીવાથી તમને ઘણા લાભ મળી શકે છે. પરંતુ કાળી કિસમિસનું પાણી પીવાથી વજન વધી શકે છે તેથી જો તમે પહેલાથી જ વધારે વજનની સમસ્યાથી પરેશાન હોવ તો આને વધુ દિવસો સુધી પીવાથી બચવું. પરંતુ જો તમે દુબળા પાતળા હોવ તો તેના માટે કિસમિસનું પાણી વરદાન સાબિત થઈ શકે છે. દરરોજ કાળી કિસમિસનું પાણી પીવાથી વજન વધારવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay