મિત્રો આજના સમયમાં અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં પગ પેસારો કરવા લાગી છે અને તેના સચોટ નિદાન રૂપે આજે અમે તમને ખૂબ જ સરસ એક આયુર્વેદિક ફળની ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને અનેક પ્રકારની સમસ્યાઓમાં આયુર્વેદમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળ મળે છે તો એક જ ઋતુમાં, પરંતુ તેનો આપણે બારેમાસ ઉપયોગ કરી શકીએ છીએ અને તે છે આમળા.
આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. આમળાનું સેવન લોકો અનેક પ્રકારે કરે છે જેમ કે આમળાનું ચૂર્ણ, આમળાનો મુરબ્બો, આમળાનું જ્યુસ, આમળાની ચટણી વગેરે. પરંતુ શું તમે ક્યારેય પણ આમળાની ચા નું સેવન કર્યું છે. જી હા આમળાની ચા પીવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભો પહોંચાડે છે.
આમળાની ચા નુ સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે આમળાની ચા વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ જેવા દરેક પોષક તત્વોનો ખજાનો છે. સાથે જ આમળાની ચા એન્ટિઓક્સિડન્ટ ગુણોથી પણ ભરપૂર હોય છે જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે તો આવો જાણીએ આમળાની ચા પીવાથી કયા કયા ફાયદા થાય છે. આમળાની ચા પીવાના ફાયદા:-
1) ઇમ્યુનિટી:- શિયાળાની ઋતુમાં જો તમે ઇમ્યુનિટી મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો તમારે આમળાની ચાનું સેવન કરવું જોઈએ કારણકે આમળાની ચા વિટામિન સી થી ભરપૂર હોય છે. જે તમને શિયાળાની ઋતુમાં વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
2) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાની ચાનું સેવન ફાયદાકારક હોય છે કારણ કે આમળામાં એન્ટી ડાયાબિટીક ગુણ ઉપલબ્ધ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
3) વજન ઘટાડવા:- જો તમે તમારા વધતા વજનથી પરેશાન હોવ અને વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારે આમળાની ચા નું સેવન કરવું જોઈએ. કારણ કે આમળાની ચા નુ સેવન કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં ફાયદો થાય છે.
4) શરીર ડીટોક્સ:- શરીરમાં જમા થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા માટે આમળાની ચાનું સેવન ફાયદાકારક છે. કારણ કે આ ચાનું સેવન કરવાથી શરીર ડિટોક્ષ થાય છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે.
5) પાચનતંત્ર:- આમળાની ચા નુ સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આમળાની ચા ફાયબર થી ભરપૂર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
6) ત્વચા:- આમળાની ચા નુ સેવન ત્વચાને પણ અનેક લાભ પહોંચાડે છે કારણ કે આમળાની ચા નું સેવન કરવાથી ઝેરીલા પદાર્થ બહાર નીકળે છે અને લોહી શુદ્ધ થાય છે. સાથે જ આમળામાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે, જે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
7) બ્લડ પ્રેશર નિયંત્રિત:- આમળાની ચા નુ સેવન બ્લડપ્રેશર ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આમળાની ચામાં અનેક એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.
આમળાની ચા બનાવવી રીત:- આમળાની ચા બનાવવા માટે પેનમાં 2 કપ પાણી નાખો. ત્યાર બાદ પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં, 1 ચમચી છીણેલું આદુ અને 1 ચમચી સૂકા આમળાનો પાવડર ઉમેરી દેવો.. હવે આ મિશ્રણને સારી રીતે ઉકાળો અને પછી ગાળી લો…આમળાની ચા ત્યાર થઇ જશે…તમે ઈચ્છો તો તેમાં થોડું મધ અને એક ચપટી કાળા મરી ને ઉમેરી શકો છો…
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay