સ્ત્રીઓને માસિક ધર્મ કુદરતી રીતે મળ્યું છે. અને આ 3 થી 4 દિવસ દરમિયાન અતિશય દુખાવો થાય છે. આ સમયમાં મહિલાઓ ને પેટમાં, સાથળ માં, પગની પિંડીઓમાં વગેરે મા અસહ્ય દુખાવો થાય છે. શિયાળાની ઋતુમાં વધારે દુખાવો થાય છે. આ પ્રકારનો દુખાવો દૂર કરવા માટે આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ. પરંતુ આ લેખમાં અમે તમને આ દુખાવાથી છુટકારો મેળવવા માટે એકદમ સરળ ઉપાય બતાવીશું. જેથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી તમે છુટકારો મેળવી શકો.
આ દુખાવાથી છુટકારો મેળવવા તમે આપણા રસોઈ ઘરમાંથી જ મળતા અજમાની ચાનું સેવન કરી શકો છો. આ ચા ના સેવનથી પીરિયડ્સ દરમિયાન થતી દરેક તકલીફ દુર થાય છે. અજમા માં વિટામીન અને મિનરલ હોય છે જેમ કે સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે ઉપલબ્ધ હોય છે. જેના દ્વારા આ દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ લેખમાં અજમાની ચા બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જાણીશું.
કેમ ફાયદાકારી છે માસિક ધર્મ દરમિયાન અજમાનું સેવન?:- અજમા માં ઉપલબ્ધ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ના લીધે અજમાની ચાનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળે છે. માસિક ધર્મ દરમિયાન વધારે રક્તસ્ત્રાવ, સોજો અને અતિશય દુખાવા જેવી સમસ્યાઓમાં અજમાની ચા ફાયદાકારક છે. અજમામાં ફાયબર, એંટીઓક્સીડેંટ અને વિટામિન ઈ ભરપૂર માત્રા હોય છે તેથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે અજમાની ચાનું સેવન કરી શકો છો.
અજમાની ચા કેવી રીતે બનાવાય?:-
જરૂરી સામગ્રી અને બનાવવાની રીત :- અજમાની ચા બનાવવા માટે અજમો, ગોળ, ઘી, પાણી અને બ્લેક ટી આટલી વસ્તુ જોઈશે. અજમાની ચા બનાવવાની રીત એકદમ સરળ છે. એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં અડધી ચમચી અજમો નાખીને ઉકાળો. જ્યારે પાણીનો કલર પીળો થઇ જાય એટલે તેમાં અડધી ચમચી બ્લેક ટી નાખો. હવે પાણીને ઉકળવા દો અને તેમાં થોડોક ગોળ એડ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી ઘી નાખો. આ મિશ્રણને ગાળી લો. હવે આ અજમાની ચા પીવા માટે તૈયાર છે.
પીરિયડ્સમાં અજમાની ચા પીવાના ફાયદા:- અજમો અને બીજી અન્ય વસ્તુઓ મળીને અજમાની ચા ને ખાસ બનાવે છે. અજમા ની ચા માં હાજર ગોળથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે, થાક અને અસામાન્ય પીરીયડ ના દુખાવાની સમસ્યા માંથી પણ છુટકારો મળે છે. આ ચા માં ઘી પણ એડ કર્યું છે. અને ઘી માં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન ડી, વિટામિન એ, અને વિટામિન ઈ પણ ઉપલબ્ધ હોય છે જેનાથી દુખાવામાં રાહત મળે છે. આ ચા માં હાજર બ્લેક ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેનાથી પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો અને થાકમાંથી છુટકારો મળે છે. આ રીતે અજમાની ચા ખૂબ જ ફાયદાકારક છે અને તમે આનુ સેવન દિવસમાં બે વાર કરી શકો છો.
અજમાની ચાના અન્ય ફાયદા:- અજમાની ચા પીવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને બીમારી થતી નથી. અજમાની ચાનું સેવન કરવાથી શરદી અને ખાંસી ની સમસ્યા થતી નથી. અજમાની ચા પીવાથી અપચાની સમસ્યા થી છુટકારો મળે છે. અજમાની ચા પીવાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે. કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે અજમાની ચા ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો અજમાની ચા નુ સેવન કરવું જોઈએ. જો તમને અજમા ની એલર્જી હોય કે ત્વચા સંબંધી કોઈ સમસ્યા હોય અથવા અન્ય બીમારી હોય તો એક્સપર્ટની સલાહ લઈને તેનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay