આજની હાઈ ફાઈ લાઇફ સ્ટાઇલ, પ્રદુષણ અને ખાણીપીણી ને લીધે વાળની અનેક સમસ્યાઓ થવા લાગે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ કારણ વગર જ વાળ જાતે જ તૂટીને પાતળા થઈ જાય છે અને કમજોર બની જાય છે. તેથી વાળની માવજત કરવા આપણે અનેક પ્રકારની મોંઘી પ્રોડક્ટો વાપરીએ છીએ. તેમાં અનેક પ્રકારના શેમ્પુ, તેલ, કંડીશનરનો ઉપયોગ કરીએ છીએ. જેમાં વાળનું મસાજથી લઈને તેને પોષણ આપવા સુધીનું ધ્યાન રાખીએ છીએ.
સ્કેલ્પની મસાજ કરવા માટે લોકો અલગ-અલગ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો વાળ નો ગ્રોથ વધારવા હેર ઓઇલની જગ્યાએ દેશી ઘી પણ વાપરી શકાય છે. વાળ માં ઘી લગાવવાની પ્રથા આપણા દાદી અને નાની ના જમાના થી ચાલતી આવી છે.
ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એટલા માટે કેટલાક લોકો પોતાના હેલ્ધી ડાયટમાં આ નો સમાવેશ કરે છે. જોકે આ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારી છે. તમે ઘીનો અનેક પ્રકારે ઉપયોગ કરી શકો છો. ઘી વાળના ગ્રોથની સાથે સાથે ટેકસ્ચર ને પણ સુધારવામાં મદદ કરે છે.
આયુર્વેદિક એક્સપર્ટનું કહેવું છે કે તમે કેમિકલયુક્ત તેલની જગ્યાએ વાળમાં દેશી ઘીની નો ઉપયોગ કરી શકો છો જેથી વાળની સ્થિતિ પહેલા કરતાં સારી થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો આજે પણ પોતાના વાળને હેલ્ધી રાખવા માટે આ જૂની રીતને અપનાવે છે. કેટલીક વાર લોકો આ રીત નથી અપનાવી શકતા કારણ કે શુદ્ધ દેશી ઘી મળવું મુશ્કેલ છે. પરંતુ જો તમે ઘરે જ ઘી બનાવતા હોવ તો વાળમાં તેનો ઉપયોગ કરી શકો છો.
વાળને રાખે છે હાઇડ્રેટ:- વાળની હાયડ્રેટ રાખવા માટે આપણે કેટલાય પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળાની ઋતુમાં લગભગ વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આ ઋતુમાં વાળની સાથે સ્કેલ્પને પણ હાયડ્રેટ રાખવી ખૂબ જ જરૂરી છે. એવામાં તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. વાળ અને સ્કેલ્પની સારી મસાજ માટે આ એક સારો વિકલ્પ છે. તમને જણાવીએ કે ઘીમાં ઉપલબ્ધ હેલ્દી અને રિચ ફેટી હાઇડ્રેશન સ્કેલ્પને અંદરથી પોષણ આપે છે.
વાળને ઝડપથી વધવામાં મદદ કરે:- વાળની અનેક સમસ્યાઓમાં એક હેર ગ્રોથ પ્રોબ્લેમ છે. જેના માટે અનેક મહિલાઓ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર તેની આડઅસર પણ થાય છે. એવામાં તમે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. તેના માટે તેને થોડું ગરમ કરી લેવું અને પછી મસાજ કરવું. આમ કરવાથી વાળનું કન્ડિશનિંગ થશે અને સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને પણ ઉત્તેજીત કરશે. આ વાળના વિકાસમાં વધારો કરીને વાળને જાડા અને લાંબા બનાવે છે.
વાળના ટેકસચર મા સુધારો કરે:- કેમિકલથી ભરપૂર ઉત્પાદનો અને સતત હીટિંગ ટૂલ્સનો ઉપયોગ વાળને ખૂબ જ ઝડપથી રફ અને શુષ્ક બનાવી દે છે. તેના કારણે વાળનું ટેક્સચર પણ ખરાબ દેખાય છે. જો તમારા વાળ પણ શુષ્ક અને રફ હોય તો દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. વાળ અને સ્કેલ્પ પર સીધું દેશી ઘી લગાવવાથી વાળની બનાવટમાં સુધાર આવે છે તેના સિવાય વાળ વધારે લીસા અને ચમકદાર નજર આવે છે.
એક્સપર્ટ થી જાણો વાળમાં ઘી લગાવવા ના ફાયદા:-
ડીપ કંડીશનર ની રીતે કામ કરે છે:- વાળને સમય-સમય પર ડીપ કન્ડિશનિંગની પણ જરૂર પડે છે. તેના માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તમારા વાળમાં ઘીને સારી રીતે લગાવીને મસાજ કરો અને રાત્રે આમ જ રહેવા દો. સુતા પહેલા રાત્રે શાવર કેપ લગાવી લો જેથી તમારો તકિયો અને બેડશીટ પર ડાઘ ન લાગે. આ રીતે તમે તમારા રૂટિનમાં વાળની સ્વસ્થતા જાળવવા માટે તેની માવજત કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay