દરેક મહિલા એવું ઇચ્છતી હોય છે કે પોતાના વાળ સુંદર સ્વસ્થ જાડા અને કાળા હોય, તેની માટે અનેક પ્રકારના ઉપાયો પણ આજમાવતી હોય છે. આ ઉપાયોમાં લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે આ પ્રોડક્ટથી તમારા વાળ ભલે થોડા દિવસો માટે સુંદર દેખાય પરંતુ ધીમેધીમે આ પ્રોડક્ટ તમારા વાળને ડેમેજ કરી શકે છે. તેથી માર્કેટમાં હાજર કેમિકલયુક્ત પ્રોડક્ટની જગ્યાએ તમે ઘરેલુ વસ્તુઓનો સહારો લઈ શકો છો.
આ ઘરેલૂ વસ્તુઓમાં લીંબુ અને દહીં ને શામેલ કરવામાં આવે છે. કદાચ આપણામાંથી કેટલાક લોકો સ્કિન અને વાળની સુંદરતા વધારવા માટે દહીં અને લીંબુનો ઉપયોગ કરે છે. આ મિશ્રણ સ્કીનની સુંદરતા વધારવાની સાથે સાથે વાળની સુંદરતાને પણ વધારવામાં અસરકારક છે. તો આવો જાણીએ દહીં અને લીંબુ લગાવવાના ચમત્કારિક ફાયદા વિશે.
1) દહીં અને લીંબુથી વધી શકે છે વાળ:- ઘરે લીંબુ અને દહી અત્યંત સરળતાથી મળતી વસ્તુઓ છે. દહીંમાં વિટામિન સી અને ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તમારા વાળને સ્વસ્થ રાખવા માં અસરકારક છે. તેની સાથે દહીં પ્રોટિન અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આનાથી તમારા વાળને પ્રોટીન મળે છે જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે. દહીમાં વસા, લેક્ટિક એસિડ, આયર્ન,ફોસ્ફરસ,વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી5, વિટામીન એ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર રૂપે હોય છે. આ બધાં જ પોષક તત્વો તમારા વાળને સુરક્ષિત રાખવામાં અસરદાર છે.
2) કન્ડિશનર ના રૂપમાં:- દહી અને લીંબુ તમારા વાળ માટે કંડીશનરની જેમ કામ કરે છે. જો તમે કોઈ સારા કન્ડિશનરને શોધી રહ્યા હોવ તો માર્કેટમાં હાજર મોંઘા કન્ડિશનરની જગ્યાએ દહી અને લીંબુને તમારા વાળમાં લગાવો તેનાથી તમારા વાળ સોફ્ટ, જાડા અને લાંબા થશે. સાથે જ વાળમાં ચમક પણ વધશે.
3) ડેન્ડ્રફ થી છુટકારો:- વાળમાં દહીં અને લીંબુ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. દહીમાં એન્ટી ફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે જે સંક્રમણને દૂર કરે છે તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે અને તેનો ઉપયોગ કરવા માટે દહીં અને લીંબુને સરસ રીતે મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવીને થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ તમારા વાળને ધોઇ લો આનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
4) વાળ ખરતા અટકાવે:- દહી અને લીંબુ વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે દહી અને લીંબુ સાથે થોડો મીઠો લીમડો નાખી દો તેનાથી વાળનું ખરવું અટકી જશે. સાથે જ તમારા વાળનો રંગ પણ કાળો થશે. તેના સિવાય દહીં તમારા વાળને મોઇસ્ચરાઇઝ પણ કરે છે.
5) રફ વાળની સમસ્યામાં:- રફ વાળની સમસ્યા દૂર કરવા માટે દહી અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. જો તમે રફ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો અઠવાડિયામાં બે વાર દહી અને લીંબુને તમારા વાળમાં લગાવો તેનાથી થોડાક જ દિવસોમાં રફ વાળાની સમસ્યા દૂર થશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay