જે લોકો વારંવાર બીમાર પડે છે તેનું મુખ્ય કારણ ઈમ્યુનિટી સિસ્ટમ હોઈ શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીઓથી બચવા માટે હેલ્ધી ડાયટ લેવો અત્યંત જરૂરી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ મહામારી નો પ્રકોપ ફેલાયેલો છે એવામાં ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવી વધુ જરૂરી બની ગયું છે. ઇમ્યુનિટી વધારવા માટે હવે દવા લેવાની જરૂર નથી. એનું સમાધાન તમારા રસોઇ ઘરમાં જ છે અમે વાત કરી રહ્યા છે કાળા મરીની.
સ્વાદને વધારવા સિવાય કાળા મરીના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે આમાં કેટલાય બાયોએક્ટિવ યૌગીક હોય છે. જેમાં પીપેરિન સૌથી મહત્વપૂર્ણ છે. પીપેરિન એક કુદરતી આલ્કોલોઇડ છે, જે કાળા મરીને તેનો તીખો સ્વાદ આપે છે. પીપેરિન એક પ્રકારનો એંટીઓક્સીડેંટ છે જે હૃદય રોગ અને જૂની બીમારીઓના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.
ડાયટિશિયન ના જણાવ્યા પ્રમાણે દરરોજ ખાલી પેટે લીંબુ વાળા ગરમ પાણી સાથે એક ચમચી કાળા મરીનો પાઉડર લેવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે સાથે જ અનેક પ્રકારના ગંભીર રોગોના જોખમને પણ દૂર કરી શકાય છે. જો તમે માત્ર એક મહિનો આમ કરો છો તો તમને અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
1) ઇમ્યુનિટી સીસ્ટમ બનશે મજબૂત:- કાળા મરીમાં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે સીધી રીતે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાની તાકાત રાખે છે આ મસાલો શરીરની કોશિકાઓને પોષણ આપે છે અને તેમને ડેમેજ થતા રોકે છે. આ બોડી ને ફ્રી રેડિકલ્સ ડેમેજ થી બચાવે છે.
2) શરીરની અંદરથી કરે સફાઈ:- શરીરને સ્વસ્થ રાખવા માટે આંતરડા નું કામકાજ સારું હોવું જરૂરી છે. એક સ્વસ્થ આંતરડા નો મતલબ છે એક સાફ અને ડિટોક્ષીફાઈડ પેટ. આ જાદુઈ મિશ્રણ શરીરના દરેક ઝેરીલા પદાર્થ અને રસાયણોને બહાર કાઢી દે છે. આ પાચનમાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
3) ડિહાઇડ્રેશનથી બચાવે:- ગરમ પાણી, લીંબુ અને કાળા મરીનું મિશ્રણ આંતરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આ શરીરને ડિહાઇડ્રેશનથી બચવા માટે સહાયક છે. આ તમને સંપૂર્ણ દિવસ દરમિયાન ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. સાથે જ ત્વચામાં નમી બનાવી રાખે છે.
4) કાળા મરી વજન ઘટાડવામાં સહાયક:- આ મિશ્રણ વજન ઘટાડવા વાળા લોકો માટે સૌથી સારો વિકલ્પ છે. આ બંને મળીને સારા પાચન માટે મેટાબોલિઝ્મને વધારે છે અને વધારે કેલેરી બર્ન કરે છે. સતત એક મહિના સુધી આ મિશ્રણનું સેવન તમને સારું પરિણામ આપી શકે છે.
5) કબજિયાતમાં ઉપયોગી:- જે લોકો જૂના કબજિયાતથી પીડિત છે તેમને આ મિશ્રણનું સેવન જરૂર કરવું જોઈએ. આ તમારા મળત્યાગ ને સારો બનાવે છે અને કબજિયાતને તોડે છે. આ શરીરના વિષેલા પદાર્થોને બહાર કાઢી ને પેટ અને આંતરડાને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay