શિયાળામાં આપણા રસોડામાં શરીરને ગરમાવો મળે તેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. ઠંડીમાં પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખવું જરૂરી બની રહે છે. જેથી આપણું શરીર કડકડતી ઠંડીથી રક્ષણ મેળવી શકે. શિયાળામાં કાળા ચણા એટલે કે દેશી ચણા ના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે, દેશી ચણાના સૂપનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. આપ સર્વે એ સવારના સમયમાં નિયમિત રૂપથી અંકુરિત કે પલાળેલા ચણા ના ફાયદા વિશે તો જાણ્યું કે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો દેશી ચણાનું રોજીંદુ સેવન શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીથી બચાવી શકે છે અને તમારા શરીરને ગરમ રાખવા નું પણ કામ કરે છે.
દેશી ચણાથી શરીર માં પ્રોટીન, ફાઇબર, મિનરલ, વિટામિન પ્રાપ્ત થાય છે. તેના સિવાય હ્રદય માટે ફાયદાકારક સ્વાસ્થ્યવર્ધક ફેટ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આમ પણ ચણાનું સેવન દરેક સમયે કરી શકાય છે. પરંતુ જો તમે દેશી ચણાના સૂપનું સેવન શિયાળામાં કરશો તો તમારું શરીર ગરમ રહેશે અને જરૂરી પોષક તત્વો પણ પ્રાપ્ત થશે. તો આવો જાણીએ દેશી ચણાના સૂપનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે.
શિયાળામાં દેશી ચણા ના સૂપનું સેવન ના ફાયદા:- બદલાતી ઋતુમાં શરીરને બીમારીઓ અને સમસ્યાઓથી બચાવવા માટે તમારે સ્વસ્થ અને સંતુલિત ખોરાક અપનાવવાની જરૂર છે. શિયાળાની ઋતુમાં ચણા ઘણા જ ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડીમાં દેશી ચણાના સૂપનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો રહે છે અને તાકાત મળે છે.
દેશી ચણા માં ઉપલબ્ધ ફાઇબર, પ્રોટીન,કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ,વિટામિન,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,મિનરલ્સ અને પોટેશિયમ શરીર માટે ઘણું જ ઉપયોગી હોય છે અને શરીરને ગરમ રાખવા નું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દેશી ચણા નુ સેવન ખુબ જ ફાયદાકારક રહે છે અને ડાયાબિટીસના દર્દીઓ ના ગ્લાઇસેમીક ઈન્ડેક્સને સંતુલિત રાખવાનું કામ કરે છે, જેથી શરીરમાં હાજર બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધતું નથી. ઠંડીમાં દેશી ચણા ના સૂપનું સેવન કરવાથી તમને આ ફાયદા મળે છે.
1. યોગ્ય પ્રમાણમાં દેશી ચણા ના સૂપનું સેવન શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ આવવા દેતું નથી. આમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન ઉપલબ્ધ હોય છે, જેનું સેવન શરીર માટે ખૂબ જ ઉપયોગી બને છે. આયર્નનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી.
2. પ્રકાર 2 ડાયાબિટીસ ના દર્દીઓ માટે દેશી ચણા ના સૂપનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દેશી ચણાના સૂપનું સેવન કરવાથી પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓમાં સુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. દેશી ચણામાં કાર્બોહાઈડ્રેડ ઉપલબ્ધ હોય છે, જે લાંબા સમય પછી પચે છે તેના કારણે દર્દીઓમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
3. એવું માનવામાં આવે છે કે દેશી ચણાના સૂપનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં ખૂબ ઉપયોગી બને છે. આમાં ફાઇબર યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે લાંબા સમય પછી પચે છે અને આ તમને જલ્દી ભૂખ લાગવા દેતું નથી. આ સૂપના સેવનથી તમને વારંવાર ભૂખ લાગવાનું મન નથી થતું અને આ દેશી ચણાનુ સૂપ વજન ઓછું કરવા વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.
4. માનવામાં આવે છે કે તેથી ચણાના સૂપનું સેવન શરીરમાં કોલેસ્ટેરોલના સ્તર ને સંતુલિત રાખવામાં ખૂબ જ ફાયદાકારક રહે છે. લો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અને ફાઇબરની ઉપલબ્ધિના કારણે દેશી ચણાના સૂપનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. દેશી ચણાના બનેલા સૂપનું સેવનથી તમારા શરીરમાં એલ.ડી.એલ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે.
5. દેશી ચણામાં પ્રોટીન યોગ્ય માત્રામાં ઉપલબ્ધ હોય છે જે શરીરને નવી કોશિકાઓના નિર્માણ અને માસપેશીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનુ સેવન કરવાથી તમારી માસપેશીઓનો વિકાસ વ્યવસ્થિત રીતે થાય છે.
6. શિયાળાની ઋતુમાં દેશી ચણાના સૂપનું સેવન શરીરને ગરમ રાખવાનું કામ કરે છે, આના સેવનથી કડકડતી ઠંડીમાં થી પણ તમને રક્ષણ મળે છે.
7. દેશી ચણા માં હાજર વિટામીન એ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નિયમિત રૂપે આનુ સેવન કરવાથી ખરતા વાળ અને ત્વચા થી સંબંધિત સમસ્યાઓમાં ફાયદો મળે છે.
8. આજકાલ મોટાભાગની મહિલાઓ ને ઘણી નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા સતાવે છે. તેનું એક કારણ મેગેનીઝ ની ઉણપ પણ હોઈ શકે છે. દેશી ચણામાં મેંગેનીઝ અને આયર્ન હોય છે. મેંગેનીઝ વાળને સફેદ થતા અટકાવે છે. એટલા માટે દેશી ચણાના સૂપનું સેવન આ સમસ્યામાં પણ ફાયદાકારક બને છે.
9. દેશી ચણા માં પુષ્કળ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દેશી ચણાના સેવનથી તમે પોતાને હૃદયની કેટલીય બીમારીઓથી બચાવી શકો છો. આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
દેશી ચણા નું સૂપ બનાવવાની રીત:- શિયાળામાં દેશી ચણાનું સૂપ શરીરને ગરમ રાખવાની સાથે સાથે શરીરને તાકાત પણ આપવાનું કામ કરે છે. આ સૂપ નીચે આપેલી રીત પ્રમાણે ઘરે જ સરળતાથી બનાવી શકો છો.
જરૂરી સામગ્રી:- અડધો કપ અથવા જરૂર પ્રમાણે બાફેલા દેશી ચણા, 1 કપ બાફેલા ચણા નું પાણી, ½ ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી દેશી ઘી, ½ ચમચી શેકેલું જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે.
બનાવવાની રીત:- દેશી ચણાના સૂપને બનાવવા માટે તમે સૌથી પહેલા બાફેલા ચણા લો અને તેમાં થોડા પ્રમાણમાં તેને બાફ્યા બાદ નીકળેલા પાણીને નાખીને મિક્સરમાં સરસ રીતે પીસી લો. બાફેલા ચણાનું પાણી કાઢીને તેને ફરીથી ઉકાળો અને ઉભરો આવતાની સાથે જ તેમાં ચણાની પેસ્ટ નાખી દો. ત્યારબાદ તેને સરસ રીતે મેળવો. હવે એક વાસણમાં દેશી ઘી નાખીને હળવું ગરમ કરો અને તેમાં જીરુ અને મરી પાવડર મેળવો. હવે તેને થોડું શેક્યા બાદ તેમાં ચણાની પેસ્ટ વાળું પાણી મેળવી દો, ત્યારબાદ તેને સરસ હલાવી લો. હવે પોતાના સ્વાદ ને અનુકૂળ મીઠું નાખો. અને તેનું સેવન કરો.
ઉપર બતાવેલી રીત પ્રમાણે દેશી ચણાના સૂપનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે શિયાળાની ઋતુમાં દેશી ચણાના સૂપનું સેવન શરીરને ગરમાવો આપે છે તેના સિવાય આ સૂપ થી શરીરમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો મળે છે. જો તમને કોઈ બીમારી હોય તો આ સૂપનું સેવન કરતાં પહેલાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…