જો યોગ્ય પ્રમાણમાં અને સાચી રીતે ડ્રાય ફ્રુટનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને અનેક લાભ થઈ શકે છે. દરેક ડ્રાય ફ્રૂટમાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. એવું જ એક ડ્રાયફ્રુટ કાજુ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. કાજુમાં પ્રોટીન, આયર્ન, સ્વસ્થ ચરબી, મેગ્નેશિયમ અને ઝિંક વગેરે પોષક તત્વો હોય છે. આના સેવનથી તમારા હાડકા મજબૂત બને છે, હૃદય સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને સંપૂર્ણ દિવસ દરમિયાન તમે ઊર્જાવાન હોવાનો અહેસાસ કરો છો.
પરંતુ શું તમને ખબર છે તમારા મગજના સ્વાસ્થ્ય અને તેની ક્ષમતાને વધારવા માટે કાજુ ઘણું ફાયદાકારક હોય છે. સાથે જ આમાં ફોસ્ફેટીડીલસેરીન મળી આવે છે, જે યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. આનાથી તણાવ પણ દૂર થાય છે. તેના સિવાય કાજૂમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ ઉપલબ્ધ હોય છે. જે તમારા મગજના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં, યાદશક્તિ વધારવામાં અને સોજાને દૂર કરવામાં સહાયતા કરે છે. આનુ સેવન તમે અનેક રીતે કરી શકો છો.
મગજની ક્ષમતા માટે ફાયદાકારક કાજુ:-
1) તણાવ:-કાજૂમાં ઉપલબ્ધ કોપર તમારા શરીરમાં સારી માત્રામાં હોર્મોન અને એન્ઝાઈમ ઉત્પાદન માટે મગજને વધારો આપે છે. સાથે જ આનાથી તણાવ દૂર કરવામાં પણ મદદ મળે છે.
2) યાદશક્તિ:- મગજની શક્તિ ને વધારવા માટે તમે કાજૂનું સેવન કરી શકો છો. કાજૂના સેવનથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે, જેનાથી મગજમાં ઓક્સિજનની માત્રા સારી રીતે પહોંચી શકે છે. તમે તમારું કામ તણાવ વગર કરી શકો છો.
3) ઇમ્યુનિટી:- કાજુના સેવનથી તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થાય છે. કાજુ માં પ્રોટીન અને આયર્ન ઉપલબ્ધ હોય છે, જે શરીર માટે ઘણુ ફાયદાકારક હોય છે. આનાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહો છો અને શરીર નિરોગી રહે છે.
4) મગજ:- આમાં ઉચ્ચ પ્રમાણમાં પોલી-સેચ્યુરેટેડ અને મોનો-સેચ્યુરેટેડ ફેટ્સ ઉપલબ્ધ હોય છે જે તમારા મગજની કોશિકાઓના વિકાસ માટે લાભદાયક હોય છે. આનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને એકાગ્રતા વધે છે.
5) માંસપેશીઓ:- કાજૂમાં પ્રાપ્ત થતા મેગ્નેશિયમ માંસપેશીઓની કળતરને રોકવા માટે મગજની શક્તિમાં સુધારો કરે છે અને શારીરિક ગતિવિધિઓને યોગ્ય રૂપથી જાળવી રાખે છે. આ ડોપામાઇન અને સેરોટોનિનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે, જે ઊંઘ માટે જરૂરી હોય છે. જેથી ઊંઘ પણ સારી આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay