આપણા રસોઈઘરમાં એવી કેટલીય વસ્તુઓ છે જેના ચમત્કારીક ફાયદાઓ હોય છે જેનાથી આપણે બિલકુલ અજાણ હોઈએ છીએ. એવા જ સ્વાસ્થ્યને અસરકારી આપણા સૂકા મસાલા છે. આયુર્વેદમાં તમાલપત્રનું ઘણું મહત્વ છે. તમાલ પત્ર કેટલાય પ્રકારના ખાવાનો સ્વાદ વધારવાની સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે આ લેખ દ્વારા તમાલપત્ર થી શરીરમાં થતા ફાયદા વિશે જાણીશું. આવો આના ફાયદા વિશે જાણીએ.
તમાલપત્ર લોરેલ છોડમાંથી આવે છે જે એક સદાબહાર ઝાડ છે. કેટલીક શોધ દ્વારા જાણવા મળે છે કે તમાલ પત્ર થી બનેલી ચા નું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલને વધારી શકાય છે તેના સિવાય એવું પણ માનવામાં આવે છે કે આને ખાવા કરતાં તેને બાળીને તેની સુગંધ લેવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર કરી શકાય છે. હજારો વર્ષોથી આનો ઉપયોગ કુદરતી ઉપચારના રૂપે કરવામાં આવે છે કારણ કે આમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.
આયુર્વેદ પ્રમાણે તમાલપત્ર ની પ્રકૃતિ ગરમ હોય છે તેથી કફ અને વાયુની પ્રકૃતિને શાંત કરે છે, જ્યારે પિત્ત દોષ ને વધારે છે. તમાલપત્રના પાનનો ડાયાબિટીસ, કેન્સર, પેટની સમસ્યાઓ અને દુખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર ના પાનનો ઉપયોગ કરીને તેલ બનાવવામાં આવે છે, આ તેલનો ઔષધિ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આવો આના ફાયદા વિશે જાણીએ.
હૃદય:- તમાલ પત્ર માં રટિન અને કૈફિક એસિડ જેવા યૌગિક ઉપલબ્ધ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયકારી છે. આ યૌગિક હૃદયની દિવાલો ને મજબૂત કરીને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.
અનિદ્રા:- ઊંઘ ન આવવી એટલે કે અનિંદ્રા એક ગંભીર બીમારી છે. સુતા પહેલા તમારા રૂમમાં ચાર તમાલપત્ર સળગાવીને અથવા પાણીમાં તમાલ પત્ર નાખીને આ પાણી પી જાવ. આ તમારા શરીરને આરામ આપવામાં મદદ કરશે. અનિદ્રાથી લડવામાં એકદમ અસરકારક છે. કારણ કે આ તમારા મગજના કાર્યને શાંત કરે છે. અને તેથી સારી ઊંઘ આવે છે.
ડાયાબિટીસ:- તમાલ પત્ર એન્ટીઓક્સીડેન્ટ નો સારો સ્ત્રોત છે અને ઇન્સ્યુલિનનાં ઉત્પાદનમાં મદદ કરે છે. આ પ્રકારે ટાઈપ 2 ડાયાબિટીસથી લડવામાં અસરકારક છે. તમાલ પત્ર નું સેવન કરવાથી તમારું સુગર લેવલ ઓછું રહે છે અને તમારા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
તણાવ:- માત્ર 10 મિનિટ સુધી તમાલપત્ર ને સૂંઘવાથી તૈયારીમાં આંતરિક શાંતિ જેવું લાગે છે. આ મગજને પણ શાંત કરવાનું કામ કરે છે. તમાલપત્ર મા લીનાલૂલ હોય છે જે યૌગિક ચિંતા નો ઈલાજ કરવા માટે ઓળખાય છે.
ડેન્ડ્રફ:- ડેન્ડ્રફ દૂર કરવા માટે તમે તમારા વાળમાં તમાલપત્રના પાનનું તેલ લગાવી શકો છો. તેના માટે તમે આ તેલના કેટલાક ટિપા શેમ્પૂમાં મેળવી દો અને માથામાં સારી રીતે માલિશ કરો. અને તમારા વાળને સરસ રીતે ધોઈ લો. વાળમાં શેમ્પૂ કર્યા બાદ તમાલપત્ર ને ઠંડા પાણીમાં મેળવીને આ પાણીથી વાળ ધોઈ લો. અને ડેન્ડ્રફ ને બાય કહી દો.
ઈમ્યુનિટી:- તમાલપત્ર માં ઝિંક અને વિટામિન એ હોય છે, તમારી આંખ, નાક, ગળા અને પાચનતંત્ર માટે ખૂબ જ સારું હોય છે. પેટથી જોડાયેલ ગંભીર રોગ સિલીએક રોગથી લડવામાં પણ અસરકારક છે. તમાલપત્ર વિટામિન સી થી ભરપૂર હોય છે જે એક મજબૂત ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબ જરૂરી છે.
નોંધ – આ લેખ સામાન્ય જાણકારી માટે જ છે. જો તમે કોઇ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોવ તો આનું સેવન કરતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો.