આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બીમારીઓનું કુદરતી રીતે નિવારણ કરી શકીએ છીએ. આવી જડીબુટ્ટીઓ માં એક અશ્વગંધા છે. અશ્વગંધા ના નામથી તમે સારી રીતે પરિચિત હશો. આયુર્વેદમાં અશ્વગંધા ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
આ એક કુદરતી ઇમ્યુનિટી બુસ્ટર છે. આ કારણોસર જ કોરોના કાળમાં લોકોએ વિશેષરૂપે આનું સેવન કર્યું છે. તમે અશ્વગંધાનું ચૂર્ણ કે પાવડર પોતાના ડાયટમાં સામેલ કર્યો હશે. પરંતુ જો તમે ઈચ્છો તો અશ્વગંધાના પાનનું સેવન પણ કરી શકો છો. અશ્વગંધાના પાન કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક હોય છે. અશ્વગંધાના પાન અનિદ્રાની સમસ્યા, સાંધાના દુઃખાવા અને તણાવ જેવી સમસ્યાઓ દૂર કરે છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ અશ્વગંધા ના પાન ના ફાયદા.
અશ્વગંધામાં પોષક તત્વ:- આયુર્વેદમાં અશ્વગંધા નો ઉપયોગ કેટલાય રોગોથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અશ્વગંધા માં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેના સિવાય અશ્વગંધા મા ફાઇબર, પ્રોટીન, ઉર્જા, કાર્બોહાઈડ્રેડ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. સામાન્ય રૂપે અશ્વગંધા નો ઉપયોગ તમે ડોક્ટરની સલાહ પ્રમાણે કરી શકો છો.
અશ્વગંધા ના પાન ના ફાયદા:- અશ્વગંધા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. મોટાભાગના લોકો અશ્વગંધા નો ઉપયોગ પાવડરના રૂપમાં કરે છે. પરંતુ તમે ઈચ્છો તો અશ્વગંધાના પાનનું સેવન પણ કરી શકો છો. આને સાચી રીતે ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય લાભ મળે છે. જાણો અશ્વગંધાના પાન ખાવા થી શુ લાભ થાય છે.
1. ત્વચા માટે લાભકારી:- અશ્વગંધા ત્વચા માટે ઘણી જ લાભકારી હોય છે. અશ્વગંધા ના પાન ખાવાથી ત્વચા થી સંબંધિત દરેક રોગ દૂર થાય છે. અશ્વગંધાના નિયમિત સેવનથી કરચલીઓ દૂર થાય છે. આ એક પ્રાકૃતિક વૃદ્ધત્વ વિરોધી એટલે કે એન્ટિ એજિંગ જડી બુટ્ટી છે. ઉમર વધવાના લક્ષણો ને રોકે છે. અશ્વગંધાનું સેવન કરવાથી ત્વચા હંમેશા યુવાન લાગે છે. જો તમને કોઈ ત્વચા સંબંધી રોગ હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે અશ્વગંધાના પાનનું સેવન કરી શકો છો.
2. અનિદ્રાની સમસ્યા દૂર કરે :- જો તમે અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો અશ્વગંધાના પાનનું સેવન કરી શકો છો. અશ્વગંધાના પાન અનિંદ્રા ની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક હોય છે. આમાં અનિંદ્રાની ફરિયાદ દૂર થાય છે. અશ્વગંધાના પાનનું સેવન ઊંઘ ન આવવી તણાવ, ચિંતા અને થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે. આના સેવનથી શારીરિક થાક પણ દૂર થાય છે.
3. ઇમ્યુનિટી કેવી રીતે વધારે:- કોરોના કાળમાં મોટાભાગના લોકો એ ઇમ્યુનિટી વધારવા માટે અશ્વગંધા ને પોતાના ખોરાકમાં સમાવેશ કર્યો છે. અશ્વગંધા એંટીઓક્સીડેંટ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. એવામાં આના સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જો મજબૂત ઇમ્યુનિટી હોય તો કેટલાય પ્રકારના રોગથી બચવા માટે આપણને મદદ મળી રહે છે. આનાથી શરદી, કફ અને ઉધરસની સમસ્યા થી પણ રાહત મળે છે.
4. વાતરોગ દૂર થાય:- જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય તો શરીરના કેટલાક અંદરના અંગો માં વાયુ ભરાઈ જાય છે. તેના કારણે માંસપેશીઓ, સાંધામાં દુખાવો અને સોજો આવી જાય છે. આ સમસ્યાને વાતરોગ કહે છે. આયુર્વેદમાં વાતરોગને દૂર કરવા માટે અશ્વગંધાના પાનનું સેવન કરવા માટે જણાવવામાં આવ્યું છે. અશ્વગંધા વાતરોગને દૂર કરવામાં મદદ કરે છે. આના સેવનથી સોજો, થાઇરોડમાં આરામ મળે છે. આ સમસ્યા પુરુષોની તુલનામાં મહિલાઓને વધુ થાય છે.
5. કેન્સરના સેલને વધતા અટકાવે:- અશ્વગંધા કેન્સર સેલ્સને વધતા રોકે છે. અશ્વગંધા કેન્સરના કારણે થતી કિમોથેરાપી ના દુષ્પ્રભાવને પણ દૂર કરવામાં મદદગાર છે. આ કેન્સર રોગીઓ માટે લાભકારી છે. જો તમે કેન્સર રોગી હોવ તો, ડોક્ટરની સલાહ પ્રમાણે અશ્વગંધાનું સેવન કરવું.
6. હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી:- અશ્વગંધા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડ લેવલને ઓછું કરે છે તેથી આ હૃદય ને સ્વસ્થ રાખે છે.
7. હતાશા નો ઉપચાર:- અશ્વગંધા હતાશાની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. અશ્વગંધાનું સેવન કરવાથી તણાવ, ચિંતા અને થાક દૂર થાય છે. અશ્વગંધા સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલ ના સ્તરને ઓછું કરે છે, તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે. આયુર્વેદમાં ગંભીર હતાશાગ્રસ્ત એટલે કે ડિપ્રેશનથી પીડિત રોગી ના ઈલાજ માટે પણ અશ્વગંધા નો ઉપયોગ કરવામાં આવે છે.
8. માસપેશીઓને મજબૂત બનાવે:- અશ્વગંધા સાંધાનો દુખાવો,કમરનો દુખાવો દૂર કરવા માટે ફાયદાકારક હોય છે. આ માસપેશીઓને વધારે છે. આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ને સ્નાયુઓના સેલમાં સુધારો કરે છે. અશ્વગંધા પુરુષોમાં મસલ્સ માં માસ વધારીને,બોડી ફેટ ને ઓછી કરે છે.
9. લોહીની ઉણપ દૂર કરે:- અશ્વગંધાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. વિશેષરૂપે મહિલાઓ લોહીની ઉણપ એટલે કે એનિમિયા ની સમસ્યા થી પરેશાન રહે છે. એવામાં અશ્વગંધાનું સેવન ખૂબ જ લાભકારી બને છે.
10. પૌરુષ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી:- અશ્વગન્ધા પુરુષો માટે ઘણી ફાયદાકારક હોય છે. આને ખાવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. શુક્રાણુઓની ગુણવત્તા માં સુધારો કરે છે.
11. ડાયાબિટીસ ના રોગીઓ માટે ફાયદાકારક:- જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો ડોક્ટર ની સલાહ પ્રમાણે અશ્વગન્ધા નું સેવન કરી શકો છો. અશ્વગંધા બ્લડશુગરને સંતુલિત કરે છે. તેના સિવાય સંધિવા જેવા રોગોમાં પણ ફાયદાકારક છે.
અશ્વગંધાના પાન ખાવાની રીત:- અશ્વગંધાના પાન ઘણા લાભકારી હોય છે. જેના માટે તમે સૌથી પહેલાં અશ્વગંધાના પાનને ધોઈને સાફ કરી લો. હવે તેને પીસી ને પેસ્ટ બનાવી લો. સવારમાં ખાલી પેટે દૂધ સાથે અશ્વગંધાના પાનનું સેવન કરો. તમે આનું સેવન ત્રણ થી પાંચ મહિના માટે કરી શકો છો. પરંતુ જો કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ અશ્વગંધાના પાનનું સેવન કરવું. અશ્વગંધાના પાનના સેવન દરમિયાન રાત્રિના સમયે દહી, તુવરની દાળ, ફળ અને રાયતુ વગેરેનું સેવન ન કરવું. હંમેશા આયુર્વેદાચાર્ય ની સલાહ પ્રમાણે જ અશ્વગંધાના પાન નું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay