આજનું દુષિત વાતાવણ અને અનિયમિત ભોજન આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. આપણા રસોઈ ઘરમાંથી જ મળી આવતી હિંગ પણ કેટલીય બીમારીઓનો રામબાણ ઈલાજ છે, તેનો ઉપયોગ આપણા દાદી અને નાની દ્વારા કરવામાં આવે છે.
હિંગને આયુર્વેદમાં પાચનમાં સુધારો કરવા વાળી જડીબુટ્ટીના રૂપે ઓળખાય છે. હીંગનો હૃદય, પેટ અને દાંતથી જોડાયેલી અનેક સમસ્યાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય આ કફ, વાયુ અને પીત્તને વધતા અટકાવે છે. પિત્ત ના દોષને બેલેન્સ કરવુ પેટ માટે ખૂબ જરૂરી છે. અને હિંગ પિત્ત ના દોષને બેલેન્સ કરે છે અને ડાયજેશન ને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.
પરંતુ આજે આપણે હિંગ ને ખાવાની વાત નહીં કરીએ પણ તેને લગાવવાની વાત કરીશું. જી હા, પેટ પર હિંગ લગાવવાના ફાયદા અનેક છે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પેટના સોજાને દૂર કરે છે અને ઘણી સમસ્યાઓથી બચાવે છે. આવો જાણીએ પેટ પર હિંગ લગાવવાની રીત અને ફાયદા.
પેટ પર હિંગ લગાવવાની 3 રીત અને ફાયદા:-
1. સરસવના તેલમાં હીંગ મેળવીને લગાવો:- સરસવના તેલમાં હિંગ મેળવીને લગાવવાથી તમારા પેટને ખૂબ જ ફાયદો થાય છે. વળી, ગેસ અને પેટ ફુલવાની સમસ્યામાં આ ઉપાય ખૂબ જ અસરકારક ની વડે છે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ સૌથી પહેલાં સોજાને દૂર કરે છે, ત્યારબાદ એસિડના નિર્માણનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જો તમને પેટની વચ્ચે દુખાવો થાય છે તો હિંગ ને સરકયુલર મોશન માં ફેરવતા ફેરવતા લગાવવાની છે.
જો તમારું પેટ ફુલી ગયું હોય તો હિંગ ગરમ કરી સરસવના તેલ સાથે મેળવીને આખા પેટ પર ઉપરથી નીચેની તરફ માલિશ કરવી. અને એવી રીતે માલિશ કરવી કે ગેસ નીચે ની તરફ આવે. તેના સિવાય તમને છાતીમાં બળતરા થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો હિંગ અને તેલને છાતી પર માલિશ કરતા કરતા પેટની તરફ લગાવવી. આ પ્રમાણે માલિશ કરવાથી તમને થોડીક જ વારમાં રાહત થશે. આ પ્રમાણે તમે હિંગ અને બ્લોટીંગ ની સમસ્યામાં હીંગનો ઉપયોગ કરી શકો છો.
2. હિંગ ગરમ કરીને દેશી ઘી સાથે લગાવો:- હિંગ ગરમ કરીને દેશી ઘી સાથે મેળવીને તમે તમારા પેટ પર લગાવી શકો છો. આ પેટમાં ખેંચાણ ઓછું કરે છે અને બાળકોમાં ગેસની સમસ્યા દૂર કરે છે. તેના સિવાય આ ઉપાય માસિક ધર્મ ના દુખાવાથી પણ રાહત આપે છે. અનિયમિત પીરિયડ્સ અને માસિક ધર્મના લીધે પેટમાં ખેંચાણ થી પણ રાહત આપે છે. મહિલાઓ માટે આ સમય ઘણો કષ્ટ દાયક હોય છે. અને એવામાં હિંગ એક કુદરતી બ્લડ થીનર હોવાના કારણે, પીરિયડ્સ દરમિયાન રકત ના ગઠ્ઠા ને ઓછા કરે છે. તેના પ્રવાહને સુચારુ અને સરળ બનાવે છે.
આ પ્રકારે હિંગ નીચે ના પેટ માં ખેંચાણ ને ઓછું કરે છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે ગર્ભવતી મહિલાઓને ગેસની સમસ્યા થાય ત્યારે તે આ ઉપાય અપનાવી શકે છે. ગર્ભવતી મહિલાઓને પેટનુ ખેંચાણ ઓછું કરવા માટે નાભિ માં આને લગાવી શકે છે. આ પ્રમાણે ઉપયોગ કરી શકાય.
1 ચપટી હિંગ લો. હવે દેશી ઘી ગરમ કરો અને તેમાં હિંગ મેળવો. હવે આને નાભિ મા માલિશ કરો, એ વાતનું ધ્યાન રાખવું કે વધુ પડતી માલિશ ન કરવી, હળવી રીતે કરવી.
3. હિંગને ગરમ પાણીમાં મેળવીને લગાવો:- નાભિ ખસવા પર હિંગનો લેપ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના માટે હિંગને ગરમ પાણીમાં મેળવો અને તેનો એક લેપ તૈયાર કરો. ત્યારબાદ તેને તમારી નાભિ પર લગાવો અને હળવા હાથથી તમારી નાભિની આસપાસ માલિશ કરો. આ પ્રમાણે નાભિ પર લગાવવાથી તમને દુખાવામાંથી રાહત મળશે.
આના સિવાય કોઈ જીવજંતુ કરડ્યું હોય કે ડંખ માર્યો હોય તો તમે હિંગને લસણના તેલમાં મેળવીને પ્રભાવિત જગ્યા પર લગાવી શકો છો. આ પ્રમાણે આ કુદરતી ઔષધિના રૂપે કામ કરે છે, કરડેલા અને ડંખના અસરને ઓછું કરે છે. સાથે જ આનો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ઘાવ ને ઠીક કરવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay