મિત્રો આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેવી જ રીતે તેનું ચૂર્ણ પણ આપણા સ્વાસ્થ્યને અનેક લાભ પહોંચાડે છે. આમળાની જેમ જ હળદર પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે ક્યારેય આમળાના ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન કર્યું છે? જી હા આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન સ્વાસ્થ્યને અનેક લાભ પહોચાડે છે.
આ મિશ્રણ નું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે કારણ કે આમળા ના ચૂર્ણ માં વિટામીન સી, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, આયર્ન,પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેવી જ રીતે હળદરમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિટ્યુમર,એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, કાર્ડીઓપ્રોટેક્ટિવ ગુણ હાજર હોય છે, જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. તો આવો જાણીએ આમળાનું ચૂર્ણ અને હળદરના કયા કયા ફાયદા થાય છે.
આમળાનું ચૂર્ણ અને હળદરના 6 ફાયદા:-
1) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન ફાયદા કારક હોય છે. કારણ કે આ મિશ્રણમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ગુણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. સાથે જ આ મિશ્રણનું સેવન ઇન્સ્યુલિનના પ્રમાણને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ થાય છે.
2) રોગ પ્રતિકારક ક્ષમતા:- આમળાનું ચૂર્ણ અને હળદર એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેથી આ મિશ્રણનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. જેથી તમે વાયરસ અને બેક્ટેરિયા થી સુરક્ષિત રહી શકો છો.
3) પાચનતંત્ર:- પાચન સ્વાસ્થ્ય માટે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણમાં ફાયબર ઉપલબ્ધ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
4) લીવર:- આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન લીવર માટે ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણનું સેવન કરવાથી શરીરમાં હાજર ઝેરીલા પદાર્થ બહાર નીકળે છે, જેથી લીવર સ્વસ્થ રહે છે. અને લીવર સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.
5) હૃદય:- આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન હૃદય માટે ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે જેથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.
6) વજન ઘટાડવા:- જો તમે તમારા વધતા વજનથી પરેશાન હોવ અને વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો તમારે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન કરવું જોઈએ કારણ કે આ મિશ્રણમાં હાજર ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ રીતે તમે હળદર અને આમળાના ચૂર્ણનું સેવન કરી શકો છો:- આમળાનું ચૂર્ણ અને હળદરમાં મધ મેળવીને ખાઈ શકાય છે. આમળાનું ચૂર્ણ અને હળદરને હૂંફાળા પાણીમાં મેળવીને સેવન કરી શકાય છે. આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણમાં સાકર મેળવીને ખાઈ શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay