અસંતુલિત ખાણીપીણી અને અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે આજના સમયમાં પાચનને લગતી તથા બીજી અનેક પ્રકારની સમસ્યા મોટા ભાગના લોકો માં જોવા મળે છે. આ સમસ્યાથી થી બચવા માટે એક્સપર્ટ હમેશા સંતુલિત ભોજન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપે છે. ઘરમાં જ એવા અનેક ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. એવો જ એક અજમો છે જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે. અજમામા અનેક પ્રકારના ગુણો રહેલા છે.
અજમો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે તેનું સેવન કરવાથી પેટના દુખાવાથી લઈને ગેસની સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે. આમ તો કોઈ પણ સમયે અજમો ખાઈ શકાય છે પરંતુ શું તમે જાણો છો રાત્રે સુતા સમયે અજમાને ખાવાથી તેનું પરિણામ ખૂબ જ સારું મળે છે.
આયુર્વેદાચાર્યનું કહેવું છે કે રાત્રે સુતા પહેલા અજમાને ખાવાથી તમારી પાચન ક્રિયા ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. તેની સાથે જ બીજી અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે તો આવો વિસ્તારથી જાણીશું રાત્રે સુતા પહેલા અજમો ખાવાના ફાયદા.
1) અનિંદ્રા દૂર કરે:- રાત્રે જો તમને સારી ઊંઘ ન આવતી હોય તો તમે અજમાનું સેવન કરી શકો છો. રાત્રે સુતા પહેલા જો તમે અજમાનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ શાંત થાય છે. જેનાથી તમને સારી ઊંઘ આવી જાય છે સાથે જ આનાથી તમને કોઈપણ પ્રકારની આડ અસર પણ નથી થતી.
2) શરદી કફમાં રાહત:- જો તમને શરદી કફ ની સમસ્યા હોય તો રાત્રે સુતા પહેલા ગરમ પાણી સાથે અજમાનું સેવન કરો. તેનાથી તમે શરદી કફ માં રાહત મેળવી શકો છો. અજમા નું સેવન કરવા માટે એક ચમચી અજમો લો હવે તેમાં એક ચપટી સંચળ મેળવીને ફાકી લો. ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણી પી લો. આનાથી તમને ખૂબ જ આરામ મળશે.
3) કમરના દુખાવામાં રાહત:- જો તમને કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો રાત્રે સુતા પહેલા એક ચમચી શેકેલા અજમા નું સેવન કરો. અજમો ખાધા બાદ એક ગ્લાસ ગરમ પાણી જરૂર પીવો. ધ્યાન રાખવું કે આનુ સેવન ભોજન કર્યા બાદ જ કરવું. આમ કરવાથી થોડાક જ દિવસોમાં કમરના દુખાવાથી આરામ મળશે. તેના સિવાય તમે અજમાનો લેપ લગાવો એનાથી તમને ખૂબ જ રાહત થશે.
4) ડાયરિયા માં ફાયદાકારક:- ડાયરિયા ના દર્દીઓ માટે પણ અજમો ખૂબ જ લાભદાયક છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી કરો. તેમાં એક ચમચી અજમો નાખીને સરસ રીતે ગરમ કરી લો હવે આને સુવાના લગભગ 30 મિનિટ પહેલા પીવો. આ પાણી પીવાથી ડાયરિયા અને પેટથી જોડાયેલી દરેક સમસ્યાઓમાં જલ્દી રાહત મળશે.
5) સાંધાના દુખાવામાં રાહત:- રાત્રે સુતા પહેલા અજમાનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે એક ચમચી અજમાને ફાંકો અને એક ગ્લાસ ગરમ પાણી પીવો. આનાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત થશે.
6) કબજિયાતથી રાહત:- કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે એક ચમચી કાચા અજમાને તવા પર શેકી લો હવે રાત્રે સુતા પહેલા આને ચાવીને ખાઈ લો ત્યારબાદ ગરમ પાણી પી લો તેનાથી સવાર સુધી તમારું પેટ સાફ થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)