આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને ડાયરિયા, કબજીયાત કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોય તો બીલીના ફળનો ઉપયોગ કરી શકો છો. આવી સમસ્યાઓના ઇલાજમાં બીલીના ફળનો પાવડર અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. બીલીના ફળ વિશે તો તમે સૌ જાણતા જ હશો. જો તમે આના ફળનું સેવન ન કરી શકતા હોવ તો તેના પાવડરનું પણ સેવન કરી શકાય છે.
બીલી એક મીઠું અને સુગંધિત ફળ છે જેને વુડ એપલ, બઁગાલ ક્વીન્સ, ઇન્ડિયન બેલ અને સ્ટોન એપલ ના નામથી પણ ઓળખાય છે. આ દેશી ફળ પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. બીલી ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટેનું એક પાવરફૂલ ફળ છે. ઉનાળામાં વિશેષરૂપે બીલી નું શરબત શરીરને ઠંડક પહોંચાડે છે અને તમને હાયડ્રેટ રાખવામાં મદદ કરે છે.
એક અધ્યયન પ્રમાણે આ ફળ માં પાણી, ખાંડ, ફાઇબર, પ્રોટીન, ફેટ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને બધા જ વિટામિન હોય છે. આ બધાં જ પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે. એટલું જ નહીં હૃદય અને મગજ માટે પણ ખૂબ જ સારું ટોનિક છે. આ ફળ જ્યુસ અને પાવડરના રૂપમાં ઉપલબ્ધ હોય છે. આજે આપણે બીલી ના પાવડર વિશે વાત કરીશું. આ પાવડર તમને બજારમાં સરળતાથી મળી રહે છે. આનું સેવન કરવાથી અનેક રોગો દૂર કરી શકાય છે. કોઈપણ મસાલા હોય કે જડીબુટ્ટી હોય પરંતુ તેને યોગ્ય માત્રામાં લેવાથી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ. તો આપણે નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે બીલીના પાવડરથી થતા લાભ વિશે જાણીએ.
સ્વાસ્થ્ય માટે બીલી ફળ ના પાવડર ના ફાયદા:-
1) વજન ઘટાડે:- બીલીનો પાવડર વજન ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. વિશેષરૂપે આ તમારા પેટની ચરબીને ઓછું કરવાનો એક શ્રેષ્ઠ નુસખો છે. ઘણી મહિલાઓને પોતાના પેટની ચરબી વધવાની સમસ્યા રહે છે અને તે આને ઓછું કરવા માટે દરેક પ્રકારના નુસખા શોધતી હોય છે. બીલી ફળના પાવડરમાં કેટલાક એવા ગુણ હોય છે જે પેટની ચરબીને ઓછી કરવામાં કારગર નિવડે છે.
2) કબજિયાતમાં ફાયદાકારક:- નિષ્ણાતના કહેવા મુજબ આજકાલ ની ખાણીપીણી અને જીવનશૈલીને જોઈએ તો બીલી નો પાવડર લોકો માટે વરદાન રૂપ સાબિત થાય છે. ખાવાની ખરાબ આદતોને કારણે કબજિયાત અને પાઇલ્સ ની સમસ્યા થાય છે. એવામાં બીલી ફળ ના પાવડરથી કબજીયાતથી છુટકારો મેળવી શકાય છે. બીલી પોતાના એંટી ફંગલ અને એન્ટી બેક્ટીરિયલ ગુણોને કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક ફળ છે.
3) ડાયાબિટીસને નિયંત્રિત કરે છે:- બીલીમાં રેચક પદાર્થ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને તેનાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે. આમ ડાયાબિટીસના દર્દીઓ માટે બીલીનો પાવડર કોઇ વરદાનથી સહેજ પણ ઓછો નથી.
બીલીના પાવડર નું સેવન કેવી રીતે કરવું:- નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે દિવસમાં એકથી અડધી ચમચી સુધી બીલીના પાવડર નું સેવન કરવું સારું ગણાય છે. સવારમાં એક ચમચી ખાલી પેટે બીલીના પાવડરને પાણી સાથે લો, અને બપોરે કે રાત્રે જમ્યા બાદ અડધી ચમચી લેવી. તમારે આને સાત દિવસ સુધી લેવાનું છે. ત્યારબાદ બીજા સાત દિવસ આનું સેવન ન કરવું.
ત્યારબાદ ફરી સાત દિવસ સુધી સેવન કરવું. આ રીતે બીલીના પાવડરનું સેવન કરવાથી તમને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. બીલીનો પાવડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ અમુક બીમારીઓથી પીડિત લોકો માટે બીલી નુકસાનદાયક બની શકે છે તેથી આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay