મહિલાઓમાં કમરના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. પહેલું હોર્મોનલ અસંતુલન ના કારણે કેલ્શિયમનું ઓછું થવું. બીજું હાડકા અને સાંધામાં નમીની ઊણપ અને ત્રીજુ રોજિંદુ કામકાજ અને આરામની ઉણપ. આવા કારણોસર મહિલામાં કમરના દુખાવાની સમસ્યા થાય છે. એવામાં કેટલીકવાર મહિલાઓ દવાઓનું સેવન કરવા નથી ઈચ્છતી તો તેવી સ્થિતિમાં કેટલાક ઘરેલુ નુસખા તેમની મદદ કરી શકે છે આવો અમે તમને જણાવીશું આવા ઘરેલું નુસ્ખા વિશે કે જે કમરના દુખાવામાં રામબાણ ઈલાજ ના રૂપમાં સાબિત થશે.
મહિલાઓમાં કમરના દુખાવાના ઘરેલુ ઉપચાર:-
1. હર્બલ બામ:- હર્બલ બામ ની માલીશ કરવાથી કમરનો દુખાવો દૂર થઇ શકે છે. કમરનો દુખાવો થવાથી કેટલીક વાર જો તમે એવો કોઈ કુદરતી ઉપાય ઇચ્છતા હોવ તો હર્બલ બામ છે જે ઝડપથી કામ કરે છે અને તમારા દુખાવાને પણ દૂર કરે છે. એવામાં ઘરે બનાવેલો આ હર્બલ બામ તમારા દુખાવાને દૂર કરશે અને તેને લગાવીને તમારી પીઠ ની માલીશ કરી શકો છો. આને લગાવવાથી ગરમી ઉત્પન્ન થશે અને દુખાવો દૂર કરવામાં ઝડપથી અસરકારક બનશે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ સોજાને દૂર કરે છે અને દુખાવામાં રાહત આપે છે.
આ પ્રમાણે બનાવી શકાય હર્બલ બામ. એક વાડકી પીપરમેન્ટ નું તેલ લેવું. ત્યારબાદ તેમાં અજમો મેળવવો. બંને ને એક સાથે ગરમ કરો. હવે તેમાં થોડું કપૂર મેળવો. હવે જ્યારે આ સંપૂર્ણ રીતે જાડું થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરીને બંધ કરી લેવું. જ્યારે પણ દુખાવો થાય ત્યારે આ બામ લગાવો.
2. મહુવા નું તેલ:- કમરના દુખાવામાં મહુવા નું તેલ અકસીર ગણાય છે. આ તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે માલિશ કરવાથી જૂનામાં જૂનો દુખાવો ઠીક થઈ જાય છે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ માસપેશીઓમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સોજો તથા દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. જો તમને વારંવાર કમરનો દુખાવો થતો હોય તો તમારે દરરોજ રાત્રે સૂતાં પહેલાં તમારા કમરમાં નવશેકું ગરમ કરીને મહુવાના તેલની માલિશ કરવી.
3. હળદર અને ચૂનાનો લેપ:- હળદર અને ચૂનાનો લેપ કમરના દુખાવામાં આરામ આપી શકે છે. હળદર માં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, સાથે જ આ માં ઉપલબ્ધ કરક્યુમિન કોઈ પણ દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે. ચૂનામાં કેલ્શિયમ કાર્બોનેટ ની સારી માત્રા હોય છે જે હાડકાં માટે ફાયદાકારક છે. તમે આ બંને વસ્તુને મેળવીને લેપ બનાવી શકો છો અને તમારા હાડકા પર લગાવી શકો છો અને દુખાવાથી રાહત મેળવી શકો છો. જો તમારી પાસે ચૂનો ન હોય તો હળદરમાં લવિંગ પીસીને તેમાં મિક્સ કરી કમરના દુખાવા પર લગાવી શકો છો. હળદર ની તાસીર ગરમ હોય છે તેથી આ દુખાવો દૂર કરવામાં મદદરુપ બને છે.
4. લવિંગ નો બામ:- જો તમને કાયમ જ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તમે લવિંગના બામ નો ઉપયોગ કરી શકો છો. લવિંગમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે દુખાવામાં રાહત આપે છે. આ બામ ગાયના ઘી માંથી બને છે જે ઓમેગા-6 જેવા સારા ફેટ થી ભરપુર છે. આ તમારા હાડકા અને માંસપેશીઓમાં નમી લાવે છે એટલે કે લ્યુબ્રીકેન્ટ્સની રીતે કામ કરે છે. આ બામ તમારા હાડકા માં લચકતા લાવે છે અને દુખાવો દુર કરે છે આ બામ નીચે પ્રમાણે બની શકે છે. ગાયનું ઘી લેવું અને તેમાં લવીંગનો પાવડર મેળવીને તેને પકવવું. સરસ રીતે પાકી જાય પછી તેને ડબ્બામાં બંધ કરી દેવું અને ફ્રિઝમાં મૂકી દેવું. જો તમે ઈચ્છો તો તેને બહાર પણ રાખી શકો છો. દુખાવો થાય ત્યારે આ બામ થી કમર ની માલીશ કરવી.
5. યુકેલિપ્ટસ ઓઇલ:- નવશેકા ગરમ પાણીથી ડોલ ભરીને તેમા યુકેલિપ્ટસ એસેન્શિયલ ઓઈલ ના કેટલાક ટીપાં નાખવા. આ પાણીથી દરરોજ નાહવું કે પછી આ પાણીથી કમરનો શેક કરવો. આ પ્રકારે આ તેલનો ઉપયોગ કરવાથી તમારી નસો અને માંસપેશીઓને આરામ મળશે અને કમરના દુખાવામાં રાહત થશે. આ પ્રકારની પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કમરના દુખાવાને દૂર કરી શકાય છે. તદુપરાંત જો તમને આરામ ન મળે તો તેના ઈલાજ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay