પથરીનો દુખાવો અતિ પીડાદાયક હોય છે. મુખ્ય રૂપે જો કિડનીમાં પથરી હોય તો સર્જરી કરીને કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે. એવામાં કેટલાક લોકો પથરીની સમસ્યા ને ઘરગથ્થુ ઉપચારો અને ખાણી પીણીથી દૂર કરવાની કોશિશ કરે છે. કિડની માં પથરી હોય તો કેટલાય સ્વાસ્થ્ય ચિકિત્સકો વધુ ને વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપે છે. જેથી કરીને પથરીમાં થતી તકલીફ ને ઓછી કરી શકાય. પથરી દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર વિશે જાણીએ.
ભીંડા:- ભીંડા એ એક એવું શાકભાજી છે કે જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ પણ એક ખૂબ જ પ્રભાવી આયુર્વેદિક ઉપચાર છે. તમારા આહારમાં ભીંડાને સામેલ કરવાથી કિડનીમાં રહેલી પથરીને કાઢવામાં ખૂબ જ લાભ થાય છે. આમાં મેગ્નેશિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. આમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
મૂળા અને ગાજરનું ચૂરણ:- દસ ગ્રામ મૂળાના બીજ, દસ ગ્રામ ગાજર ના બીજ, વીસ ગ્રામ ગોખરુ, પાંચ ગ્રામ જવાખાર અને પાંચ ગ્રામ હઝરૂલ યહુદ ને પીસીને પાવડર બનાવી લો. હવે તેની ઓછામાં ઓછી 3-3 ગ્રામ ની પડીકીઓ બનાવી લો. એક પડીકી સવારે, બીજી સાંજે અને ત્રીજી પડીકી રાત્રે પાણી કે દૂધ સાથે લેવી.
લીંબુ અને ઓલિવ ઓઈલ:- આ સંયોજન અજીબ છે પણ એકદમ અસરદાર આયુર્વેદિક ઉપચાર છે. લીંબુનો રસ પથરીને તોડવામાં મદદ કરે છે. જ્યારે જૈતુન નું તેલ મુલાયમ બનાવવાનું કામ કરે છે જેથી પથરી મુશ્કેલી વગર કિડની માંથી નીકળી જાય. જે લોકો પોતાની કિડની માંથી પથરી ને બહાર કરવાની ઇચ્છા રાખે છે તેઓ આ પ્રવાહીને પીને કુદરતી રૂપે પથરીને બહાર કાઢી શકે છે. જ્યાં સુધી પથરી ન નીકળે ત્યાં સુધી આ પ્રવાહીનું સેવન કરવું.
તુલસી:- કિડનીમાં પથરી થી પીડિત લોકોને મૂત્ર ના માધ્યમથી પથરીને બહાર કાઢવા માટે ઘણું બધું પાણી પીવું જોઈએ. સારા રીઝલ્ટ માટે તુલસીના રસને પાણી સાથે પીવું જોઈએ. કારણકે તુલસીમાં પ્રવાહી પદાર્થ, ખનીજ અને યુરિક એસિડ ના સંતુલનને જાળવી રાખવા મા અસરકારક છે. તુલસી કિડનીઓને, ખનિજો અને પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે અને પાચન તથા અવશોષણ ની પ્રક્રિયા ને પ્રોત્સાહન આપે છે.
તરબૂચ:- એક ચતુર્થાંશ ચમચી ધાણા પાવડર સાથે એક કપ તરબૂચનો રસ પીવાથી કિડનીમાં પથરી થી ફાયદો થાય છે. તરબૂચમાં ઉચ્ચ માત્રામાં પોટૅશિયમ લવણ હોય છે જે પેશાબમાં બળતરા ના સ્તર ને નિયંત્રિત કરે છે છે.
નારિયેળ:- જો કોઈને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો તેને દરરોજ નારિયેળનું સેવન કરવું જોઈએ. નારિયેળ પોષક તત્વોથી ભરપુર હોય છે આ કિડની ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. આ કિડનીમાં પથરી નો આયુર્વેદિક ઉપચાર રીતે ખૂબ જ સારો વિકલ્પ છે. આ પથરીને ઓગાળવામાં મદદ કરે છે અને અંતે પેશાબ દ્વારા તેને બહાર કાઢી નાખે છે.
દાડમનો રસ:- દાડમનો રસ કિડનીમાંથી ઝેરીલા પદાર્થોને બહાર નીકાળી દે છે અને પેશાબમાં બળતરા નું સ્તર ઓછું કરે છે. દાડમનો રસ કિડનીની પથરીને દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ પોટેશિયમનો એક સારો સ્ત્રોત છે પોટેશિયમ મિનેરલ્સ ક્રિસ્ટલ ના સંગઠન ને રોકે છે જે કિડનીની પથરી નું કારણ બને છે. આ પથરીના નિર્માણને ઓછું કરે છે.