આપણા શરીરમાં ક્યારેક ગાંઠો થાય છે જેને સામાન્ય ભાષામાં રસોળી પણ કહી શકાય છે. શરીરમાં આવા પ્રકારની ગાંઠો થવાના અનેક કારણ હોઈ શકે છે. શરીરમાં થતી આવી ગાંઠોના પરિણામ ક્યારેક ઓછા તો કે ક્યારેક વધારે ગંભીર પણ હોઈ શકે છે. શરીરમાં ગાંઠોને દૂર કરવા માટે આયુર્વેદિક ઉપચાર અત્યંત સરળ છે. શરીરમાં થતી આવી ગાંઠો ને સહેજ પણ નજર અંદાજ ન કરવી જોઈએ કારણકે તેનું પરિણામ કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ હોઈ શકે છે. અહીં આપવામાં આવેલા આયુર્વેદિક ઉપચારો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
શરીરની ગાંઠો ના આયુર્વેદિક ઉપચાર:-
1) નિર્ગુડી શરીરમાં થતી ગાંઠો ના ઉપચારો માટે સૌથી અસરકારક આયુર્વેદિક દવાઓ માંથી એક છે. શરીરમાં કોઈપણ પ્રકારની ગાંઠ થવા પર નિર્ગુડીના 20 થી 25 મિલી ની માત્રામાં ઉકાળો લેવો અને તેમાં એક થી પાંચ મિલી એરંડીયાનું તેલ મેળવવું. આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધા બાદ તેનું થોડું થોડું સેવન કરવું તેનાથી ગાંઠ ઠીક થવામાં મદદ મળશે.
2) શરીરમાં ગાંઠોથી પરેશાન દર્દીઓ માટે આંકડાનું દૂધ પણ ફાયદાકારક છે. શરીરમાં કોઈપણ પ્રકારની ગાંઠ થવા પર આંકડાના દૂધને લઈને તેમાં થોડી માટી મેળવીને ગાંઠ વાળા ભાગ પર લગાવો તેનાથી ગાંઠ મટી જશે.
3) શરીરમાં થતી આ પ્રકારની ગાંઠોથી છુટકારો મેળવવા માટે કચનારની છાલ અને ગોરખમુંડીનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ગાંઠોની સમસ્યા દૂર કરવા માટે 25 થી 30 ગ્રામ કચનાર ની તાજી સૂકી છાલને મોટી મોટી વાટી લઈને તેનું ચૂર્ણ બનાવવું. હવે કચનારના ચૂર્ણને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવું અને સરસ રીતે ઉકળ્યા બાદ તેમાં એક ચમચી ગોરખમુંડી નાખવી અને તેને પણ થોડા સમય માટે ઉકાળવી. આ મિશ્રણને ગાળી લેવું અને દિવસમાં બે વાર સેવન કરવું. આમ કરવાથી ગળા, ઝાંઘ, પ્રોસ્ટેટ, હાથ, બગલ, ગર્ભાશય, કાકડા, થાઇરોડ અને સ્તન માં થતી ગાંઠો ને દૂર કરી શકાય છે.
4) શરીરની ગાંઠો ના આયુર્વેદિક ઉપચારમાં ઘઉંના લોટનો ઉપયોગ કરી શકાય છે. ઘઉંના લોટમાં પાણી નાખીને તેમાં પાપડ ખારો નાખવો અને સરસ રીતે મેળવી લીધા બાદ આ મિશ્રણનું સેવન કરો તેનાથી શરીરમાં થતી કોઈપણ પ્રકારની ગાંઠથી બચી શકાય છે.
5) એરંડિયા ના તેલનો ઉપયોગ શરીરમાં થતી ગાંઠોના ઉપચાર માટે લાભદાયક માનવામાં આવે છે. શરીરમાં થતી ગાંઠોને દૂર કરવા માટે એરંડાના બીજ અને હરડે ને પીસી લો આ મિશ્રણને એક સ્વચ્છ કપડા લઈને સરખી માત્રામાં લઈને પીસી લો. આ મિશ્રણને એક સ્વચ્છ કપડામાં બાંધીને ગાંઠ વાળા ભાગ પર બાંધી લેવાથી ગાંઠ દૂર થાય છે .
6) શરીરમાં ચરબીની ગાંઠ ના ઈલાજ માટે હળદર ખૂબ જ ફાયદાકારક છે. હળદરના પાવડરમાં સરખી માત્રામાં પાણી મેળવો આ પેસ્ટને ગાંઠ પર લગભગ 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખો અને સમય પૂરો થઈ ગયા બાદ પાણીથી ધોઈ લો. તેનાથી દર્દીને રાહત થશે આ ઉપરાંત હળદર વાળું દૂધ પીવાથી પણ ચરબીની ગાંઠને ઠીક કરી શકાય છે.
7) ચરબીની ગાંઠને ઠીક કરવા માટે લીંબુનો ઉપયોગ લાભદાયક છે લીંબુના રસ અને પાણીને સરખી માત્રામાં મેળવીને તેને ગાંઠ પર લગાવો અને તેને સુકાવા દો. આવું દિવસમાં બે થી ત્રણ વાર કરવાથી ગાંઠના દર્દીઓને લાભ થશે તેના સિવાય લીંબુનું શરબત પીવાથી પણ ગાંઠની સમસ્યાને દૂર કરી શકાય છે.
8) શરીરમાં ચરબીની ગાંઠ થવા પર સરકા નો ઉપયોગ કરવો. સરકો અને પાણીની સરખી માત્રા લઈને તેને સ્વચ્છ સુતરાઉ કપડામાં લગાવીને ગાંઠ પર લગાવો હવે આ મિશ્રણ સુકાયા બાદ તેને નવશેકા ગરમ પાણીથી ધોઈ લો તેનાથી ગાંઠ દૂર થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)