આજની ભાગદોડ ભરેલી અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે આપણે ખાણીપીણી પર પણ ધ્યાન નથી આપી શકતા, તેથી આપણા સ્વાસ્થ્ય માં અનેક પ્રકારની બીમારીઓ નો રાફડો ફાટે છે. તેવીજ એક બીમારી કોલેસ્ટ્રોલ છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર તમારા હૃદયના સ્વાસ્થ્યની ખરાબી કરી શકે છે. લોહીમાં આ ગંદા પદાર્થના લેવલને વધવાથી તમને હાર્ટ એટેક સ્ટ્રોક અને હૃદયથી જોડાયેલી બીજી અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખરાબ ખાણી પીણી સુસ્ત જીવનશૈલી અને વ્યાયામની કમી ના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે.
કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડી શકાય?:- કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવાની સૌથી સરળ રીત એ છે કે તમે અનહેલ્ધી ડાયટ છોડી દો અને દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરો. મસલન વર્કઆઉટ, યોગ, રનીંગ, સ્વિમિંગ વગેરે કરી શકો છો.
કોલેસ્ટ્રોલ ઘટાડવાની આયુર્વેદિક રીત:- કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે કેટલીક આયુર્વેદિક રીતો નો પ્રયોગ કરી શકો છો. આયુર્વેદિક ડોક્ટરે કોલેસ્ટ્રોલ ઘટાડવા ની કેટલીક સરળ અને અસરકારક રીતો જણાવી છે.
આયુર્વેદ પ્રમાણે શું છે કોલેસ્ટ્રોલ નો ઈલાજ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાઈ કોલેસ્ટ્રોલ માટે આયુર્વેદિક ઈલાજ માં ખાણીપીણી પર ધ્યાન રાખીને માલિશ, યોગા, શ્વાસ લેવાની ટેકનીક, જીવન શૈલીમાં બદલાવ, વ્યાયામ સફાઈ, હીટ થેરાપી, એનિમા અને હર્બલ સપ્લીમેન્ટ સામેલ છે. આયુર્વેદિક ડોક્ટર તમારી વ્યક્તિગત જરૂરતો ને આધારે કોઈપણ ઉપાય ની સલાહ આપી શકે છે.
1) ડાયટ અને લાઇફ સ્ટાઇલમાં બદલાવ:- કોલેસ્ટ્રોલ ને મેનેજ કરવા માટે કફની સારવાર કરવી જરૂરી છે આ કિસ્સામાં કફ સંતુલન આહાર આવશ્યક છે. સાથે જ સુસ્ત જીવનશૈલી કોલેસ્ટ્રોલ માટે સ્વસ્થ નથી હોતી. સૌથી પહેલા તમે તમારી ખાણીપીણીની આદતોમાં સુધાર કરો અને એક એક્ટિવ લાઇફ સ્ટાઇલ ને અનુસરો.
2) ધાણાના બીજ:- ધાણા ના બીજના અનેક ફાયદા છે અને તેનો લાંબા સમય થી વિવિધ આયુર્વેદિક ઉપચારોમાં ઉપયોગ થતો રહ્યો છે. આવું એટલા માટે કારણ કે આ બીજ ફોલિક એસિડ વિટામીન એ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. આ પોષક તત્વો ધાણા ના બીજ તમારા શરીરની ડીટોક્ષ પ્રક્રિયાને તેજ કરે છે. તમે ધાણા ના બીજ નું પાણી પણ પી શકો છો.
3) મેથીના બીજ:- મેથીના બીજ લાંબા સમયથી ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મેથીના બીજ નો ઉપયોગ તેના ઔષધીય ગુણો ને લીધે પ્રાચીન કાળથી કરવામાં આવે છે. આ બીજ વિટામિન ઈ થી ભરપૂર હોય છે અને તેમાં વિવિધ એન્ટી ડાયાબિટીક એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે.
4) તેલની કમીની પૂરતી કરે : તાડનું તેલ અને નરીયેળ તેલમાં સંતૃપ્ત ચરબી વધારે હોય છે જે એલ ડી એલ કોલેસ્ટ્રોલ અને હૃદયના રોગોના જોખમો ને વધારે છે. જો તમે ખાવામાં તેલ નો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવું જરૂરી છે.
5) વજન ઘટાડે:- એવું જોવામાં આવ્યું છે કે વધુ વજનવાળા લોકોના શરીર માં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાની સંભાવના વધારે હોય છે. કેટલુક પાઉન્ડ પણ ઓછું કરવાથી એટલે કે પાંચથી દસ ટકા વજન ઘટાડો કરવાની સ્થિતિમાં વધારે સુધારો થશે. વજન ઘટાડવાની સાથે લોહીમાં એલડીએલ નું સ્તર ઓછું થશે.
6) ખાંડ અને મેદાથી દૂર રહેવું:- મેદા અને ખાંડથી બનેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગ અને ઉચ્ચ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનું જોખમ વધારે છે. તમારે તમારા ખોરાકમાં આ વસ્તુઓને દૂર કરી લેવી જોઈએ અથવા તો અત્યંત ઓછી માત્રામાં સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)