મિત્રો હવે ઉનાળાની ઋતુ આવી રહી છે અને હવે તાપમાન પણ વધવા લાગ્યું છે. ઉનાળાની ઋતુ સ્વાસ્થ્યની વિશેષ કાળજી માંગી લે છે. ગરમીમાં શરીરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે અલગ-અલગ પ્રકારના પીણાં અને રેડીમેડ જ્યુસ પીતા હોઈએ છે. આ પીણાં પેટમાં ભલે ઠંડક પહોંચાડે પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
એવામાં જો તમે ઈચ્છો તો શરીરને ઠંડક આપવા માટે તમે કેટલાક આયુર્વેદિક શરબત પણ પી શકો છો. ગરમીથી રક્ષણ મેળવવા માટે એવા પીણાં નું સેવન કરવું જોઈએ જેનાથી પેટને તો ઠંડક મળે જ, સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય. ગરમીમાં શરીરને ઠંડક આપવા વાળા આયુર્વેદિક શરબત વિશે જાણીએ.
1. ચંદન નું શરબત:- ચંદન નું શરબત ગરમીઓમાં શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. ચંદન નું શરબત પીવાથી શરીરને શીતળતાનો અહેસાસ થાય છે અને આ લૂ થી પણ બચાવે છે. ચંદન ત્વચા ની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ચંદન નું શરબત બનાવવા માટે ચંદનનો પાવડર લો તેને સુતરાઉ કાપડ માં બાંધીને રાખી લો. એક વાસણમાં દૂધ ગરમ કરો તેમાં ચંદન ની પોટલી બાંધીને મૂકો. તમે આખી રાત માટે તેને આવી રીતે રાખી શકો છો. ત્યારબાદ આમાં મધ પણ મેળવી લો. મધ ની તાસીરે ઠંડી કે ગરમ નથી હોતી પરંતુ મધને જે વસ્તુ સાથે મેળવી લઈએ તેની તાસીર એવી થઈ જાય છે.
2. ખસખસ નું શરબત:- ગરમીમાં ખસખસ નું શરબત પીવું અતિ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, ફાયબર, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. ખસખસનું શરબત પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, પેટની ગરમી પણ શાંત થાય છે. ખસખસ ની તાસીર અત્યંત ઠંડી હોય છે તેને પીવાથી શરીર ને ઠંડક મળે છે. ખસખસ નું શરબત બનાવવા માટે સૌથી પહેલા ખસખસ ને આખી રાત પાણીમાં પલાળીને રાખો.
એક વાસણમાં ખસખસ નું પાણી અને ખાંડ નાખો અને સરસ રીતે ઉકાળી લો જો તમે ઈચ્છો તો આમાં લીલો કલર પણ નાખી શકો છો. ઠંડુ થાય એટલે ગ્લાસમાં ગાળીને પી લો. તમે ગરમીની ઋતુમાં ખસખસ નું શરબત તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
3. બિલી નું શરબત:- બિલી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં બિલી ના પાન અને ફળ ને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે બિલીના ફળનું શરબત પી શકો છો. આ શરબત પીવાથી લૂ થી બચાય છે અને પેટની ગરમી પણ શાંત થાય છે.
બિલી નું શરબત બનાવવા માટે સૌથી પહેલા બિલી ના ફળ ને તોડી ને તેનો બધો જ પલ્પ કાઢી લેવો. તેમાં થોડું પાણી નાખો.જ્યારે તેનો બધો જ પલ્પ નીકળી જાય એટલે સરસ રીતે મસળી લેવું. ત્યાર બાદ એક ગ્લાસમાં બરફ નાખો તેમાં બિલીનો તૈયાર પલ્પ નાખી દો. આ શરબત ને તમે ગરમીમાં દરરોજ પી શકો છો.
4. દાડમનું શરબત:- ગરમીની ઋતુમાં શરીરને ઠંડક આપવા માટે તમે દાડમનું શરબત પી શકો છો. દાડમ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. દાડમ ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. દાડમનો જ્યુસ પણ ફાયદાકારક હોય છે. દાડમનું શરબત પેટના અગ્નિને વધારે છે. દાડમનું જ્યુસ કે શરબત તમે તમારા સમર ડાયટમાં સામેલ કરી શકો છો.
આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગરમીની ઋતુમાં તમે કોઈપણ શરબત નું સેવન કરી શકો છો. આ શરબતમાં તમે નાની ઈલાયચીનો પાવડર પણ મેળવી શકો છો અને ઈલાયચી ની તાસીર ઠંડી હોય છે. તેનાથી શરીરની ગરમી શાંત થાય છે. સાથે જ નાની ઈલાયચી દરેક પ્રકારના શરબતનો સ્વાદ વધારે છે.
ગરમીમાં શરીરને ઠંડુ રાખવા ના ઉપાય:- આમળા ની તાસીર ઠંડી હોય છે. તમે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે આમળાનું જ્યુસ પી શકો છો. ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે નિયમિત નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે. ગરમીની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે માટલાનું પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
મોટાભાગના ફળો ની તાસીર ઠંડી હોય છે. તેથી અલગ-અલગ ફળો ને તમારા ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ. તમે પણ ગરમીઓમાં તમારા શરીર અને પેટને ઠંડક આપવા માટે બિલી, ચંદન અને ખસખસ નું શરબત પી શકો છો. દરરોજ એક ગ્લાસ શરબત પીવાથી તમને દરેક પ્રકાર ના જરૂરી પોષક તત્વો મળશે. અને શરીરને ઠંડક પણ મળશે.