આપણે આપણા ઘરની સાફ-સફાઈ અવારનવાર કરતા હોઈએ છીએ કચરો અને જૂની વસ્તુઓ બહાર ફેંકી દઈએ છીએ. ત્યારે આપણને ઘરમાં રહેવું ગમે છે. પણ શું તમે શરીરની આંતરિક સાફ સફાઈ વિશે વિચાર્યું છે? શરીરની એકલી બાહ્ય સફાઈ ન ચાલે. સમયે-સમયે આંતરિક સફાઈ પણ જરૂરી છે. શરીરમાં જમા થયેલા કચરાને કાઢવો એને ડિટોક્સીફિકેશન કહેવાય છે.અને શરીર માટે તે અત્યંત જરૂરી છે.ડિટોક્સીફિકેશન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નિકળી જાય છે અને આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ. આપણા શરીરમાં જમા થયેલો કચરો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓનું સ્વરૂપ ધારણ કરી લે છે.
કેટલાક લોકો પોતાની બોડીને ડિટોક્સ કરાવે છે તો કેટલાક આયુર્વેદિક ઉપાયો નો સહારો લે છે. આયુર્વેદિક ઉપચારો દ્વારા પેટ અને આંતરડા માં જમા થયેલા સડેલા ખાવાને પણ બહાર નીકાળી શકાય છે. આયુર્વેદિક ઉપચાર દ્વારા શરીરમાં જમા થયેલી ગંદકી ને સરળતાથી મળ દ્વારા બહાર કાઢવામાં મદદ મળે છે. સાથે જ શરીરના દરેક અંગની સરસ રીતે સફાઇ પણ થાય છે. સ્વસ્થ રહેવા માટે સમય સમય પર શરીરમાં જામેલી ગંદકી ને બહાર કાઢવી જરૂરી હોય છે તેનાથી પેટ અને આંતરડાની સફાઈ થાય છે. આવો આ આયુર્વેદિક ઉપચાર વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
શરીરમાં જમા થયેલા કચરાને કાઢવા માટે આયુર્વેદિક ઉપાય:- સમયાંતરે બોડીને ડિટોક્સ કરીને તમે સ્વસ્થ રહી શકો છો. તેની અસર તમને તમારી ત્વચા પર જોવા મળે છે. આયુર્વેદિક ઉપાયો આપણી સમસ્યાઓ દૂર કરવા ખુબ જ લાભકારી છે. શરીરમાં જમા ગંદકીને બહાર કાઢવા માટે આયુર્વેદિક ઉપાયો ખૂબ જ અસરકારક છે.
1. એલોવેરા:- એલોવેરા ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે રોજ સવારમાં ખાલી પેટે એલોવેરા જ્યૂસ પીવાથી ત્વચા ખૂબ જ સુંદર બને છે આ પેટ અને આંતરડાની પણ સફાઈ કરે છે. એલોવેરાના સેવનથી પેટમાં જમા થયેલી ગંદકી સરળતાથી મળ દ્વારા બહાર નીકળી જાય છે. સાથે જ પેટની ગરમીને પણ શાંત કરે છે. શરીરના અંગોની સફાઈ માટે એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.
2. આમળા:- શરીરમાં જમા ગંદકીને બહાર કાઢવા માટે આમળા ખૂબ જ ઉપયોગી છે. આમળાનું સેવન જ્યુસ કે પાવડરના રૂપે કરી શકાય છે. આમળા શરીરના અંગોની સફાઈ કરે છે. આમળા દ્વારા રક્તનું પણ શુદ્ધિકરણ કરી શકાય છે. આમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ટોક્સિન્સ ને બહાર કાઢવામાં સહાયકારી હોય છે. ટોક્સિન્સ ના કારણે જે ત્વચાના રોગો થાય છે તેમાં આમળાનું સેવન કરવાથી તેને દૂર કરી શકાય છે. તેના સિવાય આમળા ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ અતિલાભકારી છે.
3. લીંબુ:- લીંબુ બોડી નું ડિટોક્સીફિકેશન કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કિડની અને લીવર માં થયેલી ગંદકીને સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ અસરકારક નીવડે છે. લીંબુનો ઉપયોગ કરવા માટે તમે નવશેકું ગરમ પાણી કરો અને તેમાં લીંબુનો રસ નાખો. સવારમાં ખાલી પેટે આ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો કચરો સરળતાથી નીકળી જશે. બોડીને ડિટોક્સીફિકેશન કરતા સમયે લીંબુ પાણી દિવસમાં ત્રણથી ચાર વાર પી શકો છો લીંબુ લોહી ને પણ શુદ્ધ કરે છે. તેના સિવાય આ આંતરડાની આંતરિક સફાઈ પણ કરે છે.
4. તેલના કોગળા:- દરરોજ સવારમાં ખાલી પેટે તેલના કોગળા કરવાથી શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ બહાર કાઢી શકાય છે. આ આંતરડા અને ફેફસા ની સફાઈ કરવામાં મદદરૂપ છે. આ માટે તમે એક ચમચી તેલ લો, તેને તમારા મોઢા માં ભરી લો. હવે તેને ત્રણ-ચાર મિનિટ સુધી મોઢામાં ફેરવ્યા કરો. ત્યાર બાદ તેને બહાર થૂંકી દેવું. આનાથી તમારી કેટલીય સમસ્યાઓ દૂર થશે. આયુર્વેદમાં પણ તેલના કોગળા ને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આનાથી અનેક રોગો દૂર થાય છે.
5. લીમડો:- લીમડાનો ઉપયોગ કરવાથી કેટલાય રોગો દૂર થાય છે. તમે લીમડાના પાન, ફૂલ, છાલ અને મૂળિયાને તાપમા સુકવી લો આ બધા નો પાવડર બનાવી લો. દરરોજ ગરમ પાણીમાં આનુ સેવન કરવાથી રક્ત દોષ ઠીક થાય છે, લોહીની શુદ્ધિ થાય છે અને પેટ તથા આંતરડાની ગંદકી બહાર નીકળીને ત્વચા સુંદર બને છે. શરીરમાં જમા ટોક્સિન્સ સરળતાથી નીકળી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay