મિત્રો કેટલાક લોકોને વારંવાર ચક્કર આવવાની સમસ્યા થતી હોય છે. ચક્કર ને સામાન્ય ભાષામાં માથું ઘૂમવું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ બેભાન, કમજોરી અને અસ્થિરતા મહેસુસ કરે છે. ચક્કર આવવાનું મુખ્ય કારણ મગજ સુધી રક્તનો પ્રવાહ ન થવાના કારણે તથા તેના લક્ષણ માથામાં હળવો દુખાવો અને કમજોરી આવવી છે. મિત્રો ચક્કર આવવા પર તેને દૂર કરવા માટેના અનેક આયુર્વેદિક ઉપચાર છે. ચક્કર આવવાના આયુર્વેદિક ઉપચારની વિસ્તૃત માહિતી જાણવા માટે સંપૂર્ણ લેખન વાંચો.
ચક્કર આવવાના કારણ:- ચક્કર આવવાના કારણ ગંભીર અને સામાન્ય હોઈ શકે છે જેમાં કેટલાક કારણો છે:- તણાવ અને ચિંતા, સંતુલિત આહારમાં કમી, લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, નિર્જલીકરણ અથવા ગરમીનો થાક, અચાનક શારીરિક અને માનસિક પરિવર્તન, કાનનું સંક્રમણ, માથામાં વાગવું, હૃદય સંબંધી સમસ્યાઓ, વધુ પડતું દવાઓનું સેવન, એનિમિયા, ગેસ.
ચક્કરના લક્ષણો:-ચક્કર આવવાના ઘણા લક્ષણો હોઈ શકે છે જેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે. માથું એક તરફ ઝૂકી જવું, સામાન્ય માથાનો દુખાવો, ઉભું થવા પર કે બેસવા પર નિયંત્રણ ન હોવું, બેભાન થઈ જવું, પોતાને આગળ કે પાછળની તરફ પડી જવાનો અહેસાસ થવો, અચાનક થી ઉઠવા કે બેસવા પર માથામાં સખત ઝણઝણાટી, આજુબાજુની વસ્તુઓ ગોળ ગોળ ફરતી જોવાવી, દોડવા કે ઝડપથી ચાલવામાં સમસ્યા થવી, કોઈપણ વસ્તુને જોતી વખતે નિયંત્રણમાં ન રહેવું.
ચક્કર આવવાના સમસ્યાને દૂર કરવાનો આયુર્વેદિક ઉપચાર:-
1) ચક્કર આવવાની સમસ્યાને દૂર કરવા માટે દૂધમાં પીસેલી સાકર, થોડું દેશી ઘી અને તુલસીના પાનને નાખીને નિયમિત રૂપે પી લો. તેનાથી વારંવાર ચક્કર આવવાની સમસ્યા મટી જશે.
2) શુદ્ધ અને પૌષ્ટિક દૂધનું નિયમિત સેવન કરવાથી ચક્કરના દર્દીઓને રાહત મળે છે. તેના સિવાય દૂધમાં કાળા મરીનો પાવડર, ઘી અને થોડી ખાંડ મેળવીને પીવાથી પણ ચક્કર આવવાના બંધ થઈ જાય છે.
3) ચક્કરના દર્દીઓ માટે તુલસી, કાળા મરી અને જવ થી બનાવેલા ઉકાળાનું સેવન કરવું ફાયદાકારક છે. તેનાથી ચક્કરના કારણે થતા માથાના દુખાવા અને બેભાન ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
4) લીંબુ પાણી પીવાથી પણ ચક્કરના દર્દીઓને રાહત મળે છે. પેટમાં ગેસના કારણે થતા ચક્કરને દૂર કરવા માટે હૂંફાળા ગરમ પાણીમાં લીંબુ અને થોડું મીઠું મેળવીને તેનું શરબત બનાવી લો. હવે આ શરબત ને થોડા થોડા સમય પર પીતા રહો તેનાથી ફાયદો થશે. 5) ચક્કરના આયુર્વેદિક ઉપચારમાં સૂંઠ અને ઘી ને એક સાથે સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 10 ગ્રામ સૂંઠમાં થોડું ઘી મેળવીને તેનું નિયમિત રૂપે સેવન કરવાથી ચક્કર આવવાના લક્ષણોથી છુટકારો મળે છે.
6) હળદર ચક્કરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ઓક્સીડન્ટ અને અનેક મિનરલ ઉપલબ્ધ હોય છે, જે મગજથી જોડાયેલા રોગોને ઠીક કરીને ચક્કરને આવતા રોકવામાં મદદરૂપ થાય છે. હળદર વાળું દૂધ કે હુંફાળું ગરમ પાણીમાં હળદર મેળવીને પીવાથી ફાયદો થાય છે.
7) ચક્કર આવવાની સમસ્યા ને દૂર કરવા માટે સૂકી કાળી દ્રાક્ષ ખાવી પણ લાભદાયક છે. કાળી દ્રાક્ષના દાણાને તવા પર શેકો અને તેમાં મીઠું મેળવીને દરરોજ નિયમિત રૂપે તેનું સેવન કરો. કાળી દ્રાક્ષ ખાવાથી ચક્કર આવતા અટકાવી શકાય છે
8) વરીયાળી ખાવાથી ચક્કરના દર્દીઓને લાભ થાય છે. વરીયાળીના ચૂરણમાં થોડી ખાંડ મેળવીને રાખો અને તેને પાણી સાથે સેવન કરો. આમ કરવાથી બેભાન થવું, માથું ઘૂમવું અને અન્ય ચક્કરના લક્ષણોને દૂર કરી શકાય છે.
9) ચક્કર આવવાના આયુર્વેદિક ઉપચારમાં શક્કરટેટીના બીજનો સમાવેશ કરી શકાય છે. શક્કરટેટી ના બીજ ને ગાયના ઘીમાં શેકીને તેની પેસ્ટ બનાવી લો. દરરોજ સવાર સાંજ સેવન કરવાથી ચક્કરને મટાડી શકાય છે.
10) દૂધમાં બદામ, ઈલાયચી અને પિસ્તાને મેળવીને તેનું દરરોજ નિયમિત રૂપે સેવન કરવાથી ચક્કરની સમસ્યા દૂર થાય છે. શારીરિક અને માનસિક સમસ્યાઓ ના કારણે ચક્કર આવવાની સમસ્યાને દૂર કરવા માટે આ દૂધનું સેવન કરવું ફાયદાકારક બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…