મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક મોટી સમસ્યા છે. હવે આ યુરીક એસિડને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય તે જાણવું જરૂરી રહ્યું. વર્તમાન સમયમાં અનેક લોકો સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. તેનું એક કારણ શરીરમાં યુરિક એસિડ વધી જવાનું પણ હોઈ શકે છે.
શરીરમાં યુરિક એસિડ વધવું આ દિવસોમાં અત્યંત કોમન બની ગયું છે. યુરિક એસિડ વધવાના કારણે હાડકા અને સાંધા સંબંધિત સમસ્યાઓ જેમ કે ગઠીયો વા ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યુરિક એસિડ વધી જાય છે તો લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. કિડની સંબંધીત અને સ્થૂળતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પરંતુ શું તમે જાણો છો શરીરમાં વધેલા યુરીક એસિડને ઘટાડવા માટે કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓ અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે? આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે એવી અનેક આયુર્વેદિક વસ્તુઓ છે જે યુરિક એસિડ ને ઘટાડવામાં અત્યંત ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આ સમસ્યામાં કેવી રીતે ઉકેલ લાવી શકીએ.
યુરિક એસિડ ને ઘટાડવા માટે 5 આયુર્વેદિક જડીબુટ્ટીઓ:-
1) અશ્વગંધા:- અશ્વગંધા શરીર માટે અત્યંત ફાયદાકારક આયુર્વેદિક ઔષધી છે. આયુર્વેદ પ્રમાણે અશ્વગંધાનો ઉપયોગ અનેક શારીરિક સમસ્યાઓ અને બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. આમાં હાજર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો શરીરમાં સોજો અને દુખાવાને દૂર કરવા માટે અત્યંત ઉપયોગી છે. યુરિક એસિડને ઘટાડવા માટે દરરોજ અશ્વગંધાનું સેવન કરવું ફાયદાકારક રહેશે.
આમ કરવાથી તમારા સાંધાનો દુખાવો અને સોજો દૂર થાય છે અને યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે. અશ્વગંધા માં અનેક ઔષધીય ગુણો હોય છે જે વજન ઘટાડવામાં અને સંધિવાની સમસ્યામાં પણ અત્યંત લાભદાયક છે. તમે અશ્વગંધા પાવડરને દૂધમાં નાખીને સેવન કરી શકો છો. રાત્રે સૂતા સમયે દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર મેળવીને તેનું સેવન કરો.
2) ગળો:- ગળાના પાનમાં ઔષધિય ગુણ હોય છે. આયુર્વેદિક ચિકિત્સા માં અનેક રોગો માટે ગળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. યુરિક એસિડ ઘટાડવા માટે ગળા ના પાનનો ઉપયોગ કરી શકાય છે. ગળાના પાનનો રસ કાઢીને તેનું સેવન કરવાથી યુરીક એસિડને ઘટાડવામાં મદદ મળી શકે છે. ગળા નો રસ પીવાથી સાંધામાં સોજો દૂર કરવામાં મદદ મળે છે અને દુખાવામાં રાહત થાય છે.
3) ત્રિફળા:- ત્રિફળા એ એક ઉત્કૃષ્ટ ઔષધિ છે. તેને આમળા, બહેડા અને હરડે જેવી વનસ્પતિઓ નું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્રિફળા અનેક રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રિફળામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે હાડકા અને સાંધા થી જોડાયેલી સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. ત્રિફળાનું સેવન કરવાથી સોજો દૂર કરી શકાય છે. આ ગઠીયો વા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ માટે અત્યંત ફાયદાકારક છે. તમે રાત્રે નવશેકા ગરમ પાણી સાથે ત્રિફળા પાવડર નું સેવન કરી શકો છો.
4) હળદર:- હળદર એક શ્રેષ્ઠ મસાલો છે હળદરમાં કરક્યુમિન હોય છે જે સોજાથી લડવામાં મદદ કરે છે. તેના સિવાય હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણો હોય છે.યુરિક એસિડ ઘટાડવા માટે હળદરનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તમે યુરિક એસિડ ઘટાડવા માટે હળદર ના પાવડરનું સેવન કરી શકો છો. તમે શાકભાજીમાં મસાલાના રૂપે હળદર નાખી શકો છો કે હળદર વાળા દૂધ નું સેવન કરી શકો છો.
5) મુલેઠી:- મુલેઠી ગળામાં સોજો અને ખરાશ થી રાહત મેળવવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ મુલેઠી માં ગ્લાયસિરાઈજિન નામનું યૌગિક હાજર હોય છે. જે સાંધાના સોજા ને દૂર કરવામાં અને દુખાવાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. યુરિક એસિડ ને ઘટાડવા માટે મુલેઠી એક પ્રભાવી ઉપાય છે. તમે મુલેઠી ને સીધી જ રીતે ચૂસી શકો છો કે તેના પાવડર નું સેવન પણ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay