આપણો ખોરાક હંમેશા સુપાચ્ય, આરોગ્ય વર્ધક અને આપણી શરીરની પ્રકૃતિ પ્રમાણેનો હોવો જોઈએ. શરીરની તંદુરસ્તી જળવાય તે તેના માટે હેલ્દી ડાયટ પણ અત્યંત જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે તમે જેવું ખાવ છો તેવી જ અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. એવી ઘણી વસ્તુઓ છે જે રાત્રિના ભોજનમાં સામેલ કરવી જોઈએ અને કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને રાત્રિમાં ખાવાથી બચવું જોઈએ. આજે આપણે જાણીશું કે આયુર્વેદ પ્રમાણે સ્વસ્થ શરીર માટે રાત્રીનું સ્વસ્થ ભોજન કેવું હોવું જોઈએ.
1) રાત્રિના ભોજનમાં દહીં ટાળો:- દહીંનું સેવન કરવાથી પેટથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ આયુર્વેદ પ્રમાણે રાત્રી દરમિયાન તમારે દહીંનું સેવન ન કરવું જોઈએ. દહી મોડાથી પચે છે અને કેટલાક લોકો ખાવાના તુરંત બાદ સુઈ જાય છે. આ આદતની સાથે તમને દહીં નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોને કફની સમસ્યા પણ થાય છે.
2) રાત્રે ગળી વસ્તુઓ ખાવાની ટાળવી:- આયુર્વેદ પ્રમાણે તમારે રાત્રિના સમયે ગળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. રાત્રે ગળી વસ્તુઓનું સેવન કરવાથી દાંતને નુકસાન પહોંચી શકે છે અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. રાત્રે ચોકલેટ કે મીઠાઈનું સેવન કરવાથી ગળામાં ખરાશની સમસ્યા પણ થઈ શકે છે.
3) સાત્વિક ભોજન લો:- સાત્વિક ભોજન ખાવાથી શરીર અને મગજનું યોગ્ય સંતુલન બનેલું રહે છે. આયુર્વેદ પ્રમાણે રાત્રે સાત્વિક ખાવાનું સેવન કરવું જોઈએ. સાત્વિક ભોજનમાં દરેક મસાલા, તાજુ રાંધેલું ખાવું, ફળ, શાકભાજી, સૂકો મેવો, સીડ્સ, મધ, ગોળ, હર્બલ ચા, સલાડ અને જ્યુસ સામેલ છે. તમારે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ, તામસી ભોજનમાં કોફી, ચા, આલ્કોહોલ, ચિકન, ફિશ, ઈંડુ, મશરૂમ, ફ્રાઈડ ખોરાક અને ફ્રોઝન કરેલો ખોરાક સામેલ છે.
4) લો કાર્બોહાઇડ્રેટ ખાઓ:- રાત્રે લો કાર્બોહાઈડ્રેટ ખોરાક લેવો. કાર્બોહાઈડ્રેટને પચાવવું મુશ્કેલ હોય છે. લો કાર્બોહાઇડ્રેટ સરળતાથી પચી જાય છે. ખોરાકમાં પનીર, ટોફુ, અને કઠોળ વગેરે ખાવું જોઈએ. તેના સિવાય એવી વસ્તુઓનું સેવન કરવું જેમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય. વધારે મીઠાનું સેવન કરવાથી વોટર રીન્ટેશનની સમસ્યા વધી જાય છે અને તમે જાડા થઈ શકો છો.
5) રાત્રિના ભોજનમાં પ્રોટીન સામેલ કરો:- તમે રાત્રે એવી વસ્તુઓનું સેવન કરો જેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય. તમે દાળ અને લીલા પાન વાળા શાકભાજીનું સેવન કરી શકો છો. રાત્રે પ્રોટીનનું સેવન કરશો તો પાચનતંત્ર સારી રીતે કામ કરશે. જો તમે થાઇરોડના દર્દી હોવ તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું.
આયુર્વેદ પ્રમાણે રાત્રિનું ભોજન ક્યારે કરવું?:- આયુર્વેદ પ્રમાણે તમારે 6 થી 7 ની વચ્ચે રાત્રિનું ભોજન ખાઈ લેવું જોઈએ. રાત્રિમાં હળવો ખોરાક જ લેવો. સુરજ ઢળતા ની સાથે તમારે છેલ્લો નાસ્તો અથવા ભોજન પણ સમાપ્ત થઈ જવું જોઈએ. સુવાના અને ખાવાની વચ્ચે બે કલાકનું અંતર રાખવું જોઈએ. હંમેશા એવી કોશિશ કરવી કે તાજુ રાંધેલું જ ખાવું. વાસી ખોરાક ખાવાથી બચવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે આ ડાયોડ ફોલો કરવાથી તમારું પાચનતંત્ર હંમેશા સારું રહેશે અને તમે બીમારીઓથી બચી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)