ડોક્ટર હંમેશા આપણને લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાની સલાહ આપે છે. જેને આપણા ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આવી લીલા પાનવાળી શાકભાજી માં સુવાની ભાજી નો સમાવેશ થાય છે. આ એક પ્રકારની જડીબુટ્ટી છે. જે અનિદ્રાની સમસ્યા દૂર કરે છે, હાડકા સ્વસ્થ રાખે છે, કેન્સરના જોખમોથી બચાવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારી છે, અને ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ લાભદાયક છે.
સુવા ની ભાજી, બીજ અને મૂળ ત્રણેય સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી છે. સુવા ના પાનનો ઉપયોગ શાક બનાવવામાં તથા તેના બીજો નો ઔષધિના અને મસાલાના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય સુવાના બીજથી બનેલા તેલનો ઘરેલુ ઉપચાર અને ખાવાનું બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવો જાણીએ તેના અન્ય ફાયદા વિશે.
1. પાચન માટે શ્રેષ્ઠ:- સુવાનો સૌપ્રથમ લાભ પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટેનો જ છે. તમને જણાવીએ કે યુનાની દવા માં નાના બાળકોમાં થતા પેટના દુખાવાને ઓછો કરવા માટે સુવાને ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. સૂવામાં કાર્મીનેટિવ અસરના કારણે પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળે છે, જેનાથી આ પાચનમાં પણ મદદ કરે છે. સુવાના આવી અસરને ધ્યાનમાં રાખીને જ બાળકોના ગ્રાઈપ વોટર માં સુવાનો ઉપયોગ કરવામાં આવે છે. પાચન સંબંધી દરેક સમસ્યાઓ થી લડવા માટે સુવાનો ઉપયોગ કરી શકાય છે.
2. હેડકીમાં ફાયદાકારક:- એક્સપર્ટની સલાહ પ્રમાણે હેડકી થી રાહત મેળવવા માટે વર્ષોથી સુવાનો ઉપયોગ કરવામાં આવે છે. હેડકી આવવાના મુખ્ય કારણોમાં એક કારણ પેટનું ફૂલવું હોઈ શકે છે. સુવામાં એન્ટી ફ્લેટુલેન્ટ ગુણ હોય છે જે પેટ ને ફુલતા અટકાવીને હેડકી થી રાહત અપાવે છે. જે લોકોને વારંવાર હેડકી આવે છે તે લોકો માટે સુવા અતિ લાભકારક બને છે. એટલે જ્યારે પણ હેડકી આવે ત્યારે સુવાના પાણીનો ઉપયોગ કરી લેવો.
3. બ્લડ પ્રેશર માટે ઉપયોગી:- હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે પણ સુવા અસરકારક સાબિત થાય છે. એક અધ્યયન પ્રમાણે બીજા અન્ય છોડની જેમ સુવામાં પણ એન્ટી હાયપરટેન્સિવ ગુણ હોવાની સંભાવના બતાવવામાં આવી છે. તેથી સુવા હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે.
4. પ્રેગ્નન્સી દરમિયાન ઉપયોગી:- પ્રસૂતિ બાદ સુવાના બીજ ને મુખવાસ રૂપે ખાવાથી માતાના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આનાથી ગર્ભાશય સંકોચાઇ શકે છે. એટલે સમયથી પહેલા આનું સેવન કરવાથી ગર્ભાવસ્થા માં મુશ્કેલી થઈ શકે છે. સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિ સમયે દુખાવાને ઓછો કરવામાં મદદ મળે છે. એક શોધ પ્રમાણે જોખમ કારક ગર્ભાવસ્થા વાળી મહિલાઓને સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિના પ્રથમ તબક્કાના સમયગાળાને ઘટાડી શકાય છે.
5. પીરિયડ્સમાં કળતરની સમસ્યામાં ઉપયોગી:- વિશેષજ્ઞ પ્રમાણે સુવાની દુખાવો ઓછો કરવાની ક્ષમતાને દર્દનિવારક દવા મેફાનામિક એસિડ સાથે સરખામણી કરી છે. સાથે જ અનિયમિત માસિક ધર્મની સમસ્યાને પણ દૂર કરી શકે છે. માસિક ધર્મ ના સમય દરમિયાન પેટમાં દુખાવો થવો એ સામાન્ય બાબત છે પરંતુ કેટલીક મહિલાઓને વધુ પડતો જ દુખાવો સહન કરવો પડે છે. તેવામાં માસિક ધર્મ શરૂ થવાના લગભગ બે દિવસ પહેલા સુવાના બીજના પાવડર નું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.