આપણી ચરક સંહિતામાં એકથી એક ઔષધિનો ઉપયોગ અને તેના ફાયદા જણાવવામાં આવ્યા છે. આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓનો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આજે આપણે અશ્વગંધાથી થતા ફાયદા વિશે વાત કરીશું.
આયુર્વેદમાં સૌથી પ્રસિદ્ધ જડીબુટ્ટીઓ માં એક અશ્વગંધા છે. વધતા વજનથી પરેશાન લોકો આયુર્વેદિક ઉપચાર અશ્વગંધા અપનાવીને પોતાની આ પરેશાની દૂર કરી શકે છે. અશ્વગંધાના ઉપયોગથી વજન ઓછું કરી શકાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે અશ્વગંધાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે અશ્વગંધાનો ઉપયોગ વજન ઓછું કરવામાં કેવી રીતે કરી શકાય, સાથે જ જણાવી શું તેના ફાયદા.
ખાવાની તીવ્ર ઈચ્છાને ઓછી કરે:- લગભગ તમે જોયું હશે કે કેટલાક લોકોને ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. એવામાં તમને જણાવી દઈએ કે ખાવાની તીવ્ર ઈચ્છા ઓછી કરવા માટે અશ્વગંધા તમારા માટે ખૂબ જ કામ આવશે. ખાવાની તીવ્ર ઇચ્છા વજન વધવાનું કારણ બની શકે છે. કારણ કે આનાથી લોકોને ભૂખ ન લાગી હોય તો પણ કંઈક ને કંઈક ખાતા રહે છે. જેના કારણે વજન વધવાના જોખમો વધી જાય છે. તેવામાં અશ્વગંધા ખાવાની તીવ્ર ઈચ્છાને ઓછી કરવામાં ઉપયોગી છે. આવી રીતે અશ્વગંધા વજન ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે:- અનિંદ્રા પણ વજન વધવાનું એક કારણ છે સાથે જ આપણા મેટાબોલિઝ્મ પર પણ તેની અસર પડી શકે છે, જેના કારણે વજન વધી શકે છે. આવામાં વ્યક્તિએ ઓછામાં ઓછા 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે. એક એવી શોધ બહાર આવી છે, જેનાથી એવું સાબિત થાય છે કે જે લોકો 6 કલાકની ઊંઘ લે છે તેમનામાં 6 ટકા અને અને જેઓ 5 કલાકની ઊંઘ લે છે તેમનામાં 15 ટકા મેદસ્વિતાના જોખમો વધી જાય છે.
શરીરમાં માસને અસર કરે છે:- જે વ્યક્તિ નિયમિત રૂપથી કસરત કરે છે જો તે પોતાનું વજન ઓછું કરવા ઈચ્છે છે તો તેઓ અશ્વગંધાનું સેવન નિયમિત રૂપથી કરી શકે છે. એક શોધ પ્રમાણે માલુમ થાય છે કે જો કોઈ વ્યક્તિ 500 મિલીગ્રામ ની માત્રા માં અશ્વગંધા લે તો વજન નિયંત્રિત રહી શકે છે.
તણાવને દૂર કરે:- વધતા વજનને કારણે તણાવ પણ થઇ શકે છે. એવામાં અશ્વગંધા તણાવને દૂર કરવા ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અશ્વગંધાની અંદર એન્ટી સ્ટ્રેસ ગુણ ઉપલબ્ધ હોય છે, આ તણાવને તો દૂર કરે જ છે સાથે સાથે સ્ટ્રેસ હોર્મોનના સ્તરને પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આમ તમે સ્ટ્રેસને દૂર કરવા અશ્વગંધા નો ઉપયોગ કરી શકો છો.
ધમનીમાં પરત જમા થવાની સમસ્યાને દૂર કરે:- જ્યારે ધમનીઓમાં પરત જમા થવાની શરૂ થઈ જાય છે ત્યારે એ મેદસ્વિતાની સમસ્યા ઉભી કરી શકે છે. અશ્વગંધાના ઉપયોગથી આ સમસ્યા મહદઅંશે દૂર કરી શકાય છે. આ વજનને ઓછું કરવાની સાથે સાથે ધમનીમાં ભેગી થયેલી પરત ને પણ દૂર કરવામાં ઉપયોગી છે.
અશ્વગંધા નો ઉપયોગ કેવી રીતે કરવો:-
- વજન ઓછું કરવા માટે વ્યક્તિ અશ્વગંધા પાવડર નો ઉપયોગ કરી શકે છે.
- જો વજન વધવાની સમસ્યાદૂર કરવી હોય તો અશ્વગંધાના ચૂરણને પાણીમાં મેળવીને સેવન કરી શકો છો.
- તેના સિવાય તમે વજન ઓછું કરવા માટે અશ્વગંધાના પાંદડા માંથી બનેલા અર્કનું પણ સેવન કરી શકો છો.
- અથવા વજન ઘટાડવા માટે અશ્વગંધાના મૂળિયાને પાણીમાં ઉકાળીને બનતા રસ નું પણ સેવન કરી શકો છો.
નોંધ – ઉપર જણાવ્યા પ્રમાણે અશ્વગંધા વજન ઓછું કરવામાં ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જે લોકોને પેટ સંબંધિત કોઇ સમસ્યા હોય અથવા ઊંઘ ની વિકૃતિ, તણાવ અને ચિંતાને દૂર કરવા માટેની દવાઓનું સેવન કરી રહ્યા હોય, તેઓએ અશ્વગંધાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.