આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બીમારીઓનું કુદરતી રીતે નિવારણ કરી શકીએ છીએ. એવી કેટલીય જડીબુટ્ટીઓ છે જેના મિશ્રણ દ્વારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. એ જડીબુટ્ટીઓના અશ્વગંધા અને શિલાજિત છે. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે શીલાજીત શરીરની કમજોરી સંબંધિત પરેશાનીને દૂર કરવામાં ઉપયોગી છે.
અશ્વગંધા પણ અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં લાભકારી છે. આયુર્વેદાચાર્યો નું માનવું છે કે શીલાજીત અને અશ્વગંધાનું એકસાથે સેવન કરવાથી મગજ અને માંસપેશીઓને મજબૂત કરી શકાય છે. તેના સિવાય આ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભકારી બને છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ અશ્વગંધા અને શિલાજીત ના ફાયદા વિશે.
અશ્વગંધા અને શિલાજીત ના ફાયદા:-
1. મગજને તેજ કરે:- અશ્વગંધા અને શિલાજિત મગજની કાર્યક્ષમતા માટે ખૂબ જ સારું છે. શીલાજીત માં ન્યુરોપ્રોટેક્ટિવ એજન્ટ ઉપલબ્ધ હોય છે, જે તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેની સાથે જ આ તમારી યાદ શક્તિ વધારવામાં પણ અસરકારક છે. એટલું જ નહીં અશ્વગંધા પણ તમારા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આમાં એન્ટી અલ્ઝાઇમર ગુણ હાજર હોય છે.
જે અલ્ઝાઇમર જેવી મગજની બીમારી ના જોખમને ઓછું કરવામાં પ્રભાવકારી છે. સાથે જ અશ્વગંધા અને શિલાજિત માં એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે જે ફ્રી રેડિકલ્સ ના કાર મગજની સમસ્યાઓને દૂર કરવામાં પ્રભાવકારી છે. એવામાં તમે આયુર્વેદ એક્સપર્ટ ની સલાહ દ્વારા અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરી શકો છો. આ તમારા મગજ માટે ઘણું જ અસરકારક સાબિત થઈ શકે છે.
2. ઇમ્યુનિટી કરે બૂસ્ટ:- કોરોના કાળમાં અશ્વગંધા અને શિલાજિત નું સેવન તમારા માટે ઘણું ફાયદાકારક બની શકે છે. વળી અશ્વગંધા માં ઈમ્યુનોમોડ્યૂલેટરી ની અસર હોય છે. આ અસર શરીરના ઇમ્યુન પાવર ની જરૂરત પ્રમાણે બદલી શકે છે. એટલું જ નહીં પરંતુ આ રોગ પ્રતિકારક ક્ષમતાને સુધારવામાં પણ અસરકારક છે. વળી શિલાજીત ના ઉપયોગથી પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. કોરોના ની અસર વધતી જતી હોવાથી તમે તમારી પ્રતિકારક ક્ષમતા વધારવા માટે શીલાજીત અને અશ્વગંધાનું સેવન કરી શકો છો. આ ઘણું જ લાભકારી છે.
3. માંસપેશીઓને કરે મજબૂત:- માસપેશીઓ ને મજબૂત કરવા માટે પણ અશ્વગંધા અને શિલાજિત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. શીલાજીત તમારી માસપેશીઓ ની મજબૂતી અને બનાવટ ને શ્રેષ્ઠ કરે છે. અશ્વગંધા નો ઉપયોગ પણ માસપેશીઓને મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે. તમે આ બંનેનું મિશ્રણ લઈ શકો છો આ તમારા માટે ફાયદાકારક છે.
4. મેદસ્વિતાપણા થી છુટકારો:- અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરીને તમે મેદસ્વિતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ મિશ્રણ તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં અસરકારક માનવામાં આવે છે. સાથે જ આ પેટની ચરબીને પણ ઓછી કરવામાં અસરકારક છે. દરરોજ સવારમાં અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરવાથી તમે તમારા વધતા વજનને મહદંશે કંટ્રોલ કરી શકો છો.
5. યુરીન સંક્રમણને દૂર કરવામાં અસરકારક:- અશ્વગંધા અને શિલાજિત યુરીન સંક્રમણને દૂર કરવામાં ઘણા પ્રભાવકારી હોય છે. શીલાજીત અને અશ્વગંધા માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે જે સંક્રમણથી બચાવ કરવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણમાં થતી સમસ્યાઓ જેવી કે ખંજવાળ, દુખાવો, ચીડિયાપણું વગેરે દૂર કરવાની ક્ષમતા રાખે છે.
6. થકાવટ અને કમજોરી દૂર કરે:- અશ્વગંધા અને શિલાજિત નું સેવન થકાવટ અને કમજોરી દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. આ મિશ્રણ શરીરમાં ઉર્જા પ્રદાન કરવા માટે અસરકારક છે. જો તમને ઘણી જ કમજોરીનો અહેસાસ થતો હોય તો દૂધની સાથે અશ્વગંધા અને શિલાજિત નુ મીશ્રણ લો. આનાથી તમને ઘણો આરામ થશે.
કેવી રીતે કરવો અશ્વગંધા અને શિલાજિત નો પ્રયોગ:- અશ્વગંધા અને શિલાજિત સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારી છે. જોકે આનુ સેવન ડોક્ટરની સલાહ લીધા બાદ જ કરવું. સાચી પદ્ધતિથી નો ઉપયોગ કરવો. બજારમાં તમને અશ્વગંધા અને શિલાજિત ના ચૂર્ણ ખુબ જ સરળતાથી મળી રહેશે. તેના સિવાય આની કેપ્સુલ પણ મળે છે, તેનું સેવન તમે આયુર્વેદાચાર્ય ની સલાહ લઇને કરી શકો છો.
તેના સિવાય અશ્વગંધા અને શિલાજિત નું ચૂર્ણ દૂધ સાથે લો. દૂધ સાથે આ કેવી રીતે અને કેટલું લેવાનું છે તે આયુર્વેદાચાર્ય તમારી સ્થિતિ પ્રમાણે સલાહ આપી શકે છે. વળી જો તમે ઈચ્છો તો ચા ના રૂપમાં પણ અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરી શકો છો. જોકે આ ડોક્ટર તમારી સ્થિતિ અને ઉંમરના આધાર પર સાચી માત્રા બતાવી શકે છે.
અશ્વગંધા અને શિલાજિત ના નુકસાન:- એ વાતનું ધ્યાન રાખવું કે અશ્વગંધા અને શીલાજીત નું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. વધુ માત્રામાં અશ્વગંધાનુ સેવન સ્વાસ્થ્યને નુકસાનકર્તા પણ થઈ શકે છે. વળી કેટલાક લોકોને આના સેવનથી બચવું જોઇએ જેમ કે પેટથી સંબંધિત સમસ્યાઓ, કબજિયાત, ગેસ, અપચો વગેરે. બ્લડ પ્રેશરની પરેશાની હોય તો ડૉક્ટરની સલાહ લેવી. ડાયાબિટીસની દવા લેવા પર. ગર્ભવતી મહિલાઓએ આનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી. સ્તનપાન કરાવતી મહિલાઓ આનું સેવન ન કરે.
અશ્વગંધા અને શિલાજિત નું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ ધ્યાન રાખવું કે આનુ સેવન અધિક માત્રામાં ન કરવું. વળી ડોક્ટરની સલાહ પર જ અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરવુ. જો તમને કોઇ ગંભીર બિમારી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. તેના સિવાય જો તમને અશ્વગંધા અને શિલાજિત નુ એકસાથે સેવન કરવાથી કોઈ પ્રકારની સમસ્યા મહેસૂસ થાય તો ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay