આજના આ ઝડપી યુગમાં હાર્ટ એટેકની સમસ્યા એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પહેલા એવું હતું કે 50 થી વધુ ઉંમરના લોકોને હાર્ટ એટેક વધુ થતો પરંતુ હવે એવું રહ્યું નથી. 20 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. આનું મુખ્ય કારણ છે અનિયમિત અને અવ્યવસ્થિત ખાન-પાન અને માળખા રહિત જીવન શૈલી. ખાવા-પીવાની ખોટી આદતોને કારણે શરીરમાં ધીરે-ધીરે વિષેલા પદાર્થો જમા થાય છે. આ પદાર્થો શરીરના કેટલાક હિસ્સા જેવા કે કિડની, આંતરડા અને નસોમાં ભેગા થાય છે. સામાન્ય રીતે નસો માં ફેટ જમા થાય છે તેથી તેમાં બ્લોક થવાની સંભાવના રહે છે. નસોમાં બ્લોક થવાથી હાર્ટ અટેક, સ્ટ્રોક અને બીજી અન્ય હ્નદય ની સમસ્યાનું જોખમ વધી જાય છે.
આ સમસ્યાનું સૌથી મોટું કારણ કોલેસ્ટ્રોલ હોય છે. હૃદય રોગનું બીજું મુખ્ય કારણ એ છે કે નસોમાં વિષેલા પદાર્થ ભેગા થવા. તેના સિવાય હાઈ બ્લડપ્રેશર, મેદસ્વિતા, ખરાબ ખાન-પાન, ગતિહીન જીવનશૈલી, વગેરે આ સમસ્યાનું કારણ બની શકે છે.
નસોનું બ્લોક થવાની સમસ્યાને મેડિકલ ભાષામાં એથેરોસ્ક્લેરોસીસ કહેવામાં આવે છે. આનાથી નસોમાં ફેટ ભેગી થવાથી તે સંકોચાઇ જાય છે. સંકોચન થવા ને કારણે રક્તનો પ્રવાહ ધીમો થઇ જાય છે, જેથી તેની સીધી અસર હૃદય અને શરીરના બીજા ભાગ પર પડે છે. શરીરમાં નસોનું એક જટિલ નેટવર્ક છે. નસો નું કામ ઓક્સિજનને હૃદય અને શરીરના અન્ય ભાગમાં લઈ જવાનું છે. જેનાથી તમારા દરેક કાર્યોને પ્રોત્સાહન મળે છે.
અમે તમને કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું કે જે ધમનીઓમાં જમા વિષેલા પદાર્થોને સાફ કરીને તમારા હૃદય અને મગજ ને સ્વસ્થ રાખી શકે છે. મેડિકલમાં એથેરોસ્ક્લેરોસીસ ના કઈક કેટલાય ઈલાજ છે, પણ આ સમસ્યાથી કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો અને ખાવાપીવાની આદતોમાં સુધારો કરીને રાહત મેળવી શકાય છે.
1) કઠોળ:- કઠોળમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. કેટલાક અધ્યયન દ્વારા જાણવા મળ્યુ છે કે કઠોળ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. કઠોળ ખાવા એ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ રાખવાનો એક સારો વિકલ્પ છે. એથેરોસ્ક્લેરોસીસ જેવી સ્થિતિને રોકવા માટે કઠોળ જેવા ફાયબર યુક્ત ખાદ્ય પદાર્થો ખાવા આવશ્યક છે. જેનાથી તમારી ધમનીઓ બંધ થવાનું જોખમ ઓછું રહે છે.
2) બેરી:- બેરીમાં બ્લુબેરી, સ્ટોબેરી, સ્ક્રેનબેરી, રાસ્પબેરી અને બ્લેકબેરી સામેલ છે. એક શોધ દ્વારા જાણવા મળે છે કે બેરીમાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોઈડ્સ સામેલ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરવા માટે જાણીતા છે. આ ફળમાં કેટલાય સ્વાસ્થ્ય લાભ છે, જેમાં સોજો ઓછો કરવો અને હૃદયના સ્વાસ્થ્ય અને સુધારો કરવો સામેલ છે.
3) ટામેટા:- અધ્યયન પ્રમાણે જાણવા મળે છે કે લાઇકોપીન સોજાને ઓછું કરવા, સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપવા અને હૃદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. ટામેટામાં કેટલાક એવા યૌગિક હોય છે જે એથેરોસ્ક્લેરોસીસ ના વિકાસ ને ઓછું કરી શકે છે. ઉદાહરણ માટે ટામેટામાં કેરોટીનોયડ પીગમેન્ટ લાઈકોપીન હોય છે જેનાથી સ્વાસ્થ્યને કેટલાય અસરકારક સ્લાભ થાય છે.
4) ડુંગળી:- ડુંગળી ખાવાનો સ્વાદ તો વધારે જ છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. એક અધ્યયન પ્રમાણે ડુંગળી જેવા શાકભાજીના સેવનથી એથેરોસ્ક્લેરોસીસ ના કારણે થતી બીમારી સંબંધિત મૃત્યુના જોખમને ઓછું કરી શકાય છે. ડુંગળી એક એવું શાક છે જે ધમનીઓને સ્વસ્થ રાખે છે.
5) ખાટા ફળ:- ખાટા ફળ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. ખાટાં ફળમાં હાજર ફ્લેવોનોઈડ્સ સોજાને ઓછો કરે છે અને ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે. ખાટા ફળમાં વિવિધ પ્રકારના મિનરલ્સ, વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. ખાટા ફળો હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમને ઓછું કરવા માટે સહાયકારી છે.
6) મસાલા:- મરચાં, આદું, કાળા મરી અને તજ જેવા મસાલા ધમનીઓને બંધ થવાથી બચાવે છે. આ મસાલા લોહીમાં પ્લેટલેટ્સ ને એકત્ર થતા ઓછા કરે છે. બ્લડમાં લિપિડ લેવલનો સુધારો કરે છે. અધ્યયન પ્રમાણે જાણવા મળ્યું છે કે મસાલામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે, અને હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
7) અળસી ના બીજ:- અળસીના બીજ પોષણનું પાવરહાઉસ ગણાય છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે અળસીનાblocked બીજમાં કોલેસ્ટ્રોલને ઓછું કરી શકવાની ક્ષમતા છે. અળસીના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત ફાઇબર, વિટામિન, હેલ્ધી ફેટ અને મિનરલ્સ હોય છે. અત્યાધિક પૌષ્ટિક હોવાના સિવાય અળસીના બીજ એથેરોસ્ક્લેરોસીસ ને રોકવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…