સરસવનું તેલ જમવાનું બનાવવાની સાથે શરીર પર તેની માલિશ કરવા માટે પણ ઘણુ ઉપયોગી છે. સરસવનું તેલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે સરસવના તેલથી માથાની માલિશ કરવાથી આંખોની રોશની તેજ થાય છે. સરસવનું તેલ શરીરને પોષણ આપીને ખૂબ જ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સરસવના તેલમાં હાજર વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વો શરીરને ફાયદો પહોંચાડે છે અને બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવે છે, આ શરીરના હાડકાને પણ મજબૂત બનાવે છે. સરસવના તેલને જો સુતા પહેલા આ પાંચ અંગો પર લગાવવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે.
1) પગના તળિયામાં:- પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો ખૂબ જ સારી ઊંઘ આવે છે. પગના તળિયામાં માલિશ કરવાથી દિવસભરનો બધો જ થાક ઉતરી જાય છે અને જલ્દી ઊંઘ આવી જાય છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દરરોજ સરસવના તેલથી માલિશ અવશ્ય કરો. પગના તળિયામાં માલિશ કરવાથી ફાટેલી એડીઓ પણ ઠીક થઈ જાય છે. આનાથી તમને એકદમ હળવાશ અનુભવાશે.
2) નાભીમાં:- નાભી શરીરનું મુખ્ય અંગ છે. રાત્રે સુતા પહેલા જો તમે સરસવના તેલના કેટલાક ટીપા નાભી માં લગાવી દેશો તો હોઠ ફાટવાની સમસ્યા દૂર થશે. નિયમિત રૂપે નાભીમાં સરસવનું તેલ લગાવવાથી હોઠોની કાળાશ દૂર થશે. સરસવનું તેલ હોઠોની શુષ્કતા ને પણ દૂર કરવામાં અસરકારક છે. નાભીમાં સરસવનું તેલ લગાવવાથી પાચનતંત્ર અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. આમ કરવાથી શરીરના આંતરિક અંગોને પોષણ મળે છે.
3) કાનની પાછળ:- કાન ની પાછળ સરસવનું તેલ લગાવવાથી કાનની પાછળ મેલ નહીં જામે. તેલ લગાવવાથી કાનમાં ઇન્ફેક્શન દૂર થાય છે. કાનની પાછળ નિયમિત રૂપે તેલ લગાવવાથી કાનમાં દુખાવો સોજો પણ દૂર કરવામાં મદદ મળે છે.
4) માથા પર:- સરસવના તેલથી માથા પર માલિશ કરવાથી માથાનો દુખાવો ઠીક થાય છે જો તમે થાકી ગયા હોય તો રાત્રે સુતા પહેલા માથા પર સરસવનું તેલ લગાવીને માલીશ કરો. આવી રીતે નિયમિત રૂપે માલિશ કરવાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો ઠીક થઈ જાય છે.
5) ઘાવ પર:- જો તમને કોઈ જૂનો ઘાવ કે વાગવાનું નિશાન હોય તો તેની પર નિયમિત રૂપે સરસવ ના તેલ થી મસાજ કરી શકો છો. તેનાથી ઘાવ ઠીક થઈ જશે, સાથે જ ઘાવનું નિશાન પણ દૂર થશે. ઘાવ પર નિયમિત રૂપે સરસવનું તેલ લગાવવાથી ઘાવ જલ્દી રૂજાઈ જાય છે. સરસવનું તેલ શરીર માટે અત્યંત ફાયદાકારક છે. નિયમિત રૂપે આ અંગો પર તેલ લગાવવાથી ત્વચાની નમી જળવાયેલી રહે છે. તમારે સુતા પહેલા સરસવનું તેલ અવશ્ય લગાવવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay