આપણા આયુર્વેદમાં એવી અનેક વસ્તુઓ છે જેને કુદરતી ઉપચાર રૂપે ઉપયોગમાં લેવાય છે. આ કુદરતી વસ્તુ માં આમળા નો સમાવેશ થાય છે. આમળા સ્વાસ્થ્ય અને ત્વચાની સાથે વાળ ની દરેક સમસ્યાઓમાં આ અસરકારક સાબિત થયા છે. લાંબા, જાડા અને મજબૂત વાળ દરેક મહિલાની ઈચ્છા હોય છે. તેથી તે પોતાના વાળને સુંદર બનાવવા માટે અનેક ઉપાયો આજમાવતી હોય છે. ત્યાં સુધી કે મોંઘા હેર કેર પ્રોડક્ટ પણ ઉપયોગ કરે છે.
કેટલીક મહિલાઓ પોતાના વાળને લાંબા અને જાડા બનાવવા માટે પ્રાકૃતિક ઉપાયો ને અજમાવવાનું પસંદ કરે છે. જો તમે પણ ઘરેલુ ઉપાયથી તમારા વાળને સુંદર બનાવવા ઇચ્છતાં હોવ તો આમળા ના પાવડર નો ઉપયોગ કરી શકો છો. આમળાનો પાવડર વાળની દરેક સમસ્યાઓને દૂર કરવામાં સહાયકારી છે. આ પાવડરના ફાયદા વિસ્તારપૂર્વક જાણીએ
વાળ માટે આમળાના પાઉડર ના ફાયદા:- આમળા સ્વાસ્થ્ય અને ત્વચાની સાથે સાથે વાળ માટે પણ અત્યંત ફાયદાકારક છે વાળ પર આમળાનો નો ઉપયોગ પાવડર રૂપે પણ કરી શકાય છે. આમળાનો પાવડર વાળને લાંબા જાડા અને મજબૂત બનાવે છે તેના ઉપયોગથી વાળ ખરતા અટકે છે. આમળાના પાવડરમાં ચમક લાવે છે. હેર એજિંગ થી પણ બચાવે છે. આમળાનો ઉપયોગ હેર ટોનિકનું રૂપે કરી શકાય છે આ સ્કેલ્પ અને વાળ ની દેખભાળ માં મદદ કરે છે.
1) વાળને ખરતા અટકાવે:- જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન હોવ તો આમળાના પાઉડર નો ઉપયોગ કરી શકો છો. આમળાનો પાવડર વાળને ખરતા અટકાવે છે.આ વાળને જડથી મજબૂત બનાવે છે, આનાથી હેર ફોલ રોકાય છે.
2) વાળને લાંબા બનાવે:- વાળને લાંબા અને જાડા બનાવવા માટે આમળા પાવડર નો ઉપયોગ કરી શકાય છે. આમળામાં વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે આ વાળ ના વિકાસ ને મદદ કરે છે આમળાનો ઉપયોગ વાળના રોમછિદ્રોમાં ઓક્સિજનની પૂર્તી વધારે છે. જેથી વાળ નો સારી રીતે વિકાસ થાય છે. અને વાળની લંબાઈ પણ વધે છે.
3) વાળને સુરક્ષિત રાખે:- જ્યારે આપણા વાળને નુકશાન પહોંચે છે ત્યારે હેર ફોલ કે વાળથી જોડાયેલી સમસ્યા જોવા મળે છે. વાળને નુકશાનથી બચાવવા માટે આમળા લાભદાયક છે. આમળામાં ટેનિન નામનું તત્વ હોય છે. આ ધૂળ માટી પ્રદૂષણ અને સુરજ ના કિરણો થી વાળ નો બચાવ કરે છે
4) સફેદ વાળની સમસ્યા દૂર કરે:- આજકાલ ઓછી ઉંમરમાં પણ સફેદ વાળની સમસ્યા જોવા મળી રહી છે જે આપણને ઉંમરથી પહેલા જ વૃદ્ધ બનાવી દે છે. સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે આમળા ના પાવડર નો ઉપયોગ કરી શકાય છે. આમળામાં હાજર વિટામીન સી સેલ્સ ને ક્ષતિગ્રસ્ત થતાં બચાવે છે તેનાથી વાળ ને પર્યાપ્ત પોષણ મળે છે. વાળ જાડા અને કાળા બને છે.
5) સ્કેલ્પને સુરક્ષિત રાખે:- આમળા વાળની સાથે સ્કેલ્પ ને પણ સુરક્ષિત રાખે છે. આમળા પાવડર ના ઉપયોગ થી સ્કૅલ્પ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ ડેંડ્રફ અને ડ્રાય વાળની સમસ્યાને દૂર કરે છે.
વાળ માટે આમળા પાવડર નો ઉપયોગ:- વાળ પર આમળાનો પાવડર લગાવવા માટે તમે એક વાડકીમાં 1 નાની ચમચી આમળા પાવડર નાખો. તેમાં 3 ચમચી મહેંદી પાવડર મેળવો. પછી જરૂર પ્રમાણે પાણી મેળવી લો. આ મિશ્રણને આખી રાત આમ જ રહેવા દો. આ દરેક સામગ્રીને સરસ રીતે મેળવીને પેસ્ટ તૈયાર કરી લો. સવારે તમારી સ્કેલ્પ પર અને વાળમાં સરસ રીતે લગાવો.
સુકાયા બાદ વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી તમારા વાળ અને સ્કેલ્પ બંનેને પોષણ મળશે. જો તમે વાળમાં મહેંદી નો કલર ન લાવવા ઈચ્છતા હોવ તો આમાં હેર ડાઈ પણ મેળવી શકો છો. જો તમારા વાળ થી જોડાયેલી કોઇ સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ લીધા પછી જ આ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવો.