આજની ખાણીપીણી અને અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ આપણને ઘેરી વળી છે. આજના સમયમાં વધતી જતી બીમારીઓથી લડવા માટે આપણે આયુર્વેદનો સહારો લેવો જોઈએ. આયુર્વેદમાં આમળાને એક ખાસ પદાર્થ માનવામાં આવ્યો છે. વિટામિન સી થી ભરપૂર આ ફળ વિવિધ પોષક તત્વોનો ખજાનો છે. આનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકો આને સૂકવીને કે કાચું ખાવાનું પસંદ કરે છે, તો કેટલાંક આનો રસ પણ પીવાનું પસંદ કરે છે. આયુર્વેદિક ડોક્ટર એ તેમના સ્વાસ્થ્યનું રહસ્ય આમળાના રસ ને જણાવ્યું છે. તેમને જણાવ્યું છે કે તેમના દિવસની શરૂઆત 20 ML આમળાના રસથી થાય છે.
દરરોજ આમળાના રસનું સેવન કરવું જોઈએ?:- ડોક્ટર જણાવે છે કે આમળાનો રસ થાઇરોડ નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વાળને ખરતા અટકાવે છે. એટલું જ નહીં આ વાળને સમયથી પહેલા સફેદ થતાં પણ બચાવે છે. ત્વચા, ખીલ, ડલ સ્કીન, થાક, કબજિયાત, એસીડીટી કે બીજી અન્ય ગેસ્ટ્રીક સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે. તો આજે આપણે આમળાનો રસ પીવાથી સ્વાસ્થ્યને કયા લાભ થાય છે તે વિગતવાર જાણીશું.
પાચનમાં સુધાર કરે:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આમળા પાચનમાં સુધારો કરે છે અને હાઇ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે આમળા હૃદય માટે શ્રેષ્ઠ છે.
ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે:- આ રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, સાથે જ વજન ઘટાડવામાં અને શરીરને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે દરરોજ આમળાનો રસ પીવો જોઇએ.
આમળા ના રસ ના આયુર્વેદિક ગુણ- આમળા સ્વાદમાં ખાટા હોય છે, નમકીન સ્વાદને છોડીને બીજા બધા જ પંચરસ તેમાં સામેલ હોય છે. આમળાની તાસીર ઠંડી હોય છે. પાચન પછી તેની અસર મધુરી હોય છે.
આમળાના પોષક તત્વો:- એક શોધમાં જાણવા મળ્યું છે કે આમાં એન્ટી એજિંગ, એન્ટિ-ઓક્સિડન્ટ,એન્ટી માઇક્રોબીઅલ, એન્ટી ડાયાબીટીક, લીવર માટે સારું અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે.
આમળા નો રસ બનાવવાની રીત:- આમળાનો રસ બનાવવા માટે તમે ત્રણ આમળા લઈને તેનો રસ કાઢી લો, જો આમળા ઉપલબ્ધ ન હોય તો તમે સ્થાનિક આયુર્વેદિક સ્ટોર પરથી આમળાનો પાવડર કે જ્યુસ લઈ શકો છો. તમે તમારી ત્વચા, આંખ, વાળ અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરવા ઈચ્છો છો તો દરરોજ આમળાનું સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)