પ્રાચીનકાળથી જ આપણા ભારતમાં આયુર્વેદ દ્વારા લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે જાગૃતતા ફેલાવવામાં આવી છે. પહેલાના જમાનામાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. આજની હાઈ ફાઈ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણી ને લીધે અકાળે જ વાળ સફેદ થવા માંડે છે. વાળ સફેદ થવા માટે ખરાબ ખાનપાનની સાથે પ્રદૂષણ, દવાઓનું વધુ પડતું સેવન, કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ યોગ્ય રીતે વાળની દેખભાળ ન કરવી વગેરે કારણો જવાબદાર છે.
વાળ સફેદ ત્યારે થાય છે જ્યારે તેને પર્યાપ્ત પોષણ નથી મળી શકતું કે શરીરમાં પોષણની કમી થઈ જાય છે. જોકે કેટલીક વાર વાળ સફેદ થવાની સમસ્યા કોઈ મેડિકલ કન્ડિશનના કારણે પણ થાય છે. સફેદ વાળ જોવામાં બિલકુલ પણ સારા નથી લાગતા. આ માત્ર સમયથી પહેલા વૃદ્ધત્વ દેખાડે છે. તમારી સુંદરતા પણ હણી લે છે. વર્તમાન સમયમાં તો ઘણા લોકો ઓછી ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરવા લાગ્યા છે જે બિલકુલ પણ યોગ્ય નથી.
લોકો સફેદ વાળ માંથી છુટકારો મેળવવા માટે અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસખાઓ અપનાવે છે. સાથે જ મોંઘા હેર પ્રોડક્ટ, મહેંદી અને ડાય વગેરેથી વાળને કાળા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેમિકલ થી ભરપૂર આ પ્રોડક્ટો ફાયદાની જગ્યાએ તમારા વાળને નુકસાન પહોંચાડે છે. પરંતુ શું તમે જાણો છો સફેદ વાળને કાળા કરવા માટે આમળાનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે? આમળા એક શ્રેષ્ઠ ફળ છે જે વાળની અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. આની મદદથી તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો તો આવો જાણીશું આમળા સફેદ વાળને કાળા કરવા માટે કેવી રીતે કારગર નીવડે છે.
આમળા થી વાળ કેવી રીતે કાળા કરવા:-
1) સવારમાં ખાલી પેટે કરો સેવન:- આમળાનું સીધું જ સેવન કરવા એ તેના લાભ પ્રાપ્ત કરવાની સૌથી સરળ રીત છે. આ તમારા શરીર અને વાળને અંદરથી પોષણ પ્રદાન કરે છે અને મજબૂત બનાવે છે. નિયમિત રૂપે સવારમાં ખાલી પેટે આમળાનું સેવન કરવાથી ન માત્ર વાળ કાળા થશે પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થશે.
2) આમળાનો હેર પેક બનાવો:- વાળમાં તમે આમળાનો હેરપેકની જેમ ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે આમળાના પાવડર કે આમળાના ફળને વાટીને પ્રયોગ કરી શકો છો. નળિયેર, બદામ, સરસવ ના તેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મેળવો અને આ મિશ્રણને વાળમાં સરસ રીતે લગાવો, સ્કેલ્પથી લઈને વાળના છેડે સુધી.
3) આમળા અને ડુંગળીનો રસ મેળવીને લગાવો:- આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બસ માત્ર ડુંગળીના રસને આમળાના પાવડર કે પેસ્ટમાં મેળવીને તેને વાળમાં લગાવી લો.
4) આમળા અને એલોવેરા મેળવીને લગાવો:- આમળા ની જેમ એલોવેરા પણ એન્ટિઓક્સિડન્ટ અને અનેક અન્ય જરૂરી પોષક તત્વોનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. અને વાળને હેલ્દી રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે એલોવેરા જેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મેળવીને તેને વાળમાં લગાવી શકો છો.
5) આમળા અને મહેંદી મેળવીને લગાવો:- મહેંદી વાળ નો કુદરતી રંગ પ્રદાન કરવામાં મદદ કરે છે. તમે સરસવ કે નળિયેળ તેલમાં મહેંદીના પાન કે પાવડર મેળવો અને તે મિશ્રણને કાળુ થવા સુધી ગરમ કરો ઠંડુ થયા બાદ આ મિશ્રણને વાળમાં લગાવો. આ રીતે આમળાનો પ્રયોગ કરવાથી તમારા વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને મજબુત. વાળની તમામ સમસ્યાથી મળશે કાયમી છુટકારો. પરંતુ તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઓછામાં ઓછું ત્રણથી ચાર કલાક માટે ઉપરોક્ત મિશ્રણને જરૂરથી લગાવવું. તમે આખી રાત માટે પણ લગાવીને છોડી શકો છો. અને ત્યારબાદ વાળ ને માઈન્ડ શેમ્પૂથી ધોઈ લેવા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay