આજની ખાણીપીણી, ધૂળ ભરેલું વાતાવરણ અને કેમિકલ પ્રોડક્ટના વધુ પડતા ઉપયોગના કારણે વાળની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દેશી ઉપચાર અપનાવી શકો છો. તેના માટે એલોવેરા અને લીંબુનો ઉપયોગ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. વાળનું ખરવું, ધીમો વિકાસ, ડ્રાય હેર, ડેન્ડ્રફ એવી કેટલીક સમસ્યાઓ છે જેનો આપણે વારંવાર સામનો કરવો પડે છે.
લોકો આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. તેઓ અલગ-અલગ પ્રકારના હેર પ્રોડક્ટ્સ, શેમ્પુ, હેર માસ્ક અને ઘરેલૂ નુસખાઓનો પણ અપનાવી ચુક્યા હોય છે તે છતાં સમસ્યા તો તેમની તેમજ રહે છે. એવામાં વાળ માટે એલોવેરા અને લીંબુ લગાવવું તમારા માટે અત્યંત લાભદાયક બની શકે છે. આ વાળની લગભગ દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં અત્યંત અસરકારક અને કારગર ઉપચાર છે. તો આવો વાળમાં એલોવેરા અને લીંબુ લગાવવાના ફાયદા અને સરળ રીત જાણીએ.
વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે એલોવેરા અને લીંબુ:- એલોવેરા અને લીંબુ બંનેમાં વાળ માટે લગભગ બધા જ જરૂરી તત્વ હાજર હોય છે. એલોવેરા વિટામીન બી-1, બી -2, બી-6, બી-12 અને સી નો સારો સ્ત્રોત છે. લીંબુમાં વિટામિન સી અને સિટ્રિક એસિડ હોય છે. તેના સિવાય એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હાજર હોય છે. અધ્યયન દ્વારા જાણવા મળે છે કે એલોવેરામાં હાજર સિસ્ટીન અને લાઈસીન નામના યૌગિક વાળની સમસ્યાઓ દૂર કરે છે અને વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાળમાં એલોવેરા અને લીંબુ લગાવવાના અનેક ફાયદા થાય છે. 1) ખરતા વાળ:- એલોવેરા અને લીંબુ તમારા સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને સારું કરે છે અને વાળની જડ મજબૂત બને છે. આ નુકસાની વાળને રિપેર કરવામાં સહાયક છે અને વાળને ખરતા અટકાવે છે.
2) ડેન્ડ્રફ:- ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એલોવેરા અને લીંબુનું મિશ્રણ અત્યંત ફાયદાકારક છે. કારણ કે આમાં સીટ્રિક એસિડ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
3) ડેમેજ:- જો તમે નિયમિત રૂપે વાળમાં એલોવેરા અને લીંબુ લગાવો છો તો આનાથી વાળને પુરતી માત્રામાં પોષણ મળે છે મોઇશ્ચરાઇઝ કરવામાં અને ડેમેજ ને રીપેર કરવામાં મદદ મળે છે.
4) વાળનો વિકાસ:- એલોવેરા અને લીંબુનું મિશ્રણ વાળને ખરતા અટકાવે છે અને મજબૂત બનાવે છે. સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે જેનાથી વાળ ના વિકાસમાં મદદ મળે છે. અને લાંબા અને મજબુત થાય છે વાળ.
5) એલર્જી:- એલોવેરા અને લીંબુ માં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કેલ્પમાં એલર્જી, ખંજવાળ વગેરેથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે.
વાળમાં એલોવેરા અને લીંબુ લગાવવાની રીત :- વાળમાં એલોવેરા અને લીંબુ લગાવવા માટે તમારે સૌથી પહેલાં એલોવેરા જેલ અને લીંબુનો રસ એક સરખી માત્રામાં લેવાનો છે. તમે તમારા વાળની જરૂરિયાત પ્રમાણે આની માત્રા નિર્ધારિત કરી શકો છો. બન્નેને સારી રીતે મેળવો આ મિશ્રણને સ્કૅલ્પ અને વાળમાં ખુબ જ સરસ રીતે લગાવો અને ઓછામાં ઓછા અડધા કલાક માટે છોડી દો. ત્યારબાદ વાળને કોઈ હલકા શેમ્પૂથી ધોઇ લો પરંતુ કેમિકલવાળા શેમ્પૂનો પ્રયોગ કરવાથી બચો, વાળ ધોવા માટે સાદા પાણીનો પ્રયોગ કરો. તમે આ મીશ્રણનો ઉપયોગ અઠવાડીયામાં બે થી ત્રણવાર કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay