સંસ્કૃતમાં એક સુભાષિત પ્રમાણે, જે સુવે છે તેનું ભાગ્ય સૂતું રહે છે, જે બેસે છે તેનું ભાગ્ય બેઠું રહે છે અને જે ચાલે છે તેનું ભાગ્ય નિરંતર ચાલતું જ રહે છે. આમ ચાલવાના પુષ્કળ ફાયદા થાય છે. નિયમિત 30 મિનિટ ચાલવાથી હૃદય ના રોગમાં ગજબના ફાયદા થાય છે. હૃદય એકદમ કાર્યક્ષમ બને છે. શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે, અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આજની ખરાબ જીવનશૈલી ના કારણે તેની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે જમ્યા બાદ તૈયારીમાં આડા પડી જાવ છો તો તમારી આ ખરાબ આદતને સુધારવી પડશે. શું તમે જાણો છો જમ્યા બાદ ચાલવા ના અદભુત ફાયદા છે? અને જમ્યા બાદ કેટલા સમય પછી ચાલવું જોઈએ? તો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું જમ્યા બાદ કેટલા સમય પછી અને કેટલું ચાલવું જોઈએ.
મેદસ્વિતાપણું, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, ગેસ્ટ્રીક જેવી બીમારીઓમાં ચાલવું અતિ આવશ્યક બને છે. જમ્યા બાદ ચાલવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ચાલવાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે. ચાલવાથી કેટલીય સામાન્યથી લઈને ગંભીર બીમારી માં બચી શકાય છે. ખાવાનું ખાઈને તૈયારીમાં આડા પડી જઇએ છીએ અથવા એક જ જગ્યા પર ક્યાંય સુધી બેસી રહીએ છીએ તેની સીધી અસર આપણા પાચન તંત્ર પર પડે છે. પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે શારીરિક રૂપથી સક્રિય રહેવું જરૂરી છે.
જમ્યા બાદ ચાલવા ના ફાયદા:- મોટાભાગના લોકોને અમુક પ્રશ્નો થાય છે કે જમ્યા બાદ કેટલા સમય પછી ચાલવું, કેવી રીતે ચાલવું, કેટલો સમય ચાલવું અને તેના ફાયદા શું હોય છે? તેના ફાયદા જાણવા વિશે આગળ વાંચતા રહો. જમ્યા બાદ ચાલવાથી ગેસ, અપચો અને કબજિયાત ની સંભાવના ઓછી રહે છે. પાચન માં સુધારો થાય છે, તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
જે લોકોને વજન વધી ગયું હોય તે લોકોએં જમ્યા બાદ ચાલવું જોઈએ. જમ્યા બાદ ચાલવા થી વજન કંટ્રોલમાં રહે છે. વજન કંટ્રોલમાં રાખવા માટે પણ ચાલવું જોઈએ. જમ્યા બાદ ચાલવા થી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બંને છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.
જમ્યા બાદ ચાલવા થી આપણા આંતરડાને ખાવાનું પચાવવામાં વધુ મહેનત કરવી પડતી નથી. અને આપણા આંતરિક અંગો પણ સ્વસ્થ રહે છે. આપણા શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે જેનાથી તણાવ દૂર થાય છે. તેથી જમ્યા બાદ ચાલવું જોઈએ.
જમ્યા બાદ ચાલવા થી બ્લડ સર્ક્યુલેશનમાં આવેલી અટકળ ની સમસ્યા દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જમ્યા બાદચાલવાનું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી બ્લડ શુગરનું સ્તર સંતુલનમાં રહે છે.
જમ્યા બાદ કેટલા સમય સુધી ચાલવું જોઈએ:- ચાલવાનો સૌથી સારો સમય જમ્યા બાદ નો હોય છે. શરૂઆતમાં જમ્યા બાદ દસ થી વીસ મિનિટ સુધી ચાલવું જોઈએ. ચાલવા થી કેલેરી બર્ન થાય છે. પાચનમાં મદદ મળે છે અને થકાવટ ઓછી થાય છે. ધીરે-ધીરે તમે ચાલવા નો સમય ત્રીસ થી ચાલીસ મિનિટ સુધીનો વધારી શકો છો. આનાથી ગેસ્ટ્રિકની સમસ્યા દૂર થાય છે પાચનતંત્રમાં સુધાર આવે છે. દરરોજ જમ્યા બાદ 30 મિનિટ સુધી ચાલશો તો તમે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહેશે.
જમ્યા બાદ કેટલા સમય પછી ચાલવું જોઈએ:- કેટલાક લોકો જમ્યા બાદ તૈયારીમાં જ આડા પડી જાય છે અથવા એક જ જગ્યા પર ક્યાંય સુધી બેસી રહે છે. આમ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. જમ્યાના એક કલાકની અંદર ચાલી લેવું જોઈએ. તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. જમ્યા બાદ ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી વોક કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો વધુ સમય પણ ચાલી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay