ભારતમાં હૃદયને લગતી બીમારીઓની સંખ્યા હવે વધતી જાય છે. આવી સ્થિતિમાં આપણે હૃદયની વિશેષ કાળજી લેવી જ પડે. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. અનિયમિત ખાણીપીણી, જીવનશૈલી અને અનહેલ્ધી ડાયટના કારણે હૃદય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં હેલ્દી જીવનશૈલી હોવી અત્યંત જરૂરી છે. આ ન કેવળ તમને હૃદય સંબંધિત બીમારીઓથી બચાવે છે પરંતુ હેલ્દી જીવન શૈલી અપનાવીને હૃદયના હુમલા અને સ્ટોક થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો આવો આપણે જાણીશું આ કયા ખાદ્ય પદાર્થો છે જેને સામેલ કરવાથી આપણા હૃદયને સ્વસ્થ રાખી શકીએ.
1) લીલા શાકભાજી:- તમે ડાયટમાં વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર પાંદડાવાળા શાકભાજીને સામેલ કરી શકો છો તેમાં પાલક, કેળ અને કોલાર્ડ વગેરે સામેલ છે. આ હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેની સાથે જ આ શાકમાં ઉપલબ્ધ વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ તમને અનેક પ્રકારનાં કેન્સરથી બચાવે છે. આ તમારા હાડકાઓને મજબુત બનાવવામાં પણ મદદ કરે છે. આ વિટામિનનો પણ ખુબ સારો સોર્સ છે.
2) બેરીઝ:- તમે હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સ્ટ્રોબેરી, બ્લુબેરી, બ્લેકબેરી અને રાસબેરી વગેરેને સામેલ કરી શકો છો, આમાં ભરપૂર પોષક તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આમાં એંથોસાયનિન જેવા એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. તમે આનું સેવન અનેક રીતે કરી શકો છો તમે આને સ્મુદી અને ઓટ્સ માં પણ સામેલ કરી શકો છો.
3) બીજ:- હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે અનેક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરી શકો છો. તમે અળસી અને ચિયા બીજ ડાયટમાં સામેલ કરી શકો છો. આમાં ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે. આ હૃદય માટે ફાયદાકારક છે. અળસીના બીજ કેન્સર અને હૃદયરોગના જોખમને દૂર કરે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. આને ડાયટમાં સામેલ કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રિત શકાય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
4) ટામેટા:- ટામેટા હૃદયના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક છે. આમાં લાઈકોપીન હોય છે આ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે આ ફ્રી રેડીકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે, ઓક્સિડેટીવ સ્ટ્રેસને દૂર કરે છે આમાં ફ્લેવોનોઈડ્સ નામનું એન્ટિઓક્સિડન્ટ, વિટામીન બી, ઈ અને વિટામિન કે પણ હોય છે. આ હાડકા માટે ફાયદાકારક છે. ટામેટામાં પોટેશિયમ પણ હોય છે આ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5) બીન્સ:- તમે તમારા ડાયટમાં બીન્સને પણ શામેલ કરી શકો છો.આ હાઇબ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. આમાં ફાઇબર હોય છે, તે પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. બીન્સમાં અનેક ફાઈટોકેમિકલ્સ હોય છે. આ ઓક્સિડેટિવ સ્ટ્રેસને દૂર કરે છે. આ પ્રકારે બીન્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay